SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [મૂમતે] હે મૂઢબુદ્ધિ! [ પુદ્દનદ્રવ્ય ] પુદ્ગલદ્રવ્ય તે જ [ નીવ: ] જીવ ઠર્યું [ 7 ] અને ( માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ ) [ નિર્વાળમ્ પાત: અપિ] નિર્વાણ પામ્યું પણ [પુર્વીલ: ] પુદ્ગલ જ [નીવત્યું] જીવપણાને [પ્રાપ્ત: ] પામ્યું ! ટીકા:- વળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધા૨ણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા (લક્ષણ ) થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે ) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો ) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (અર્થાત્ સંસા૨અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે. ભાવાર્થ:- જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાત્મ્યસંબંઘ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે; માટે પુદ્ગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન ૨હ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદ્ગલો જ જીવ ઠર્યાં, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસાર-અવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે. ગાથા-૬૩/૬૪ ઉ૫૨ પ્રવચન ટીકાઃ- જેમનો એવો અભિપ્રાય છે, અભિપ્રાય જેનો આ છે- આશય, શ્રધ્ધા આદિ આ છે કે સંસાર અવસ્થામાં ( વર્ણાદિભાવો-રાગભાવો ) જીવના છે, ભલે મોક્ષ અવસ્થામાં ન હો, પણ સંસાર અવસ્થામાં તો રાગઆદિનો સંબંધ છે કે નહીં તાદાત્મ્ય ? સંસાર અવસ્થામાં જીવનો, વર્ણાદિરાગાદિ ભાવોની સાથે તાદાત્મ્ય સંબંધ છે, ( તો ) એના મતમાં સંસારઅવસ્થાને સમયે હોય તો આ જીવ અવશ્ય-જરૂર રૂષિત્વને પામે ! આહાહા ! એક કો૨ રાગને અજીવ- અચેતન કહ્યો, રૂપી કહ્યો, ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ- અરૂપી-ચૈતન્યસ્વરૂપ, એમાં રાગ તો રૂપી સ્વરૂપ છે, કહે છે. ચૈતન્ય સ્વરૂપથી, (એ રાગ ) રૂપી વિપરીતસ્વરૂપે છે. શુભરાગ હોં ! મુખ્ય વાત તો એ વાત છે બાકી તો બધું ઠીક છે, ગુણસ્થાન-જીવસ્થાન આદિ. આહાહાહા !
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy