SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૩-૬૪ ૨૬૭ ત્યાગ કર્યો, એવું નામમાત્રથી કથન છે. કેમ કે જ્ઞાયકસ્વભાવ વિકારરૂપ થયો જ નથી, તો ત્યાગ કરવાનું ક્યાં રહે છે ત્યાં? (સમયસાર) ૩૪ ગાથામાં આવે છે કે આ જ્ઞાન (સ્વરૂપ ) આત્મા, રાગરૂપ થયો જ નથી, (રાગરૂપ) થયો જ નથી તો રાગનો ત્યાગ શી રીતે કરે? આહાહા! (આહા!) પોતાના જ્ઞાયકસ્વભાવમાં જ્યાં દૃષ્ટિ થઈ અને એમાં જ્યાં સ્થિર થયો તો એ રાગરૂપ થયો જ નહીં ને રાગ (ઉત્પન્ન) જ ન થયો, તો રાગનો ત્યાગ શી રીતે થયો? એય ! આવી વાતું છે. જ્યાં સમજાય એવું નથી ત્યાં ઘરે ન્યાં! આજ જવાના છે! એક એક લીટી અલૌકિક છે. આહાહા ! સમજાણું કાંઈ.? એ પ્રકારે પુદ્ગલદ્રવ્ય જ સ્વયં જીવ છે એમ થઈ ગયું. જો રાગ, રંગને ભેદને જીવની સાથે તાદામ્ય માનો, પુગલની સાથે (તાદામ્ય) છે એમ જીવની સાથે માનો તો પુગલ દ્રવ્ય જ સ્વયં જીવ છે, (એમ થયું!) ગજબ વાત છે ને! ભેદ અને રાગ ને રંગ, એ પુદ્ગલના લક્ષણ છે. રૂપી છે અજીવ છે-અચેતન છે-જડ છે, એને જો આત્મામાં જોડી દે તો આત્મા જડ થઈ જશેઆત્મા પુદ્ગલ થઈ જશે. અભેદ ભગવાન આત્મા, ભેદરૂપ થઈ ગયો ! આત્મા પુદ્ગલ થઈ ગયો, અભેદ ભગવાન (આત્મા) ભેદરૂપ થઈ ગયો! આહાહાહા! આ સમયસાર ! જેના પેટ ઉંડા બહું!! આહાહા ! એનાથી અતિરિક્ત બીજો કોઈ જીવ નથી, કેમ કે રાગ, ભેદને રંગ ને કેમ કે જ્યાં આત્માની સાથે તાદામ્ય (સંબંધે ) લીધા, તો પુદ્ગલ જ જીવ થઈ ગયો, જીવ તો ભિન્ન રહ્યો નહીં. ઝીણી વાત છે ભાઈ! આ કોઈ સાધારણ ગાથા નથી. આહાહાહા! ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ, એકલો ચૈતન્યરસ, સ્વપરપ્રકાશક સ્વભાવનો પિંડ! ત્રિકાળી હો, પર્યાયમાં એ છે એ વાત નહીં, એવો (અભેદ) ભગવાન આત્મા છે. એમાં ભેદ, રંગને રાગ છે જ નહીં, અને ભેદ, રંગ ને રાગ (તો) પુદ્ગલના અહીં કહ્યાં-રૂપી કહ્યો, એ-રૂપ આત્મા જો થઈ જાય તો આત્મા પુગલને રૂપી થઈ ગયો. (આહાહા!) આત્મા જે ભિન્ન-અરૂપી આનંદકંદ છે (એ તો રંગ, રાગ, ભેદરૂપ હોઈ તો જીવ રહ્યો નહીં. ધીરાના કામ છે ભાઈ ! કાંઈ ઉતાવળે આંબા પાકી જાય એવી ચીજ નથી આ. આહાહાહા ! અને સર્વોત્કૃષ્ટ વસ્તુ જ તું છે, આવ્યું'તું ને કાલે. આતમ પદાર્થ મહાપ્રભુ! સર્વોત્કૃષ્ટ જગતમાં જે સાર (રૂપ) છે તે તું જ છે. એવા આત્મામાં જો રાગને ભેદ અને રંગ લગાવી દે (જોડી દે) (તેથી તો) ભગવાન આત્મા, રૂપી અને અચેતન થઈ જાય, જીવપણું રહે નહીં. અરે રે! એ પ્રકારે પુગલદ્રવ્ય જ સ્વયં જીવ છે. પરંતુ એનાથી અતિરિકત(જુદો) બીજો કોઈ જીવ નથી રહેતો. એવું થવાથી–આમ થતાં મોક્ષ અવસ્થામાં હવે મોક્ષમાં, મોક્ષઅવસ્થામાં પણ પુગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે. ત્યાં (મોક્ષમાં) પણ પુદ્ગલ રહ્યાં ત્યાં, કારણકે પુગલની સાથે-રંગની સાથે (ભેદની સાથે ) અભેદ (જીવ) હતો, એને તું જીવ કહે છે તો મોક્ષ થયો ત્યાં પણ એ પુદ્ગલ રહ્યાં, જીવ તો ભિન્ન રહ્યો નહીં. આ સંસાર અવસ્થામાં પણ જો રૂપીત્વ જે પુદ્ગલનું લક્ષણ છે (એ) તારામાં (આત્મામાં) આવી જાય, તો એ આત્માનો મોક્ષ (થાય ત્યારે) મોક્ષમાં પણ એ (રંગ, રાગને ભેદ) આવે છે સાથે-સાથે, કારણકે તેઓ) તાદાભ્ય છે તો (જીવ તો) ભિન્ન રહેતો નથી. હવે જેમ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy