________________
ગાથા
૬૩-૬૪
૨૬૯
કે ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં તો છે નહીં, પણ સંસાર અવસ્થામાં તું રૂપીપણું- રાગ, રંગને પોતાના માને તો તો આત્મા વર્તમાન રૂપી થયો, ભિન્ન તો રહ્યો નહીં. તો એ જ રૂપી આગળ જતા પણ રૂપીપણું જ રહેશે, ત્યાં અરૂપી આત્મા, ભિન્ન તો રહ્યો નહીં, આ તો અવસ્થા, બે અવસ્થાની અપેક્ષાએ વાત કરી છે. સમજાણું કાંઈ.... ? હવે આવો ઉપદેશ, હવે ( એને ) પકડતા વાર લાગે એવો ઉપદેશ ભાઈ ! માર્ગ આવો છે. આહાહા !
વસ્તુમાં તો છે નહીં, દ્રવ્ય ગુણમાં તો છે નહીં ભલે ! એમ તું કહે છે પણ પર્યાયમાં તો છે ને રાગને રંગ ને ભેદ, સંસારદશામાં, તો રાગ ને રંગ સંસાર અવસ્થામાં છે. તો તો ( એમ માનવાથી ) આત્મા રૂપી થયો, ભિન્ન ચૈતન્ય ( અરૂપી ) તો રહ્યો નહીં, ને એ જ મોક્ષમાં જાય છે તો રૂપી ત્યાં રહ્યો ! આત્મા ( અરૂપી ) તો રહ્યો નહીં, પુદ્ગલનો મોક્ષ થયો ! પુદ્ગલનો મોક્ષ શું ? પુદ્ગલ રહ્યું ત્યાં.... ભારે કઠણ વાત, ગજબની વાત છે ! એક એક શ્લોક ! દિગમ્બર સંતો, કેવળજ્ઞાનના કેડાયતો છે, કેવળજ્ઞાનના ( આહા ! ) કેવળજ્ઞાનને ઘુંટાવે છે. કેવળજ્ઞાનના વિરહ ભૂલાવી દીધા છે. એ સર્વશ૫૨માત્માને શું કહેવું હતું એ સંતોએ કહી દીધું, આવી વાત પ્રભુ ક્યાં છે, બીજે તો નથી પણ અત્યારે જૈન સંપ્રદાય નામ ધરાવે છે દિગમ્બર એમાંય આ વાત નથી. ત્યાં તો બસ આ ત્યાગ કરોને વ્રત પાળો, ભક્તિ કરો, ત્યાગ કર્યો ( તેથી ) પંચમહાવ્રત આવી ગયા ને પંચમહાવ્રત એ ધર્મ છે. ને એવા શુભભાવથી સંવ૨-નિર્જરા થાય છે, લ્યો !
આવ્યું હતું ને હમણાં શ્રુતસાગરનું-શ્રુતસાગર સાધુ છે ને એ દિગમ્બર ! શુભભાવ અનિયતિમાં શુભભાવથી નિર્જરા થાય છે, તો પછી આગળમાં શુભભાવથી નિર્જરા કેમ ન થાય ? અરેરે પ્રભુ ! શું કરે છે ભાઈ ? ( અહીંયા તો) શુભભાવને પુદ્ગલ કહ્યા-રૂપી કહ્યાઅચેતન કહ્યા અજીવ કહ્યા. એનાથી સંવર નિર્જરા થાય છે ? નિર્જરા થાય છે? એનાથી ભિન્ન થઈને પોતાના શાયક સ્વભાવને દૃષ્ટિમાં લીધો તો શાયકરૂપ પરિણતિ થઈ એ સંવર નિર્જરા છે. આકરી વાત છે. કારતક સુદ-૧૫ (પુનમ ) વીતી ગઈ, અનંતી વીતી ગઈ ! આહાહા !
ઓહોહો ! ( આચાર્યદેવ ) ટીકા કરતા હશે જ્યારે એની, જે વિકલ્પ આવ્યો છે એ પણ મારો નથી. પુદ્ગલની સાથે ( એનો તાદાત્મ્ય ) સંબંધ છે. ટીકાની ક્રિયાનો હું કર્તા નથી. વિકલ્પ આવ્યો તેને પુદ્ગલની સાથે સંબંધ છે. અનિયતિમાં મારો સંબંધ છે જ નહીં તો એનાથી ભિન્ન ૨હીને એને જાણું-જાણવાવાળો છું અને પર્યાયમાં ભેદ પડે છે. મતિ-શ્રુત-અવધિ ને મન:પર્યય ભેદ આદિ છે એનો હું જાણવાવાળો છું. મારામાં ભેદ નથી. નિમિત્તને જાણવાવાળો ભેદને જાણવાવાળો જેને જાણું એ-રૂપ હું નથી. ભેદને જાણું-રાગને જાણું-નિમિત્તને જાણું, ( પણ ) એ– રૂપ હું નથી. કહો દેવીલાલજી ? આવી વાત છે, તમારે ત્યાં છે સ્થાનકવાસીમાં ? ( શ્રોતાઃ– હિંદુસ્તાનમાં નથી ) સ્થાનકવાસી હતાને પહેલાં, આ તો દૃષ્ટાંત ! દેવાનુંપ્રિયા ! અરે આ ક્યાં હતું (તત્ત્વ ) ભાઈ ! ભેદજ્ઞાન કરાવવાની કળા ! અલૌકિક આ છે.
આહાહા ! ભેદથી, રંગથી, રાગથી ભિન્ન. અભેદ, અરંગીને અરાગી પ્રભુ, એવા ચૈતન્યદ્રવ્યની દૃષ્ટિ-આવા આત્માની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યક્– યથાર્થ છે પણ રાગ અને એની સાથે આત્મા છે, એવી દૃષ્ટિ કરવી તો એ દૃષ્ટિ મિથ્યાત્વ છે.
( હવે કહે છે ) પરંતુ એનાથી અતિરિક્ત-અન્ય કોઈ જીવ રહ્યો નહીં, કેમ કે સદા પોતાના