________________
ગાથા – ૬૩-૬૪
૨૬૫ છે) ૧૧ મી ગાથા, એક તો ભેદની –વ્યવહારની શ્રધ્ધા છે જીવોને, ભેદની ને વ્યવહારની પરસ્પર પ્રરૂપણા પણ કરે છે અને ભેદનું-વ્યવહારનું કથન જૈન-દર્શનમાં વીતરાગે પણ કર્યું ઘણું કર્યું છે, પણ એ ત્રણેયનું ફળ સંસાર છે. ગજબ વાત છે! આહાહાહા !
આ વાત ( અભિપ્રાય) ફેરવવો ભગવાન! સમજાણું કાંઈ. ?
અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ, આનંદ સ્વરૂપ પ્રભુ તેની દૃષ્ટિમાં આ ભાવ-બધાભાવ, રંગ, રાગને રૂપીને ભેદરૂપી અને પુદ્ગલના લક્ષણ કીધા. આવું છે. કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી. (કહે છે ) ભેદનું હસ્તાવલંબ જાણી, શાસ્ત્રમાં પણ ઘણું કથન આવે, ઘણું કથન, બહુ કથન આવે ! હવે આ વાત કરવા જાય ને એ સામે (વ્યવહારની વાત) ચર્ચામાં મૂકે! ભાઈ એ તો પર્યાયનયે અંદર રાગાદિ છે એ જણાવ્યું, પણ એના (આત્માના) સ્વરૂપમાં નથી એવી દૃષ્ટિ કરવી છે અભેદમાં! અને અભેદષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન નહીં થાય, એ દષ્ટિ વિના સમ્યગ્દર્શન થતું નથી.
આહાહા ! સમ્યગ્દર્શન, ત્રિકાળી ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ એકરૂપી ત્રિકાળીસ્વભાવ, એનો સ્વીકાર સત્યનો, એ સત્યના સ્વીકારમાં, પર્યાયનો સ્વીકાર નહીં, એટલે ભેદનો સ્વીકાર નહીં–રાગનો સ્વીકાર નહીં- નિમિત્તનો સ્વીકાર નહીં ત્યારે સમ્યગ્દર્શન થાય છે. આવી વાતું હવે ! અરે ! આહાહાહા !
એને એકાંત કહીને લોકો તરછોડી દે છે, આ રે! પ્રભુ આવી તારી અભેદ ચીજમાં એ (ભેદ) છે નહીં, તો (જે જેમાં) નથી એનો નકાર કરવો એ તો યર્થાથતા છે. એ તો શ્લોકમાં આવ્યું ને ! કે ભેદજ્ઞાન થયા પહેલાં રાગનો કર્તા માનો અજ્ઞાનભાવમાં! છે ને? કળશ? કઈ અપેક્ષા છે (સમજવું જોઈએ) પણ ભેદ, જ્ઞાન થતા તારી ચીજમાં (આત્મામાં) છે નહીં. આવી વાત છે. આકરું પડે ને મોંઘું પડે (તેથી કરીને) કાંઈ બીજી રીતે પલટી નખાય એને ? આનો અભ્યાસ કરવો જોઈએ પ્રભુ. અંદર ઝળહળ જ્યોતિ ચૈતન્ય (અભેદ બિરાજે છે.)
(સવારે) પાંચના પહેલે, પોણા પાંચે એક સ્વપ્ન આવ્યું જરીક, ત્યાં એક છોકરો ગૃહસ્થનો મોટો, ગૃહસ્થનો મોટો, ગૃહસ્થના ઘરે ઊતરેલા-મોટા-પૈસાવાળા કો'ક હતા, છોકરો નાનો, કીધું બાપુ જે આ આત્મા અંદર ચૈતન્ય પ્રકાશનું નૂર એ આત્મા હો? આજ પાંચ વાગ્યે અંદર ચૈતન્યનો પ્રકાશ ભગવાન તે આત્મા છે બાપુ! (છોકરો) દશ, બાર વરસનો કોઈ ગૃહસ્થનો હતો કીધું. આ શરીર-ફરીર નહિ હોં તું... બાળક હતો કીધું: ભાઈ ! બાપુ. બાપા ! જે આ શરીર છે ને એ (તું) નહીં, અંદર ચૈતન્યનો પ્રકાશનું નૂર એ આત્મા છે. ગમે ઈ કો'ક આવી ગયું હોય, કોઈક હતો ગૃહસ્થનો ત્યાં ઊતરેલા મોટા પૈસાવાળાનો ઈ છોકરો, આવ્યો ભાઈ ! અંદર ચૈતન્યના પ્રકાશનું નૂર છે- જાણે છે- જાણનાર... જાણનાર જાણનાર ચૈતન્ય તે આત્મા છે. (દેહ-શરીર) આ તો માટી ધૂળ છે.
આંહી તો રાગને પણ રૂપી અને પુદગલ કહી દીધું, અહીં તો ભેદને પણ રૂપીને અજીવને પુદ્ગલ રૂપી, અજીવ, અચેતન ને રૂપી-પુદ્ગલ (કીધા છે ) ભાઈ ! આ તો ત્રણલોકના નાથ સર્વલદેવ (તીર્થકર) પરમેશ્વર, સત્યની વાતને પ્રસિદ્ધ કરે છે. આત્મા પ્રસિદ્ધ ક્યારે થાય? કે તે રૂપી, ભેદને, અચૈતન્ય રાગથી ભિન્ન પડીને, અભેદની દૃષ્ટિ કરે ત્યારે પ્રસિદ્ધ થાય ! આહાહાહા !