________________
ગાથા – ૬૩-૬૪
૨૭૩ એથી એ તો આત્મા (ની સ્તુતિ) નથી. રાજાની ઋદ્ધિ આદિના વખાણ થાય, એ રાજાના નહીંએમ સ્તુતિમાં તો આવ્યું છે, (નિશ્ચય) સ્તુતિ-સ્તુતિ આવ્યું ને! આ જડઇન્દ્રિયો અને ભાવેન્દ્રિયો અને ભગવાનની વાણી ને ભગવાન, એ બધાને ઈન્દ્રિયમાં નાખી દીધા છે. આહાહાહા ! અને વાણીથી જે જ્ઞાન થયું પોતાની પર્યાયમાં, એ પણ ઇન્દ્રિય છે. ગજબ વાત છે! એ પણ અહીં તો પુદ્ગલ કહી દીધા છે. ભાઈ ? એમ માનવાથી તો જીવનો અભાવ થઈ જાય છે, શાસ્ત્રનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન, એમ(માનનારને) માનવાથી જીવનો અભાવ થઈ જાય છે. આહાહા ! દયાદાન-વ્રત-ભક્તિના ભાવ એ જીવના ( આત્માના) ભાવ છે તો (તેવી માન્યતાથી) જીવનો અભાવ થઈ જશે. માર્ગણા (સ્થાન) લીધું ને ! જ્ઞાન માર્ગણા, દર્શન માર્ગણા, સંયમ માર્ગણા, એવી માર્ગણામાં (આત્માને) શોધવાથી, તો પર્યાયમાં છે એ માર્ગણા, (પરંતુ માણાના ભેદ) એ પુદ્ગલ પરિણામ છે. એમ કહે છે. જ્ઞાનના પાંચ ભેદ ત્રણ અજ્ઞાનના એ (આઠ) ભેદ ઉપર લક્ષ જશે તો રાગ થશે, એ (રાગ) પુદ્ગલની અવસ્થા એમ દર્શન (ના ભેદ) સમ્યગ્દર્શન, ક્ષાયિકદર્શન, ઉપશમદર્શન, ક્ષયોપશમ એવા ભેદ એને કહે છે. પુદ્ગલનાં પરિણામ ! આહા! આ ત્રણમાં રંગ, રાગને ભેદમાં તો ઘણું સમાડી દીધું છે. સંતોની ગંભીર ભાષા, ઘણી ગૂઢ! ગૂઢ! આહાહાહા ! યથાર્થ !
આવું “ જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે.” કહ્યું છે? આત્મા ચૈતન્યસ્વરૂપ દ્રવ્ય છે, એના તરફનો અનુભવ કરતાં પર્યાયમાં સામાન્યપણું એટલે શેયોના આકારના ભેદથી ખંડ થાય છે, તે ખંડ ન થતાં, જ્ઞાનાકારનો જ્ઞાનસ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય, તેને જ્ઞાનનો અનુભવ, તેને જૈનશાસન તેને સમકિત અને સમ્યજ્ઞાન કહે છે. આહા...હા...! આટલું બધું...! છે ને .. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે...” જ્ઞાનમાત્રનો અનુભવ કરતાં, સંયોગી ચીજથી લક્ષ છોડી અને અંદર દયા, દાન કે વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ તેનું પણ લક્ષ છોડી, એક સમયની પર્યાયને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તરફ ઝુકાવતાં, પર્યાયમાં સામાન્ય જ્ઞાન એટલે કે પર શેયના આકારનો મિશ્રભાવ ન આવતાં, એકલો જ્ઞાનનો ભાવ આવે, એને અહીંયા સામાન્ય જ્ઞાન કહે છે. આહાહા..! એ સામાન્ય જ્ઞાનનો અનુભવ આવવો એનું નામ જૈનશાસન, જૈનધર્મ, અનુભૂતિ અને મોક્ષમાર્ગની શરૂઆત ત્યારથી થાય છે. સમજાય છે? ઝીણી વાત છે! આહા..હા..! (સમયસાર દોહન - પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૬૯-૧૭0)