________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩
ભગવાન રાગ ને પુણ્ય ને પાપના ભાવ એ દયા, દાન વ્રત ભક્તિના ભાવ પણ રાગ છે, એ દુઃખ છે, આકુળતા છે, એ રસમાં તને રસ આવે છે (તે ) છોડી દે. નિજાનંદ પ્રભુ આત્મા ભગવાન તીર્થંકર સર્વજ્ઞદેવે જે જોઈને અનુભવીને પૂર્ણ કર્યો “તે આત્મા તું” નિજાનંદ રસમેં પોતાનો રસેય લીધો ભેગો. શાંત રસ નિજાનંદ ૨સમેં છકો એટલે શાંત રસમાં રહો, છકો, એમાં ભરપૂર થઈ જાવ. છકી જાવ ભાષા તો બહુ, વસ્તુ તો વસ્તુ કાંઈ બીજી છે બાપા ભાષામાં કંઈ. “નિજાનંદ ૨સમેં છકો ” લીન થાવ “આન સબૈ છિટકાય” અનેરું વિકલ્પ આદિ દયા દાન રાગ આદિના વિકલ્પો એને છોડી દે. આન અનેરું સબૈ છિટકાય, અનેરું સબૈ છિટકાય, ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, નમો અરિહંતાણંનો વિકલ્પ હો પણ એ રાગ છે પ્રભુ. એને છોડી, “સર્વ છોડી દઈને ” નિજાનંદ રસમાં છકી જાવ એમાં લીન થાવ. શું ભાષા ટૂંકી.
આ પ્રમાણે જીવ અજીવ અધિકા૨માં એણે એવું લીધું છે, એકલો જીવ અધિકા૨ ને એકલો અજીવ એમ નહીં. જીવ અજીવ અધિકા૨ બેય સ્વરૂપ ભેગા કર્યા છે.
પૂર્વરંગ સમાપ્ત થયો. પૂર્વરંગ જીવનો રંગ સ્વાંગ પૂરો કર્યો ત્યાં.
શ્લોક – ૩૩ ઉપ૨નું પ્રવચન
હવે જીવ દ્રવ્ય ને અજીવ દ્રવ્ય એ બંને એક થઈને અખાડામાં રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી આચાર્ય, જ્ઞાનનો મહિમા કરે છે. જ્ઞાન એટલે આત્મ સ્વભાવ જ્ઞાન સ્વભાવ તેનો મહિમા કરે છે. સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે. ભગવાન આત્માનું જ્ઞાન સ્વને જાણે દ્રવ્યનેય જાણે ગુણનેય જાણે પર્યાયને જાણે રાગનેય જાણે, ને ભિન્ન અજીવનેય જાણે, એ જાણનારું એ જ્ઞાન છે. એ સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું સર્વ સ્વાંગોને પિછાણનારું સમ્યગ્નાન પ્રગટ થાય છે. એ કળશ કહે છે લ્યો.
जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्रादयत् ।।३३।।
જ્ઞાન કેવું પ્રગટ થાય છે કે આનંદ લેતું જ પ્રગટ થાય છે. આનંદ અને જ્ઞાન મુખ્ય બે વર્ણન બતાવ્યા છે. જ્ઞાન એટલે જીવ, શુદ્ધ જીવદ્રવ્ય સ્વરૂપ, તે મનને આનંદરૂપ કરતું. અહીં જ્ઞાન કીધુંને એટલે કરતું જીવને આત્મસ્વભાવ તેને મનને એટલે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. જ્ઞાન તો એને કહીએ અને જ્ઞાન પ્રગટ થતાં તેને આનંદ ભેગો હોય તેને જ્ઞાન કહીએ. આહાહાહા ! આવી મોટી શ૨તું છે.
મનો દાવયર્ છે ને મનને આનંદરૂપ કરતું, મનને એટલે મૂળ આત્માને પર્યાયમાં મનને આનંદરૂપ કરતું જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, પ્રગટ થાય છે. કેવું છે તે ? ‘પાર્ષદાન’ જીવ અજીવના સ્વાંગને જોનારા, ‘પાર્ષદાન’ છે ને ? જીવ અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષો પાર્ષદાનની વ્યાખ્યા આટલી. પાર્ષદાન એટલે મહાપુરુષ, ગણધરાદિ, છે ઓલામાં ગણધ૨ અર્થ