________________
શ્લોક – ૩૩ કર્યો છે. પાર્ષદાન જીવ અજીવના સ્વાંગને જોનારા ગણધરો આદિ મહાપુરુષો “જીવ અજીવ વિવેક પુષ્કળ દશા” જીવ અજીવનો ભેદ દેખનારી, અતિ ઉજ્જવળ નિર્દોષ દષ્ટિ વડે. આહાહાહા !
ભગવાન ચૈતન્ય સ્વરૂપ એ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, એમ બતાવતું અને રાગાદિ શરીરાદિ અજીવ સ્વરૂપ છે એમ જ્ઞાન બતાવતું, ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દષ્ટિ વડે. ચૈતન્ય સ્વભાવની જ્યાં દષ્ટિ થઈ ઉજ્જવળ દૃષ્ટિ થઈ, નિર્મળ થઈ. નિજ નિધાનને જોવાની જે દૃષ્ટિ, એ ઉજ્જવળ છે. નિર્દોષ દૃષ્ટિ વડે “પ્રત્યાયત” ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. એ
જ્યાં જ્ઞાન અંદરથી રાગથી ભિન્ન પડીને (સમ્યક) થયું તે આત્માને ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. રાગ ને શરીરથી ભગવાન ભિન્ન છે તેમ એ જ્ઞાન બતાવી રહ્યું છે. આહાહાહા !
આસંસાર નિબદ્ધ, બંધન, વિધિધ્વસાત” આ સંસાર એટલે અનાદિ સંસાર એમ ‘આ’ છે ને? અનાદિ સંસાર જેમનું બંધન દઢ બંધાયું છે, જ્ઞાનાવરણી આદિ કર્મ અને ભાવકર્મ જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી, ભાવકર્મને દ્રવ્યકર્મના નાશથી, ભગવાન આત્મા આઠેય કર્મથી રહિત અને આઠેય કર્મના નિમિત્તથી થતા ભાવોથી પણ રહિત, એવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરતું જ્ઞાન આનંદ સહિત પ્રગટ થાય છે. ભલે અહીંયા નીચે હો, પણ એ આઠ કર્મ ને ભાવથી ભિન્ન જ છે એ. જેનો જ્ઞાયક સ્વભાવ આનંદ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ એ તો આઠ કર્મથી અને કર્મના નિમિત્તના ભાવકભાવથી અત્યારે ભિન્ન છે. આઠ કર્મ રહિત થઈ જાય ત્યારે સિદ્ધ થાય એ તો વળી પર્યાયની વાત છે. આહાહાહા!
આઠેય કર્મનું અજીવપણું એ જીવદ્રવ્યના સ્વભાવમાં તેનો અભાવ છે. એ આઠેય કર્મથી ભિન્ન ભગવાન અને તેના નિમિત્તે થતા વિપરીત ભાવ, તેનાથી ભિન્ન, તેને નાશ કરતું વિધિ એટલે કર્મ “નિબદ્ધ બંધન વિધિ ધ્વસાત”એ આઠ કર્મ અને તેના નિમિત્તે થતા વિકારી ભાવો દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મ બધું, તેના નાશથી વિશુદ્ધ થયું છે. જ્ઞાન એટલે આત્મા. આઠેય કર્મ છે અજીવ એનાથી ભિન્ન ભાવકર્મ છે, વિકૃત એનાથી ભિન્ન, એનું ભાન કરીને તેને નાશ કરતું, છે ને? ધ્વસાધ્વસાત્ ધ્વંસ કરીને થઈ જાય પણ શૈલી તો આમ જ હોય ને, સ્વભાવ સન્મુખ થાય છે એટલે વિકાર અને કર્મ બેય જુદા પડી જાય છે. એને નાશ કરે છે એમ કહેવામાં આવે છે. આહાહાહા !
સ્કુટમ્” ફૂટ થયું થયું. ફૂલની કળી ખીલે તેમ વિકાસ ખીલ્યો છે. કળી જેમ ખીલે, લાખ પાંખડીનું ગુલાબ જેમ ખીલી ઊઠે એમ ભગવાન અનંત ગુણના ગુલાબજળથી પર્યાયમાં ખીલી નીકળ્યો છે. અનંત ગુણોનો વિકાસ થઈ ગયો છે. સમ્યગ્દર્શનમાં પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ ગયો છે. “સર્વ ગુણાંશ તે સમકિત” એમ કીધું છે ને. સ્કુટમ્સ્કૂ ટ થયું થયું પ્રગટ થયું થયું એમ-જે શક્તિરૂપે છે. ભગવાન આનંદ ને જ્ઞાન આદિની શક્તિ સ્વભાવના સામર્થ્યરૂપે છે, એ પર્યાયમાં પ્રગટ થયો. આહાહાહા !
વળી તે કેવું છે? “આત્મ-આરામમ્” જેનું રમવાનું ક્રીડાવન આત્મા છે. જ્ઞાનનું કહે છે કે જે ભગવાન આત્મા રાગ અને અજીવથી જ્યાં ભિન્ન પડયો પ્રભુ એટલે અનંતા ગુણો છે તે અંશે બધા ખીલી નીકળે છે, અને તે આત્મારામ, તે આત્મામાં આરામ પામે છે. છે?
રમવાનું ક્રિીડાવન આત્મા જ છે, જેમાં અનંત શેયોના આકાર આવી ઝળકે છે. સમજાવે