________________
શ્લોક – ૪૫
૩૪૭ થઈ ગયું. આહાહા! પછી પણ કહ્યું છે ને? કે જ્ઞાનનું ભાન થયું, ભેદથી, પછી પણ ભેદ-અભ્યાસ કરતાં કરતાં ચારિત્ર થાય છે, આવે છે ને ? આહાહાહા!
એ રાગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો અનુભવ ચૈતન્યનો થયો, હવે ત્યાં તો દર્શન ને જ્ઞાન ને સ્વરૂપ આચરણ સ્થિરતા થઈ, હવે જ્યારે ચારિત્ર પ્રગટ કરવું છે, તો એને વર્તમાનની પર્યાયથી પણ આખી વસ્તુ જુદી છે એમ અંદરમાં અભ્યાસ કરતાં કરતાં એને ચારિત્ર થાય છે. અને ઉચ્ચ અભ્યાસ કરતાં કરતાં કેવળજ્ઞાન થયું, ભેદ અભ્યાસ, ગાથામાં આવે છે સમયસારમાં ચારિત્ર માટે, પાછળ અધિકાર આલોચના ને છે ને ત્રણ બોલ એમાં આવે છે. આહાહા ! આટલેથી તો થયું જ્ઞાન, પણ હવે હજી ચારિત્ર પ્રગટ કરવું છે, તો એને પણ અંદરમાં આશ્રય આમ અંદર ભેદ પાડતા પાડતા દ્રવ્યનો આશ્રય ઉગ્ર લેતા, એટલે? કે આટલી આ પર્યાય ખીલી એટલો હું નથી, એને પૂર્ણ જ્ઞાયક તરફમાં અભ્યાસ કરતાં, ચારિત્ર થાય છે, અને તેના અભ્યાસમાં ઉગ્રપણે કરતાં કેવળજ્ઞાન થાય છે. શુ શૈલી ! ચારેકોરથી જુઓ તો સિદ્ધાંત જ અવિરોધ ઉત્પન્ન થાય છે. આનું નામ સિદ્ધાંત હોય જેમાં સિદ્ધપણું પ્રાપ્ત થાય, એવા સિદ્ધાંતને સિદ્ધાંત કહેવામાં આવે છે. જેનો સરવાળો અંતે સિદ્ધ થાય તેવા શબ્દોને સિદ્ધાંત કહેવાય છે. આહાહાહા !
વાણી દ્વારા, વાચ્ય તો એ સિદ્ધાંત અંદર છે. રાગથી ભિન્ન પડીને અનુભવ થયો, પણ જ્યાં સુધી પૂર્ણ જુદો થયો નથી, તો પણ અનુભવ તો થઈ ગયો એમ કહે છે. એટલે? કે ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ છે એ જ્ઞાન પરિણતિ દ્વારા રાગથી ભિન્ન પડીને આ બાજુમાં અનુભવ થયો તો એ તો પૂર્ણનો અનુભવ થયો અને તેથી પર્યાયમાં વિશ્વનું પ્રકાશકપણું એવું જણાયું, પણ હજી પૂર્ણ ભેદ પ્રગટ થયો નથી ભેદ પડ્યો નથી. આહાહા !
આ તો પરોક્ષપણે પરને અને સ્વને વેદનથી ને પરને જાણવાથી એટલું પ્રગટયું, પણ એને પૂર્ણ કેવળજ્ઞાન જે છે, એ જ્ઞાનનો અંતરમાં એકાગ્ર અભ્યાસ કરતા કરતા કેવળજ્ઞાન થાય છે, એ પહેલાં અનુભવ થઈ ગયો એમ કહ્યું છે. જુદા ન પડ્યા પહેલાં અનુભવ થયો ઈ કહે છે. સમજાણું કાંઈ ? આમાં તો એવું છે એક શબ્દ પણ ફેરફાર થાય, તો બધું ફરી જાય. ત્રણ લોકના નાથ એની વાણી અને સંતોની વાણી, ગર્વ ઊતરી જાય એવું છે, બીજા સાધારણ માણસને તો. આહાહા!
ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં પહેલાં જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં એમ શબ્દ હતો, સમજાણું? હવે કહે છે કે એ જ્ઞાનનું ભાન થયું, એને ભાવતા ભાવતા ધારા જામી નિર્વિકલ્પ ધારા જામી, અંતરસ્થિરતા જામી, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, અને તે શ્રેણી દશા અત્યંત વેગથી. આહાહા ! ધારાવાહિક શ્રેણી એટલે ધર્મધારા, વીતરાગ ધારા. વીતરાગ સ્વભાવને આશ્રયે જે વીતરાગ ધારા ચાલી, વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પાછું એમ પણ સિદ્ધ કર્યું કે ઈ ભેદજ્ઞાન થતાં થતાં એનો અભ્યાસ કરતાં જ કેવળ થયું, કોઈ રાગની ક્રિયા હતી અને વ્યવહાર હતો માટે કેવળજ્ઞાન થયું, (એમ નથી) એ વખતે પણ જે રાગ હતો એનાથી ભિન્ન પડયું, પણ હજી રાગ રહ્યો છે, એનાથી પણ ભેદ પાડતાં પાડતાં પાડતાં અંદરમાં જામી દશા, આ નિર્વિકલ્પ દશા જ્યાં જામી, અભેદ દશા, ત્યાં કેવળ આત્માનો અનુભવ રહ્યો. આહાહા !
આ વાત છે (શ્રોતાઃ- નિર્વિકલ્પ દ્વારા જામી એટલે શ્રેણી શરૂ થઈ ગઈ ) હેં ? નિર્વિકલ્પ