________________
૨૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ અવસ્થામાં જ રંગ, રાગને ભેદભાવ જીવના છે, એવું માનવાથી પણ જીવનો અભાવ થઈ જાય છે. ઝીણી વાત બહુ ભાઈ ! આહાહા ! આવો ચૈતન્ય સ્વભાવ, એને પકડવાથી તો સૂક્ષ્મ ઉપયોગ ઘણો થાય છે. સ્થૂળ ઉપયોગથી એ જાણવામાં આવતો નથી. ઘણો સૂક્ષ્મ (ઉપયોગ થાય) સૂક્ષ્મ તો ઠીક છે પણ મતિજ્ઞાનનો ઉપયોગ તો આમ બહારમાં, પરમાં જાય છે પણ ઇ નહીં, અહીંયા તો જે ઉપયોગ પોતાને પકડે એ ઉપયોગ સૂક્ષ્મ છે. આહા! સમજાણું કાંઈ?
આહાહા! રંગ ને રાગ ને ભેદ વિનાની ચીજ પ્રભુ, એને પકડનારો ઉપયોગ સૂક્ષ્મ ઘણો છે, એ વિના આત્મા પકડવામાં આવતો નથી. સમ્યગ્દર્શન થાય છે(ત્યારે) સૂક્ષ્મ ઉપયોગ જ્યારે અંદરમાં જાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. આહાહા! એવી વાત છે ભાઈ !
દેહની ક્રિયા, વાણીની ક્રિયા એ તો જડ છે એ જડની ક્રિયા આત્મા કરે છે એમ માનવું તો આત્મા જડ થઈ ગયો ! અને રાગ એ પણ જડ અને અજીવ છે, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાજાત્રાના ભાવ રાગ એ તો અજીવ છે, એ અજીવ આત્માનાં થઈ જાય તો આત્મા અજીવ થઈ જાય ! સમજાણું કાંઈ ? એવી રીતે ભેદજ્ઞાનની પર્યાયના ભેદ, દર્શનની પર્યાયના ભેદ, ચારિત્ર પર્યાયના ભેદ એ ભેદ પણ પોતાનું સ્વરૂપ નથી. જો છે તો ભેદ, તો તો કાયમ રહેવાવાળા આત્મામાં (કાયમ) રહેશે, તો સિદ્ધમાં તો એ (ભેદ) છે નહીં.
(કહે છે) જો સંસાર-અવસ્થામાં (રંગ, રાગ, ભેદ) છે એમ કહો તો સંસાર અવસ્થામાં ભેદ આદિ છે તો એ) પુદ્ગલદ્રવ્ય છે, એવું કહ્યું તો એ ભેદ પુદ્ગલ આત્માના છે તો તો એ પુદ્ગલસહિત મોક્ષમાં પુદ્ગલ રહેશે. (પુદ્ગલનો મોક્ષ થશે.) આવી વાતું છે, ઝીણી વાત બહુ ભાઈ ! આ તો સાધારણ ભાષા, એ બહુ સાદી (ભાષામાં) છે. ઈ ત્રણ શબ્દ ભાઈએ કાઢયા
(કહ્યાને) ઈ આમાંથી (આ ગાથાઓમાંથી) કહ્યા છે. રંગ, રાગ ને ભેદથી ભિન્ન-નિરાલા છું. બહુ ક્ષયોપશમ ઘણો છે એનો, ભાઈહુકમચંદજી છતાં આમ માણસ નિર્માન છે ને ! ઘમંડ રહિત ! આહાહાહા !
આત્મા જે છે એને જાણવો એનું (નામ) સમ્યગ્દર્શન ! તો એ આત્મા કેવો છે? હજી તો પ્રથમ સમ્યગ્દર્શનની વાત છે, ધર્મ-ચારિત્ર- ચારિત્ર તો પછી દૂર રહી ગયું. અહીં તો પ્રથમ સમ્યગ્દર્શન થાય છે તો ક્યા પ્રકારથી થાય છે? કે સમ્યગ્દર્શનનો વિષય અભેદ-ચૈતન્યમાં ભેદ નહીં–રંગ નહીં–રાગ નહીં. રંગ રહિત, રાગ રહિત, ભેદ રહિત ! આહાહાહા ! રંગ સહિત, રાગ સહિત, ભેદ સહિત એ પુદ્ગલ છે, ( સહિતને રહિત) અરે, એને ઘણું ધારું થવું પડશે ભાઈ ! શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ રૂપી છે ખરેખર, એ પુદ્ગલ છે એમ કહે છે આંહી તો, એય ? આહાહાહા ! જો પોતાનું જ્ઞાન હોય તો તો સાથે આનંદ આવે છે. આ શાસ્ત્રનું જ્ઞાન તો પુદ્ગલ છે-દુઃખ છે.
શાસ્ત્રનું જ્ઞાન,દેવ-ગુસ્મશાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વની શ્રદ્ધા, પંચમહાવ્રતનો (શુભરાગ), છ કાયની દયા લીધી પણ એનો અર્થ પંચમહાવ્રતના ભાવ બધુંય પુદ્ગલ છે. એ (ભાવો) જો આત્મા થઈ જાય, તો આત્મા પુદ્ગલ થઈ જાય ! બહુ ગજબ વાત કરી છે. યથાર્થ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. (શ્રોતા – શાસ્ત્રમાં તો આવે છે કે ભગવાન સોના, કંચન વર્ણન) શાસ્ત્રમાં તો એ આવે છે (પણ) એ વસ્તુ નથી માટે એ તો શરીરના વખાણ છે. ત્યાં લીધું છે (નિશ્ચયસ્તુતિમાં)