________________
ગાથા – ૪૪ ઉપલભ્યમાન એટલે? પ્રાપ્ત થવાને લાયક જ છે, એમ કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ઈ સાતમો બોલ થયો.
આઠમો!હેં! આઠ કહ્યા આઠ. અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ, આઠેય કર્મનો સંયોગ, એમ કે આઠ કર્મનો સંયોગ એ જ આત્મા, જેમકે ખાટલો ચાર પાયા ને ચાર બેય આઠનો, આવે ને બે લાકડાને ચાર આઠ એ-એ ખાટલો, એમાં સુનારો છે એ જુદો. આંહી તો કહે છે એ આઠ કર્મ છે એ જ આત્મા. આ લોકો કહે છે ને આ દયાનંદ સરસ્વતીવાળા જીવનો મોક્ષ થાય ને ત્યાંથી પણ પાછો આવે અને રખડે, સર્વથા કર્મ રહિત થાય એવું કોઈ સ્વરૂપ છે જ નહીં, એમ કહે છે. મોક્ષ થાય, જાય પણ પાછો હારે કર્મ છે બાકી થોડા, એ વિના તો થઈ શકે જ નહીં એકલો, વળી પાછો અવતાર ધારણ કરે. એ આ એમ કહે છે આઠ કર્મ રહિત આત્મા હોય જ નહીં, અજ્ઞાની એમ કહે છે. બહુ ઝીણી વાતું બાપુ. અરે જગતના મતોને આઠમાં ઘણાં પ્રકાર નાખી દીધા છે. આહાહાહા!
એ અર્થક્રિયામાં સમર્થ, એટલે પદાર્થની પ્રવૃત્તિ કરવામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જીવ નથી, એમ ભગવાન કહે છે. કારણકે આઠ કાષ્ટના સંયોગથી જુદો, ખાટલામાં સુનારો પુરૂષ એની જેમ, ખાટલામાં સૂતો છે એ પુરુષ ખાટલાથી જુદો છે. અત્યારે આ ખાટલા કરે છે ને નવા નવી કાથીના કરે ને? કાથી સાંભળ્યું છે ને કાથી, નવા અમારે રિવાજ છે અહીંયા પહેલો સુવે નહીં આદમી, પહેલો કૂતરાને બેસાડે ત્યાં રોટલી નાખીને કૂતરાને ખવરાવે એટલે પછી, પછી સૂવે નહીં તો પહેલો સુવે તો એ ઠાઠડીમાં સૂઈ ગયો કહેવાય. આંહી તો કહે છે કે એ ખાટલામાં સુતેલો પુરુષ, ખાટલાથી જુદો છે લે. એમ આઠ કર્મના સંબંધમાં દેખાય છે છતાં ભગવાન તો આઠ કર્મથી તદ્ન જુદો છે. આહાહાહા !
અરેરે! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ! એને શું કહેવું છે, એ સાંભળવા મળે નહીં, અરે ભાઈ અને સત્ય બહાર આવે ત્યારે તેનો વિરોધ કરે કે હે, એ તો એકાંત છે એકાંત છે. કરો પ્રભુ તુંય ભગવાન છે ભાઈ ! (શ્રોતા- સત્ય બહાર આવે ત્યારે સત્યને સમજનારા હોય જ છે.) હોય છે ને વિરોધ કરનારાએય હોય છે. (શ્રોતાઃ- એ તો અનાદિથી છે) એ છે એ તો અનાદિથી છે. (શ્રોતા- બેય વાત અનાદિથી ચાલી આવે છે સત્યને માનનારા ને વિરોધ કરનારા) આ બહુ, મારગ આવો છે ભાઈ. પહેલાં આત્મા અને કર્મ એ બેય તદ્દન જુદી ચીજ છે. આત્મા આઠ કર્મ બાંધે અને આઠ કર્મ છોડે એ બધી વ્યવહારની વ્યાખ્યા છે. કર્મ એને લઈને બંધાય અને એને લઈને છૂટે. ભગવાન આત્મા ચૈતન્યના તેજથી ભરેલો પ્રભુ એ આઠ કર્મથી તદ્ન જુદો છે. ખાટલામાં સૂતેલો પુરુષ ખાટલાથી જુદો છે. એમ આઠ કર્મના સંબંધમાં રહ્યા છતાં તે આઠ કર્મથી નિરાળો, ભિન્ન છે. આઠ કાષ્ટના સંયોગથી જુદો છે. ખાટલામાં સૂતેલા પુરુષની જેમ કર્મ સંયોગથી જુદો, કર્મનો તો સંયોગ છે, સંયોગ કહેતા ભિન્ન ચીજ છે. સંયોગ કહેતાં એ ભિન્ન ચીજ છે. હું? સ્વભાવ કહેતા તે એનાથી ( સંયોગ) ભિન્ન ચીજ છે. આહાહાહા!
અન્ય ચૈતન્યસ્વભાવ જીવ ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. આઠ કહ્યા'તા ને આ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે. જે પ્રકારે લોકો કહેતા હોય એનાથી વિરૂદ્ધ તો એને સમજી લેવું કે એ તત્ત્વથી વિરુદ્ધ છે, ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.