________________
શ્લોક – ૩૩
૭
લીન કરી, સમ્યગ્દષ્ટિ બનાવે છે. ભાષા એવી છે ને ? નિમિત્તથી કથન છે. એટલે કે જે આત્મા આનંદનો નાથ પ્રભુ એવું જેને બતાવ્યું, એ જાણનાર આનંદના નાથમાં સમાઈ જાય છે અંદર, રાગથી ખસીને સ્વરૂપમાં આવી જાય છે એને સમકિતીએ જણાવ્યું હતું માટે એને સમકિત બનાવ્યું એને લીન કર્યો. આહાહાહા ! સમજાણું કાંઈ ? વાતું આવી છે બહુ ભાઈ.
“મજ્જન્તુ” ઇત્યાદિ શ્લોક કીધું ને ? અરે ભગવંત ! ચૈતન્ય સ્વરૂપ આત્મા શુદ્ધ ચૈતન્ય જ્યાં જાગૃત થયો તો કહે છે કે હે જીવો તમો ત્યાં આવીને ન્હાવને–સ્નાન કરો ને. અંદર ડૂબકી મારો ને. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, જગતના જીવોને સમ્યગ્દષ્ટિ કહે છે, અહીંયા આચાર્ય કહેતા હતા પણ અહીં આટલું લીધું છે, કે પુણ્ય ને પાપના ભાવ ને અજીવના પ્રેમમાં ,કે પડયો પ્રભુ તું એ તારું સ્વરૂપ નહીં, એ તો દુઃખનું સ્વરૂપ, એ તો અજીવનું સ્વરૂપ. આ બાજુમાં ભગવાન આનંદનો નાથ એ અતીન્દ્રિય આનંદનું જ્ઞાન કરીને ત્યાં ઠને, રાગમાં ઠરવું છોડી દે ને પ્રભુ. એમ સમ્યગ્દષ્ટિ બીજાને આ પ્રમાણે બોધ આપીને લીન કરે છે, એમ કહે છે ને ? સમ્યગ્દષ્ટિ બનાવે છે. ઓલો બન્યો એટલે આને બનાવે છે એમ કહેવામાં આવે છે. આહાહા ! આમાં શું કરવું હાથ આવે નહીં બહા૨નું કાંઈ કરવાનું હાથ આવે નહીં આમાં. વ્રત પાળવા કે “ઈચ્છામિ પડિકકમણું ઈરિયા વહિયા ગમણા ગમણે” એ તો બધો વિકલ્પ રાગ છે. એ વિકલ્પ છે એ “ઈચ્છામિ અને તસ્સ ઊતરી ને લોગસ્સનો ” વિકલ્પ કરે છે એ રાગ છે પ્રભુ તને ખબર નથી. એ રાગ એ તારી ચૈતન્યની જાત નથી, એ કજાત છે એટલે એ અજીવ છે. એમાંથી ખસી અને ચૈતન્ય ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ (છે) ત્યાં જા તને શાંતિ મળશે અને અશાંતિ ટળશે. આવું સ્વરૂપ છે. અજાણ્યા માણસને તો એવું લાગે આ શું કહે છે. એ ધર્મની રીતું બાપા, અલૌકિક છે અલૌકિક. આંહી તો કરે છે ને, બનાવે છે, એમ ભાષા, તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં મજ્જન્તુ ઇત્યાદિ શ્લોક રચ્યો તે. હવે જીવ અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે, એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું, રંગ પહેલી ભૂમિ જીવ એનું વર્ણન કર્યુ. આહાહાહા !
'
નૃત્યકુતુહલ તત્ત્વકો મરિયવિ દેખો ધાય
નિજાનંદ ૨સમેં છકી, આન સબૈ છિટકાય.
નૃત્યના કુતુહલનાં રાગ વિકાર આદિ તત્ત્વોને મરિયવિ મહાકષ્ટને પુરૂષાર્થથી પણ દેખો. મરીને પણ દેખો. રાગને મારી નાખીને, પુરૂષાર્થ કરો, પુરૂષાર્થ, કહે છે. કુતુહલનો નાચ રાગ અને વિકા૨ને એવા તત્ત્વોને “મરિયવિ” મારી નાખીને દેખો, નાશ કરીને દેખો. નિજાનંદ રસમેં છકો આત્મા નિજાનંદ પ્રભુ, સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરે કહ્યો એ આ આત્મા નિજાનંદ, નિજ આનંદ સ્વરૂપ પ્રભુ. નિજાનંદ રસમેં છકો, રાગના રસને છોડી દે પ્રભુ, મારી નાખ એને રાગને. જીવતા જીવને જીવતો જો. ચૈતન્ય જીવનથી જીવતો ભગવાન એને જોઈને રાગને મારી નાખીને જો. નિજાનંદ રસમેં છકો, હે પ્રભુ, આત્મા નિજાનંદ આત્મામાં અતીન્દ્રિય આનંદ છે, એમાં છકો, ત્યાં છેલ, રમત કરો. નિજાનંદ રસમેં છકો, ટૂંકી ભાષા. નિજાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા. ભગવાન સંતો ને જ્ઞાની ને સમકિતી ને કેવળી બધું આ કહે છે. નિજાનંદ રસમેં છકો બહુ ટૂંકું પણ બહુ ઉચું ૫૨મ સત્ય.