SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વાદવિવાદ કરે તો ! ભાઈએ કીધું ને! કે કથંચિત્ કરો, કથંચિત્નો અર્થ છે, પર્યાયમાં એવું પર્યાયદૃષ્ટિએ છે એ કથંચિત્ પણ સ્વભાવષ્ટિએ એમાં ( આત્મામાં ) એ (ભાવો ) છે નહીં. અહીં તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું પૂર પ્રભુ. સમજાણું કાંઈ ? એમાં એ રાગ, રંગને ભેદ ત્રણેય નથી. રંગ, રાગને ભેદનો તો પુદ્ગલની સાથે સંબંધ લઈ લીધો છે. એવો જ જે પુદ્ગલની સાથે સંબંધ છે એવો જ આત્માની સાથે સંબંધ થઈ જાય તો આત્મા રૂપી થઈ જાય ! જીવનો અભાવ થઈ જાય, આવી વાત છે. ઓહોહો ! પહેલેથી ઉપાડયું છે ને ઈ–વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ, રાગાદિ ને ભેદ– રંગ, રાગ ને ભેદથી ભિન્ન! એ આવે છે હુકમચંદજીનું શું કહેવાય એ ? ‘જ્ઞાનાનંદ સ્વભાવી’( એ પદ ) હા, ઈ એમાં નાખ્યું છે ( કહ્યું છે ) રંગ, રાગને ભેદ થી ભિન્ન ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ માળાએ સારું નાખ્યું છે હુકમચંદજીએ એમાં ટૂંકું બહુ સરસ નાખ્યું છે. ઈ આમાંથી ઈ નાખ્યું ( કહ્યું ) રંગ, વર્ણથી ઉપાડયું, રાગ–શુભાશુભ ભાવથી ઉપાડયું, ગુણસ્થાન આદિથી ઉપાડયું, ભેદ-નિવૃત્તિ કર્મની નિવૃત્તિ લબ્ધિસ્થાન એ ભેદ છે. (આહા !) રંગ, રાગ અને ભેદથી નિરાળા પ્રભુ ( આત્મા ) છે. અરે રે ! આવું ક્યારે સાંભળે ! આવા ઝઘડા ( કરતા આ તો દેશસેવા કરો, કલ્યાણ થઈ જશે, કોની દેશની સેવા? તારો દેશ તો અરૂપી (જ્ઞાયકભાવ ) તારો દેશ તો, રૂપી ( જે ) રંગ, રાગને ભેદથી ભિન્ન, કોનાથી ભિન્ન ? રૂપીથી ભિન્ન તારો દેશ છે. ભગવાન આત્માનો દેશ અસંખ્ય પ્રદેશી અને અભેદ, એ તારા દેશમાં તો રંગ, રાગને ભેદનો અભાવ છે. ઓહોહો ! રૂપિત્વથી લક્ષિત પુદ્ગલદ્રવ્ય છે. રૂપીનું લક્ષણ તો પુદ્ગલદ્રવ્ય. રાગ પણ રૂપી છે, ભેદ પણ રૂપી છે. રંગ, ગંધ, રસ, સ્પર્શ એ તો રૂપી (છે જ પણ ) શુભ-અશુભ રાગ રૂપી (ને) ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન રૂપી અને ભેદ છે એ પણ રૂપી. પર્યાયમાં ભેદ લખાય છે, એ ત્રિકાળી અભેદમાં નથી, એ અપેક્ષાએ ત્રિકાળીને અરૂપી કહ્યો, ત્યારે ભેદને રૂપી કહ્યાં. હવે અહીંયા હજી રાગથી જુદું માનતા નથી. અહીં તો કહે છે ભેદથી પણ ( આત્મદ્રવ્ય ) ભિન્ન. છે ? નિવૃત્તિ-કર્મની નિવૃત્તિ થતાં થતાં જે સંયમલબ્ધિ પ્રાપ્ત થાય એનેય ભેદમાં ને અહીંયા તો રૂપીમાં નાખી દીધા છે. આહા ! એક કોર એમ કહેવું કે ભાઈ આ જ્ઞાનનો ક્ષયોપશમનો અંશ છે, એ પોતે તો નિરાવરણને અંશ છે શુદ્ધ છે, એ શુદ્ધ વધી વધીને કેવળ થાય એમ કહે છે, એક બાજુ ઈ કઈ અપેક્ષાએ, એ તો અંશ છે એ ચોખ્ખું છે એ અપેક્ષાએ, પણ અહીંયા તો જે અંશ, ભેદ છે. એ તો પર્યાયની નયથી કહી વાત, પણ ત્રિકાળી શાયકના સૂરમાં પૂરમાં—તેજમાં એ અંબાર રાગઆદિનો અંબાર, એમાં છે જ નહીં, – અને (જો ) હોય તો નીકળે નહીં, વીતરાગ માર્ગ અલૌકિક ભાઈ ! એમાં જૈનદર્શન- સમયસાર !! આહાહાહા ! પ્રવચનસારમાં એમ કહે કે શાની ગણધર હોય એને પણ રાગનું પરિણમન છે માટે એનો કર્તા ઈ છે. ( અહીંયા ) એને રૂપીને પુદ્ગલ કહ્યો. એય ! એ જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનનો સ્વભાવ સ્વ-૫૨ બધું જાણવું (છે ) એથી એની અપેક્ષા લઈને ત્યાં કહ્યું, આહીં તો કહ્યું કે રાગ છે એ રૂપી છે, ભેદ છે એ રૂપી છે એને જો આત્માના કહીશ (માનીશ ) તો આત્મા અચેતન ને રૂપી થઈ જશે. કઈ અપેક્ષાએ કથન (છે તે યથાર્થ સમજવું ) ભેદનું કથન આવ્યું નથી ? ( આવ્યું
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy