________________
૨૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૩ સ્વલક્ષણથી લક્ષિત –શું કહે છે? કે રાગ, રંગને ભેદ જો આત્માના છે તો એ સદા પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય છે- બધી અવસ્થાઓમાં હાનિ ને ઘસારો નથી પામતું! શું કહે છે? કે રાગ-ભેદને રંગ પોતાની સાથે (આત્માની સાથે ) નું લક્ષણ હોય તો, એ લક્ષણ (આત્માનું) તો ઘસારો કોઈપણ અવસ્થામાં નથી થતો ને હાનિ નથી પામતું ને ઘસારો નથી થતો, એ તો એવો ને એવો રહે છે. બહુ વાત ફેરવી છે. આહાહાહા ! શું કહે છે? ભગવાન આત્મા જ્ઞાયકભાવ જે ચૈતન્ય રસકંદ છે, એની સાથે રાગ, ભેદને રંગનું જો તાદામ્ય (સંબંધ) માની લે તો દ્રવ્યને લક્ષણથી લક્ષિત થયું અને એ લક્ષણનો કોઈ પણ વખતે ઘસારો ને ધટાડો (વધઘટ) થતા નથી. (શ્રોતા- સિદ્ધાંત બરાબર છે) સદા પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય ! વાહ! ગજબ કરી છે તે વાત. પ્રભુ આત્માને તું રાગવાળો માન, મેદવાળો માન, રંગવાળો માન તો એ લક્ષણ તો તારા (આત્મ) દ્રવ્યનું થયું. તો એ લક્ષણ આવ્યા એ ક્યારેય હાનિઘસારો ને ધટાડો પામતા નથી. અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંત, હજાર વર્ષ પહેલાં થયા, આ ટીકા (રચના થઈ ) અમૃત રેડયા છે.
જેનુ લક્ષણ જે છે ત્રિકાળ, રાગને રંગવાળો આત્મા તારો (માનીશ) તો રંગ, રાગને ભેદ તારા આત્માનું લક્ષણ થશે ને ત્રિકાળ રહેશે. કોઈ દિ' હાનિ ને ઘસારો એમાં માનીશ તો આત્મા તારો રહેશે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૩૭ ગાથા- ૬૩ થી ૬૭ તા.૧૬-૧૧-૭૮ ગુરુવાર કારતક વદ-૨
જીવ-અજીવ અધિકાર છે ને ! જીવ અહીં કોને કહેવામાં આવે, એ વાત છે. જીવ તો અનંત અનંત ગુણોથી અભેદ એ જીવ ! એમાં જેટલા રંગ, રાગને ભેદ (એ) ત્રણમાં કહી દીધું છે. ભાઈએ લઈ લીધું છે હુકમચંદજી, (એના કાવ્યમાં કહ્યું) રંગ ને રાગ ને ભેદથી ભિન્ન, એ આમાંથી (આ ગાથાઓમાંથી) કાઢયું. રંગમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, વાણી, મન, કર્મ એ બધું અને રાગમાં શુભાશુભરાગ એ આવ્યું. અધ્યવસાય વગેરે અને ભેદમાં નિમિત્તના લક્ષે (જે) ભેદ પડે છે અંદર, ત્યાં લબ્ધિસ્થાન કીધાં ને ! એ ભેદથી પણ નિરાળી ચીજ છે, જીવ એને કહીએ કે જે ભેદથી (પણ) ભિન્ન છે. રાગથી ભિન્ન, રંગથી ભિન્ન (એ જીવ છે.)
જો એમ માનવામાં આવે કે સંસાર –અવસ્થામાં જીવની સાથે રંગ-રાગાદિ ભેદ સાથે તાદાભ્ય સંબંધ છે, એમ કોઈ કહે તો જીવ મૂર્તિક થયો, કેમ? રંગ, રાગ ને ભેદ બધું મૂર્ત છે. એમ કહે છે. અહીંયાં તો! પુદ્ગલ કહેવા છે ને! જીવ તો મૂર્તિક થયો અને મૂર્તિકપણું તો પુલ દ્રવ્યનું લક્ષણ છે. જો આત્માને (જીવને ) રંગવાળો, રાગવાળો, ભેજવાળો માનો, તો એ લક્ષણ તો પુદ્ગલનું છે. તો જીવ મૂર્તિક લક્ષણવાળો થયો-તો આત્મા મૂર્તિક થઈ જાય છે. બહુ સૂક્ષ્મ વાત કરી છે. ભેદ પણ મૂર્તિ છે એમ કહે છે. રાગ તો ભેદ દયા-દાન-વ્રત આદિનો વિકલ્પ છે. એ તો પુદ્ગલ છે મૂર્તિક છે રૂપી છે. અજીવ છે. એનાથી જીવ તો ભિન્ન છે. એને જો મૂર્તિક કહો તો મૂર્તિક લક્ષણ તો પુગલદ્રવ્યનું છે. એટલા માટે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય જ થયું, એનાથી અતિરિક્ત ( ભિન્ન) કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય રહ્યું નહીં મૂર્તિકથી ભિન્ન કોઈ અરૂપી-અભેદ-ચૈતન્ય તત્ત્વ