________________
ગાથા – ૬૩-૬૪
૨૬૩ સંસાર અવસ્થામાં, અવસ્થામાં હોં ! સંસારદશામાં, આત્માનો ભાવ ત્રિકાળમાં એ નહીં, આંહી તો પર્યાયની વાત છે. સંસારની અવસ્થામાં જીવનો રંગ ને રાગના ભાવોની સાથે તાદાભ્ય સંબંધ છે, રંગને રાગ લ્યો ઠીક! બે.. હુકમચંદ (ભારિલ્લના કાવ્યમાં) આવે છે ને રંગ, રાગને ભેદ (એ ત્રણ) અહીં રંગ રાગ ને ભેદ ત્રણેય આવી ગયું. “જ્ઞાનાનંદી” (પદમાં) છે. રંગ, રાગને ભેદ. આહાહાહા ! અહીં પણ રંગ, રાગને ભેદની વ્યાખ્યા છે. રંગ, રાગને ભેદ એનો પુલની સાથે તાદામ્ય સંબંધ છે, એમ છે. તમે એમ માનો કે સંસારદશામાં તો (જીવનો) સંબંધ છે ને! ભલે મોક્ષ અવસ્થામાં એની સાથે સંબંધ નથી, તો આવો તારો અભિપ્રાય હોય તો એવા મતમાં સંસાર અવસ્થામાં એ સમય અવશ્ય જરૂર (જીવ) રૂપિવને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ રાગની સાથે તાદામ્ય હોય સંસારદશામાં તો આત્મા રૂપિવને પ્રાપ્ત થઈ જાય છે. જીવ જરૂર રૂપિ૦ને પ્રાપ્ત થાય છે. અને રૂપિ– તો કોઈ દ્રવ્યોનું શેષ અસાધારણ એવું લક્ષણ છે. જડનું પુદ્ગલનું રૂપિ– લક્ષણ છે. કોઈ દ્રવ્યનું એટલે પુગલના શેષ દ્રવ્યોથી-જુદા પુદ્ગલ એ જીવ આદિથી ભિન્ન જુદા પુદ્ગલ એનું લક્ષણ છે. એટલા માટે રૂપિ– લક્ષણથી લક્ષિત જે કંઈ છે એ જ જીવ છે, એમ જો તું માની લે તો થઈ રહ્યું! આત્મા રૂપી થઈ ગયો! આહાહાહા !
અહીંયા તો હજી વ્યવહાર કરો, દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા-તપ એનાથી કલ્યાણ થશે. અરે, પ્રભુ! શુભભાવ, અહીં તો શુભભાવ રાગ, રંગને ભેદ ત્રણેય પુગલની સાથે (તાદાભ્ય) સંબંધ છે (એમ) કહ્યું છે. નહીંતર તો આત્મા રૂપી થઈ જશે. (આત્મા) રંગરૂપ થઈ જાય ને રાગરૂપ થઈ જાય ને ભેદરૂપ થઈ જાય ને તો એ તો રૂપી થઈ જાય. (શ્રોતા:- કથંચિત્ શબ્દનો પ્રયોગ કેમ ન કર્યો સાહેબ!) કથંચિત્ નહીં, બિલકુલ નહીં. અજ્ઞાન અવસ્થામાં તો (એ ત્રણેભાવો) પોતાના (આત્માના) છે એવું માને, પણ (આત્મ) વસ્તુમાં એ (ભાવો) છે નહીં. આહાહાહા !
પણ વસ્તુના સ્વરૂપની દૃષ્ટિથી એ અજ્ઞાન અવસ્થામાં જે માન્યું છે તે પણ પુલનું છે. અજ્ઞાન અવસ્થામાં મારા છે, કર્તા હું (છું) એમ માને. સ્યાદવાનો અર્થ એવો નથી કે આમ પણ છે ને આમ પણ છે. સ્યાદવાની અપેક્ષા પર્યાયમાં, એમાં છે એ અપેક્ષાથી, એક પર્યાય દષ્ટિથી માનવું પણ સ્વભાવની દૃષ્ટિથી એ છે રૂપી, તો પોતાનું તાદાભ્ય છે સ્વભાવની સાથે, તો એનું તાદાભ્ય છે નહીં, એમ છે. આકરો માર્ગ બાપા! આહાહાહા ! ચૈતન્ય પ્રકાશનું પૂર પ્રભુ એને અહીં અરૂપી કહ્યો, અને રંગ-રાગને ભેદ એને રૂપી કહ્યા. તો રૂપી લક્ષણ તો પુદ્ગલનું છે, એ લક્ષણ આત્મામાં લગાવી દે તો આત્મા રૂપી થઈ જાય પુદ્ગલ થઈ જાય, (તો તો ) જીવ ભિન્ન રહ્યો નહીં.
ચૈતન્યના પ્રકાશનો પૂર પ્રભુ, આહાહા ! એનેય એની સાથે જે રંગ-રાગને ભેદનો તાદામ્ય સંબંધ અવસ્થામાં (સંસાર અવસ્થામાં) માની લે તો પણ આત્મા, રૂપી થઈ જાયરૂપી તો પુગલનું લક્ષણ છે. કઈ દેષ્ટિએ, આ જીવતત્ત્વનું વર્ણન છે અહીંયા-એકલું જીવતત્ત્વ ! એમાં રાગ આદિ અજીવ તત્ત્વનો સંબંધ છોડવો, એ સંબંધ તારો છે જ નહીં. સમજાણું કાંઈ. ? હવે આ વાત (વાદવિવાદે) ક્યાં પાર પડે? (શ્રોતા- આત્મામાં જાય તો પાર પડે!)