________________
૨૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ અત્યારે પુદ્ગલ થયા એવી રીતે મોક્ષ થયો તો પુદ્ગલ ત્યાં ગયાં ત્યાં. આહાહાહા ! અહીં મોક્ષ (અવસ્થા) કેમ કહી? કે અહીં (અત્યારે) સંસાર અવસ્થામાં એ રૂપી, રંગ, રાગને ભેદને પોતાના માને તો એનો જે તાદામ્ય સંબંધ (માને) તો એ તો આગળ જતા ત્યાં મોક્ષ જતાં પણ તાદાભ્ય સંબંધ (તેમનો) રહેશે, તો પુદ્ગલ જ ત્યાં રહેશે, ત્યાં આત્મા (જીવ) રહેશે નહીં. અહીં તો અવસ્થાનો વિચાર છે ને! મોક્ષની અવસ્થા એટલે? ઈ આંહી અત્યારે નહીં, અત્યારે તો સંસાર અવસ્થામાં પણ રાગ, રંગને ભેદ જે પુદ્ગલ લક્ષણ છે એને આત્મામાં લગાવી દે (તાદાભ્ય સંબંધે) સંસાર અવસ્થામાં, તો તેઓ મોક્ષ અવસ્થા પ્રગટ કરે તેનો મોક્ષ થાય છે. તો એ અવસ્થા પ્રગટ કરે ત્યારે મોક્ષ થાય છે એ તો ત્યાં ત્યાં રહી ગયા, એ સ્થિતિમાં એમ સંસારઅવસ્થામાં જ્યાં તાદાભ્ય છે તો આગળ જતા પણ તાદામ્ય ત્યાં રહેશે જ. આ સંસારઅવસ્થા અને મોક્ષ અવસ્થા બેની અપેક્ષાએ વાત લેવી છે. તદ્દન મોક્ષઅવસ્થા નિર્મળ એ આંહી વાત નહીં. ન સમજવી.
આંહી તો તું કહે કે સંસારદશામાં –અવસ્થામાં, દ્રવ્ય-ગુણમાં તો નહીં ભલે ! પણ સંસારની મલિન અવસ્થામાં એ આત્મા રંગને રાગને ભેદથી તન્મય છે, તો તો તન્મયપણા (રંગ-રાગ-ભેદનું) તો એ પુદ્ગલનાં લક્ષણ છે. ( જો એમ માને તો) સંસાર અવસ્થામાં આત્મા, રૂપી-પુદ્ગલ થઈ ગયો! અને સંસાર અવસ્થા પલટીને જ્યારે તું એમ કહે છે મોક્ષ થશે, તો મોક્ષ એનો થશે તો ત્યાં પણ પુદ્ગલ જ રહેશે. એમ કહે છે. સમજાણું કાંઈ. ? આ તો બે અવસ્થાની અપેક્ષાએ વાત છે. હોં? મોક્ષ નિર્મળ અવસ્થા એ અત્યારે અહીં વાત નથી.
આહાહા ! શું કહે છે? અહીં તો બે અવસ્થાની સાથે (સરખામણી) મિલાન કરી (કહ્યું) છે. કે એક આ અવસ્થામાં પણ જો રાગ-રંગને ભેદ તારો છે- તન્મય તાદાભ્ય લક્ષણે તો તે રૂપી થઈ ગયો (આત્મા) હવે તું એમ કહે છે (માને છે) કે આ (સંસાર) અવસ્થામાં એકમેક (આત્મા એ ભેદથી) છે એમ બીજી મોક્ષ અવસ્થા થશે ત્યાં પણ એકમેક (તરૂપ આત્મા) રહેશે. મોક્ષ –અહીંયા નિર્મળ એ અત્યારે વાત નથી. આહાહા ! સમજાણું કાંઈ ? શું આચાર્ય ગજબ કામ કર્યા છે ને! દિગમ્બર સંતોએ, કેવળજ્ઞાનીના બધા કક્કા ઘુંટાવ્યા છે. “ક” એટલે આત્મા થાય છે હો ! “ક” “ક” “ક” એટલે આત્મા, આ આત્મા ! એ જો રાગ અને રંગ સાથે (ભેદ સાથે) એ અભેદ થઈ જાય તો આત્મા રહે નહીં! આહાહાહા ! તેથી અન્ય ( ભિન્ન) કોઈ જીવ સિદ્ધ થશે નહીં. એ તો જો કોઈ સંસાર અવસ્થામાં પણ-દશામાં-અવસ્થામાં પણ વિકાર અવસ્થામાં પણ વિકાર-રંગ, રાગને ભેદ જીવના ત્રિકાળ સાથે (તાદાભ્ય) માની લે તો આત્મા અત્યારે અહીંયા રૂપી થઈ ગયો ! અને એ આત્મા આગળ જ્યાં જાય, ત્યાં રૂપીને રૂપી રહેશે. મોક્ષ-નિર્મળ થઈ જાય એ પ્રશ્ન અત્યારે નથી સમજાણું કાંઈ ?
- તારો આત્મા સંસાર અવસ્થામાં, ભેદ-રંગને રાગરૂપ, એ આત્મા રહ્યો! તો આત્મા રૂપી થયો અને એ જ રૂપીપણું એમાં તાદાભ્ય છે તો આગળ તાદાભ્યપણું રૂપીપણું રહેશે, ત્યાં! સમજાણું કાંઈ? તારી મોક્ષદશા પણ આ રૂપીની થઈ ગઈ. આહાહા! સમજાણું કાંઈ? મોક્ષ એટલે આ નિર્મળ મોક્ષ અવસ્થા ઈ આંહી પ્રશ્ન નથી. અહીંયા તો આ બે અવસ્થાઓની સાથે મિલાન (સરખામણી) કરવી છે.