________________
ગાથા – ૬૩-૬૪
૨૭૧ રહ્યું નહીં. આહાહા !
આંહી તો હજી રાગના વિકલ્પો-દયા-દાન, એને પોતાના માને! અહીં તો ત્યાં સુધી કાલ તો આવ્યું'તું સૂક્ષ્મ! બેનની વાણીમાં નહીં ? શેયનિમગ્ન !ભાષા જુઓ એમની! શાસ્ત્રજ્ઞાન એ પરશેય છે એ કોઈ વસ્તુ-સ્વજોય નથી. એને પણ અહીંયા તો મૂર્ત કહીને પુદ્ગલનું લક્ષણ કહ્યું (છે.) ભગવાન આત્મા તો અખંડ-અભેદ–જેમાં ગુણભેદેય નહીં, પર્યાય ભેદેય નહીં, રાગને રંગની તો વાતે ય શું કરવી? કહે છે. એવો, જીવ તો અમૂર્ત પ્રભુ આત્મા (અભેદાત્મા )
એને ભેદ અને રંગ-રાગવાળો માનવો તો તો રંગ, રાગ, (ભેદ) એ તો મૂર્તિકનું સ્વરૂપ છે, પુદ્ગલનું લક્ષણ છે, એ તો પુદ્ગલ થઈ ગયો આત્મા! સૂક્ષ્મ, ભાઈરે... એક બાજુ એમ કહેવું કે રાગ-દ્વેષ આદિ પર્યાય છે પોતાની-જીવમાં છે, નિશ્ચયથી જીવમાં છે એમ કહ્યું “પ્રવચનસારમાં એ પર્યાયને સિદ્ધ કરવી છે, શેયના આત્માની પર્યાયમાં એની વાત છે, એ (પર્યાય) સિદ્ધ કરવા માટે, અહીં તો ત્રિકાળીસ્વભાવ સિદ્ધ કરવો છે. આહાહા ! સમજાણું કાંઈ?
જે દૃષ્ટિનો વિષય જે અભેદ ચૈતન્ય, એ અહીં સિદ્ધ કરવો છે. તેથી તે કારણે જે મૂર્તિક પુદ્ગલનું લક્ષણ છે. એ જો જીવમાં આવી જાય તો જીવ તો ચૈતન્યદ્રવ્ય રહ્યું નહીં. મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો!
ભેદને રાગ, રંગ એ જો આત્માના થઈ જાય તો તે મૂર્તિક છે, તો તો મોક્ષમાં પણ એ રહ્યાં, આવી વાત છે. અન્ય કોઈ ચૈતન્ય (સ્વરૂપ) જીવ ન રહ્યો, આ પ્રકારે સંસાર અને મોક્ષમાં, પુદ્ગલથી ભિન્ન એવો કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. (તેથી) જીવનો અભાવ થઈ જશે. રાગ, ભેદને રંગ આદિ સંહનન આદિ જો આત્માના છે એમ માનો તો આત્માનો તો અભાવ થઈ જશે!
(આહાહા!) આત્મા તો અભેદ ચૈતન્યમૂર્તિ ભગવાન છે, એનો તો અભાવ જ થશે. કેવી વાત કરી જુઓને ! હવે અત્યારે તો એમ કહે કે વ્યવહારનયનો જે રાગાદિ છે એનું આચરણ કરવાથી અનુગ્રહ–આત્માને લાભ થાય છે. ઘણોફેર. ગૌતમ સ્વામીએ પણ વ્યવહારથી એમ કહ્યું છે એમ કહે, પણ એ તો ભેદથી સમજાવ્યું છે. એવું કહ્યું એથી કરીને, (એના) આશ્રયથી લાભ થાય ને ધર્મ થાય એમ કહ્યું છે? વ્યવહારથી સમજાવ્યું, બીજા (ન સમજે) તેને ભેદથી સમજાવ્યું છે. જયધવલમાં ત્યાં ચિહન તો પહેલેથી કર્યું છે, તે દિ'વાચ્યું, તે દિ' ત્યાં એક મેં કર્યું છે. એ તો ભેદથી સમજાવ્યા વિના, શિષ્યને સમજણમાં આવતું નથી. એ અપેક્ષાએ (ભેદથી) સમજાવ્યો, પણ એ ભેદ છે એ આશ્રય કરવાલાયક છે ને આત્માની ચીજ છે, એવું નથી. ભેદને તો અહીંયા પુગલમાં નાખી દીધા (કહી દીધા) આત્મામાં (સદા) રહેતા નથી, અભેદ એકલી રહેલી છે ચીજ (આત્મા) લોકો કંઈક કંઈક ગરબડમાં અટકી ગયા, કોઈ કાંઈક, કોઈક કાંઈ, કોઈક કાંઈ. આહાહાહા !
ભગવાન આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ પ્રભુ, એમા તો રંગ નહીં, રાગ નહીં ને ભેદ નહીં, એને અહીં આત્મા કહે છે અને એવો (અભેદ) આત્મા સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા ! આ પ્રકારે સંસાર-મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન, એવો કોઈ ચૈતન્યરૂપ જીવ દ્રવ્ય તો ન રહેવાથી, જીવનો અભાવ થઈ જશે-થઈ જાય, થઈ જાય, થઈ જશે એમ નથી કીધું. એટલા માટે માત્ર સંસાર