________________
૨૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ નહીંતર તો રંગ, રાગ અને ભેદ, ત્રણેને અચેતન કહ્યા, અજીવ કહ્યા, રૂપી કહ્યા, અને પુગલ કહ્યા ! અરે રે પુગલદ્રવ્ય જ છે. રૂપીત્વથી લક્ષિત તો પુગલ દ્રવ્યજ છે. પુદ્ગલદ્રવ્ય જ છે એમ કહ્યું દેખો! હવે એ રાગ, ભેદને રંગ પુદ્ગલદ્રવ્યજ છે. છે ને? સામે પુસ્તક છે. ( શ્રોતા- એકાંત થઈ ગયું!) સમ્યક એકાંત છે ઈસમ્યકએકાંત છે એ. રાત્રે પ્રશ્ન હતો ને? સમ્યક એકાંત આવું છે, ત્યારે પર્યાયમાં રાગ અને અલ્પતા છે એનું જ્ઞાન થાય છે, એનું નામ અનેકાન્ત છે, પર્યાયમાં છે એવું જાણે છે નયના અધિકારમાં આવ્યું ને! આવો માર્ગ! સાંભળવામાં ઝીણો પડે! વસ્તુ તો આ રીતે છે અંદર.
જેના-ચૈતન્યના પ્રકાશમાં, ભેદ ને રાગનો ક્યાં સંભવ છે? રૂપીની વર્ણની તો વાત શું કરવી? રાગ અને ભેદનો પણ ત્યાં અવકાશ ક્યાં છે? અંદર (શ્રોતા:- ભેદવસ્તુમાં કેવી રીતે હોય) (એ બધું) પરમા-પરમાં, અત્યારે જ્યારે એ અભેદના નથી માટે ભેદ (આદિ) પરમાં એમ લઈ લીધું. રૂપી લઈ લીધું-પુગલમાં લઈ લીધું અચેતન કીધું! આવી વાત છે! ચોરાશીના અવતાર ઊતરી ગયા એમાંથી (આત્મામાંથી) જનમ-મરણ રહ્યા નહીં ત્યાં, કેમ કે રાગ-રંગ અને ભેદ પુદ્ગલમાં નાખી દીધા, પોતાના સ્વભાવમાં નથી, (એવા) પોતાના સ્વભાવની
જ્યાં દૃષ્ટિ થઈ, ભવનો અંત થઈ ગયો. જનમ-મરણનાં અવતાર અનંત તે બંધ થઈ ગયા! એ રાગ અને ભેદને પોતાના માનતો હતો, ત્યાં સુધી મિથ્યાત્વ હતું. અને ત્યાં સુધી, અનંત અનંત સંસારમાં રુલવાની (રખડવાની) એમાં ( મિથ્યાત્વમાં) શક્તિ હતી (પરંતુ ) જ્યારે આત્મા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, અભેદપ્રભુ આત્મા છે, એમા રંગ, રાગને ભેદ નથી, એને અચેતન – અજીવમાં નાખી દીધા, તો મારામાં (નિજાત્મામાં) છે જ નહીં, છે તો મારું સ્વરૂપ અભેદ છે. એવી જ્યાં દષ્ટિ થઈ, સંસારનો અભાવ થઈ ગયો! આવી સમ્યગ્દષ્ટિની કિંમત છે. એની તો ખબર ન મળે ને બાહ્ય ત્યાગ કર્યા ને આ કર્યાને ત્યાગી થયાને ! લોકો ય બચારા એ બાહ્યમાં પડ્યા છે! શું કરે એ લોકો? અંતરમાં આવા ભેદ, રંગ ને પણ જ્યાં ત્યાગ છે અને અભેદનું ગ્રહણ (આશ્રય) છે. એની કિંમત ન મળે ! છે? બીજો પુરૂષાર્થ છે ( લોકોને તો) શું થયું? અંતર અભેદમાં રહેવું એ પુરૂષાર્થ છે. (આહા !) એ જ પુરૂષાર્થ છે. અભેદ (આત્મા) જે દૃષ્ટિમાં આવ્યો ને એમાં લીન (એકાગ્ર) વિશેષ થવું એ ચારિત્ર છે. પણ પહેલાં સમ્યગ્દર્શનમાં શું છે, એની ખબર નથી ને ચારિત્ર તો ક્યાંથી થાય? ( આવો અભેદાત્મા) પ્રભુ! ખ્યાલમાં લેવો બહુ કઠણ છે. અંદર જ્ઞાનપ્રકાશનું પૂર- ચૈતન્યની ઝળહળ જ્યોતિ ધ્રુવ-અભેદ, એવી દૃષ્ટિ કરવાથી, ભેદને રંગને રાગ એ જુદા પડી જાય છે. એની (આત્માની) પર્યાયમાં પણ હોતા નથી. સમ્યગ્દર્શનની પર્યાયમાં પણ ( એ ત્રણે) આવતા નથી. આહાહા !
સમ્યગ્દર્શનની પર્યાયમાં તો ત્રિકાળી અભેદ (આત્મા) આવ્યો, એ સમ્યગ્દર્શનની પર્યાયમાં ભેદ, રંગને રાગ આવતા નથી પ્રભુ! (ત્યાગ થઈ ગયો ) આ કેવડો (કેટલો) ત્યાગ છે? એવા ત્યાગની કિંમત નહી ! દેવાનુપ્રિયા? અને બહારથી લૂગડા ફેરવ્યાં ને આ કર્યુ-કંઈક કરે, નગ્ન થઈ ગયા! કાંઈ ધુળેય નથી, બહારના ત્યાગ-ગ્રહણ આત્માના સ્વરૂપમાં છે જ નહીંને ! છે? વિકારનો ત્યાગ એ પણ સ્વરૂપમાં નથી, (એતો) જ્યાં સ્વરૂપની દૃષ્ટિ થાય છે એમાં (આત્મામાં) સ્થિરતા (એકાગ્રતા) થતાં, વિકાર ઉત્પન્ન જ થતો નથી તો એણે (રાગનો)