________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ધર્મી સમ્યગ્દષ્ટિએ જાણ્યું છે, એ પોતે પરને જાણતો પોતામાં રહેતો, શાંત રસમાં રહે છે. અજ્ઞાની એ સ્વાંગને પોતાના માની અને મિથ્યાષ્ટિ (થતો ) એટલે અશાંતિમાં રહે છે. તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી તેમનો ભ્રમ મટાડી, આહાહાહા ! (શ્રોતા- સમ્યગ્દષ્ટિથી ભ્રમ જાય?) એ તો આમ શૈલી લીધી છે એને બતાવનાર કોણ? કે આ, એમ. અજ્ઞાની એ રાગ અને અજીવ શરીર કર્મ આદિ આત્માના ચૈતન્યના સ્વાંગ માને છે એને જ્ઞાની સમજાવે છે. ભાઈ ! તારો સ્વાંગ એ નહીં, તારો સ્વાંગ તો આનંદ અને શાંતિ પ્રગટે, તે તારો સ્વાંગ છે. રાગ અને પુણ્યના પરિણામ અને શરીર ને કર્મનો યોગ એ બધું તારું સ્વરૂપ નહીં, એ તારામાં નહીં, તું તેમાં નહીં, આ તો અંતરની ધીરી વાતો છે ભાઈ. તેને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંતરસમાં તેમને લીન કરી, ૩૮ ગાથામાં એ આવ્યું”ને અજ્ઞાની હતો એને ગુરુએ સમજાવ્યો ત્યારે એ સમજી ગયો અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થયું સમ્યગ્દષ્ટિ. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યો મન્ત, આ શ્લોક રચ્યો. આહાહાહા !
સમ્યગ્દષ્ટિ બતાવે છે ત્યારે કહે છે કે અરે ! જીવો આવો જે આનંદનો સાગર ભગવાન, ત્યાં જઈને ત્યાં રમને ત્યાં આવી જા ને અંદરમાં. સર્વ જીવો આવી જાવને પ્રભુ એમ કહે છે, ભલે ત્યાં ભવ્ય લીધા છે ટીકામાં, અધ્યાત્મ તરંગિણીમાં ભવ્ય લીધા છે, સમસ્ત જીવમાં. આ આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, અતીન્દ્રિય આનંદનો નાથ, અતીન્દ્રિય શાંત સ્વરૂપ ત્યાં સર્વ જીવો આવી જાવને અંદર, એમ કહે છે. જુઓ! આ અધિકાર પૂર્ણનો અધિકાર આ. જીવના અધિકારની પૂર્ણતા અને બીજાને સમજાવીને પણ એને પૂર્ણ અધિકાર થયો જીવનો. ત્યારે એ અધિકાર સમાપ્ત થાય છે. સમજાણું કાંઈ?
જીવનો અધિકાર એટલે એ રાગ ને પુણ્ય ને શરીર એ એનો અધિકાર નથી, એ એનો સ્વામી નથી એ એના અધિકારમાં નથી. એના અધિકારમાં તો જ્ઞાન દર્શન આનંદ અને શાંતિ એ એના અધિકારના તાબામાં છે. એ અધિકાર જે સમજતા નથી! જીવનો જે સ્વરૂપનો અધિકાર છે તેને તે જાણતા નથી અને અધિકાર બહારના ભાવને એ પોતાના જીવના અધિકારમાં માને છે. એને સમ્યગ્દષ્ટિ કહે છે. ભગવંત તારો સ્વાંગ એ રાગ ને પુણ્ય ને શરીર એ તારો સ્વાંગ નહીં. તું તો જાણક સ્વભાવી આનંદ સ્વભાવી એની પર્યાયમાં પણ જાણક અને શાંતરસ આવે એ તારું સ્વરૂપ છે. એમ કહીને ઓલો સમજી જાય છે. (એ) એમ કહે છે. અહીંયા તો આડત્રીસમાં પણ એ લીધું ને ? આહાહાહા !
લીન કરી, જોયું તેમને લીન કરી નાખે છે. કરે છે એટલે શું? લીન થાય છે. ભારે મારગ ભાઈ, ધર્મ એ કોઈ દયા દાન વ્રતના પરિણામ એ કોઈ ધર્મ નથી. (શ્રોતા – એ ક્યાં લખ્યું છે?) એ આમાં આ લખ્યું ને અજીવ, એ અજીવનો સ્વાંગ છે. એ હવે કહેશે. ભગવાન આત્માના સ્વાંગમાં એ ન આવે જ્ઞાયક સ્વરૂપ માં (શ્રોતા - પર્યાયમાં આવે ને?) પર્યાયનો સ્વાંગ એ એનો નહીં, દ્રવ્યનો સ્વભાવ જેણે જાણ્યો એણે, રાગ સ્વાંગ મારો પર્યાયમાં એ પણ મારો સ્વાંગ (છે એમ) નહીં. આહાહાહા !
શાંત રસમાં તેમને લીન કરી” એને ઉપદેશ આપ્યો એ અપેક્ષાએ આમ બાકી લીન તો એ પોતે થાય છે. ભાષા તો એમ (આવે ને) શાંત રસમાં તેમને લીન કરી, શાંત રસમાં તેમને