________________
૧૦.
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે, ઝળકે ઈ ક્યાં અહીં ઝળકે છે પણ અનંત શેયોનું જ્ઞાન અહીં થાય છે, એ પોતાના સ્વભાવના સામર્થ્યથી થાય છે, તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. એ અનંત શેયોનું અહીં જ્ઞાન થાય તે પોતે શેયોમાં જતો નથી, પોતાના ક્ષેત્રમાં અને પોતાના ભાવમાં એ પોતે રમે છે. અનંત શેયોને જાણવા છતાં પોતે પોતાના જ્ઞાનમાં રમે છે. આહાહાહા!
જ્ઞાનસ્વરૂપ ભગવાન પરથી જ્યાં ભિન્ન પડીને ખીલી નીકળ્યો, ત્યારે અનંત શેયો જે છે (તેને) પોતાના માન્યા હતા તે છુટી ગયું. હવે રહ્યું એ છે તેનું અહીં જ્ઞાન થાય, એ મારાં હતા એમ માન્યતા છૂટી ત્યારે તેનું તે સંબંધીનું જ્ઞાન પોતાનું પોતામાંથી ખીલે છે. આહાહાહા !
બહુ શ્લોક ને ટીકા ને ગાથા ને ગજબની વાતું છે. કેટલી ગંભીરતા ભરી છે અંદર. એ બધા શેયો જાણવામાં આવે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં રમે છે. જેનો અનંતધામ, આત્મઆરામ “અનંતધામ” જેનો પ્રકાશ અનંત છે, ધામ એટલે પ્રકાશ, અનંત છે, અનંત અનંત અનંત અનંત પ્રકાશ છે. આહાહાહા !
અધ્યક્ષણ પ્રત્યક્ષ તેજથી તે નિત્ય ઉદયરૂપ છે, ભગવાન જ્ઞાનસ્વરૂપ જ્યાં પ્રગટયું તો નિત્ય પ્રગટરૂપ જ રહે છે. આહા... કેવળજ્ઞાન થયું કે સમ્યજ્ઞાન થયું એ પ્રગટ જ રહે છે સદા. “ધીર' છે, અચંચળ છે, ચંચળ નથી, “ઉચ્ચ છે અને અનાકુળ છે” ઈચ્છાઓથી રહિત નિરાકુળ છે, ધીર, ઉદાત્ત, અનાકુળ એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યના આભુષણ જાણવા પરિણમનની શોભા જાણવી એ આત્માના પરિણમનની ત્રણ શોભા. એવું જ્ઞાન વિલાસ કરે છે, લ્યો એવો ભગવાન આત્મા, જ્ઞાનની વિલાસની રમતમાં રમે છે એને આત્મા કહીએ. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.).
પ્રવચન નં. ૧૧૩ કળશ ૩૩ નો ભાવાર્થ તથા ગાથા-૩૯ થી ૪૩
તા. ૨૦/૧૦/૭૮ શુક્રવાર આસો વદ-૪ ભાવાર્થ છે ને? ૩૩ કળશ એનો ભાવાર્થ. આ જ્ઞાનનો મહિમા કહ્યો. જ્ઞાનસ્વરૂપ આત્મા એણે બધું જાણીને સ્વતરફ ઢળીને પૂર્ણાનંદની પ્રાપ્તિ કરી એ જ્ઞાન સ્વરૂપ. જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે. જીવ અને અજીવ બે સંયોગે એક થઈને અખાડાની ભૂમિમાં જેમ નાચ કરે એમ રંગભૂમિમાં આવીને ઉભા છે. “તેમને આ જ્ઞાન જ ભિન્ન ભિન્ન જાણે છે” આ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, કે હું જ્ઞાન છું અને રાગાદિ તે ભિન્ન છે. રાગ એ અજીવ છે, એ ચૈતન્યના શકિતના સ્વભાવમાંથી થયેલું નથી. એ તો રાગ અજીવ, ચૈતન્યના સ્વભાવનો જેમાં અભાવ છે એમ જ્ઞાન ભિન્ન ભિન્ન જાણે છે.
જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે” બહુરૂપીઓકા સ્વાંગ પહેરે છે ને “સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે” એવી રીતે અહીં પણ જાણવું. “આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે જેને જ્ઞાયક સ્વભાવ ધ્રુવ, તેની દૃષ્ટિ થઈ છે જેથી તેને સમ્યજ્ઞાન થયું છે એને આ યથાર્થ વિવેક અને ભેદજ્ઞાન હોય છે. મિથ્યાષ્ટિ આ ભેદને જાણતા નથી. અજ્ઞાની આ રાગાદિ ભાવ મારી ચીજનો નથી એમ એ જાણતો નથી. એ રાગ છે તે હું છું, પુણ્ય આદિના ભાવ તે હું છું એમ માનીને મિથ્યાષ્ટિ ભેદ જાણતા નથી.