________________
૩૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ધા૨ા થઈ તેનો જ અર્થ સ્થિરતા જામી ત્યાં. આનંદના નાથમાં પર્યાયમાં સ્થિરતા જામી, આ વીતરાગતા વીતરાગતા વીતરાગતા જામી. આહાહાહા ! વીતરાગ સ્વભાવના ઉગ્ર આશ્રયથી વીતરાગતા જામી, એ વીતરાગતા જામતા કેવળજ્ઞાન થયું, બારમે વીતરાગ થાય છે ને ? શું શૈલી મીઠી, શું ટૂંકી ગાગરમાં સાગર ભરી દીધું છે. પછી અઘાતીકર્મનો નાશ થતાં, બે જુદા તન પડયા નથી પહેલાં એમ કહ્યું'તું ને, એટલે અહીં પછી જુદા પડે છે તેમ તદ્ન પહેલા જુદા અનુભવથી પડે છે ત્યાં હજી સર્વથા ૫૨થી જુદો પડયો નથી. તેથી અનુભવ થયો જુદા પડયા પહેલાં એમ હતું ને? ઈ પૂર્ણ જુદા થવા પહેલાં, પછી અઘાતી કર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવદ્રવ્યથી કેવળ ભિન્ન થયું.
ભગવાન આત્મા, પ્રતિજીવી ગુણની પણ જે વિપરીતતા હતી, એ પણ અજીવ હતું. કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ? પ્રતિજીવી ગુણની જે વિપરીતતા હતી, તે પણ અજીવ છે. અહીંયા જ્યાં અંદ૨માં જામી અંદ૨માં સ્થિ૨તા આમ નિર્મળધારા ત્યાં ઓલાની પૂર્ણ થઈ ગઈ. પછી અઘાતીનો નાશ થઈને કેવળ ભિન્ન થયું, જીવદ્રવ્ય અજીવથી તદ્ન જુદું થયું. જીવ–અજીવના ભિન્ન થવાની આ રીત છે. કેવી શૈલી ! પહેલેથી ઠેઠ સુધીનું પણ ધારા એક ધારી છે. ( શ્રોતાઃ–પહેલી ભાવ ભિન્નતા થઈ પછી ક્ષેત્ર ભિન્નતા થઈ ) અરેરે આવી વાતું પણ સાંભળવા ન મળે એને બિચારાને જાવું ક્યાં ? માની બેસે કે અમેં ધર્મ કર્યો છે ને. આહાહાહા !
ટીકાઃ- આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા, અજીવ જુદો પડી ગયો ને જીવ એકલો પૂર્ણ થઈ ગયો. જોયું એ વિપરીત પર્યાય છે, એ બધી અજીવ છે. એકલું જ્યાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું, ત્યાં અજીવ જુદો પડી ગયો. આહાહાહા !
ભાવાર્થ:- જીવ અજીવ અધિકા૨માં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું. ઓલો જીવ નાખ્યો' તો ને પહેલો, જીવ અધિકાર આડત્રીસ એ રંગભૂમિ એ નૃત્યના અખાડામાં જીવ–અજીવ બંન્ને એક થઈ પ્રવેશ કરે છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે, ત્યાં ભેદશાની સમ્યગ્દષ્ટિજીવ પુરુષ સમ્યગ્નાન વડે – સમ્યજ્ઞાન વડે તે જીવ અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરી, રાગનું લક્ષણ આકુળતા છે. ભગવાનનું લક્ષણ અનાકુળતા, આહાહા પરીક્ષા કરીને બન્નેને જુદાં જાણ્યાં, તેથી સ્વાંગ પૂરો થઈ ગયો, થઈ રહ્યું અને બન્ને જુદાં જુદાં થઈને અખાડાની બહાર નીકળી ગયા, આમ અલંકાર કરીને વર્ણન કર્યું છે. વિશેષ આવશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૪૪
કારતક વદ-૯ શુક્રવાર તા. ૨૪/૧૧/૭૮
શ્રી સમયસાર :- છેલ્લા બોલ છે. હિન્દી થોડુંક ચાલશે.
જીવ–અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ સૂંઢ ના આતમ પાવૈ, સમ્યક ભેદ-વિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુહાવૈ, શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈ, તે જગમાહિં મહંત કહાય વસે શિવ જાય સુખી નિત થાયૈ,