________________
૩૪૯
શ્લોક – ૪૫
જીવ-અજીવ અધિકાર પૂરો કર્યો છે ને. જીવ–અજીવ અનાદિ સંયોગ. ભગવાન ૫૨મ જ્ઞાયકભાવ એવો જે પારિણામિક સ્વભાવ ભાવ એની સાથે અજીવનો નિમિતનો સંયોગ છે. અનાદિ સંયોગ મિલે, એને લખિ જાણીને રાગ-દ્વેષ ભેદ આદિનો સંયોગ લખીને મૂંઢ ન આતમ પાવૈ. બે સંયોગને દેખે પણ જુદું દેખતો નથી, સૂંઢ ન આતમ, આતમ ૫૨મ-સ્વભાવભાવ પારિણામિકભાવ, દ્રવ્યભાવ, સ્વભાવભાવ એને એ ન જાણી શકે. કર્મને રાગને ને ભેદને એ સંયોગી ચીજ છે. આહાહા ! એ અજીવનો સંયોગ છે. એને જોતા ભિન્ન આત્મા ભગવાન શુદ્ધ ચૈતન્ય એને એ જોતો નથી.
સમ્યક્ ભેદ વિજ્ઞાન ભયે પણ સમ્યક્ ભેદવિજ્ઞાન રાગ, દયા, દાનના રાગ, કર્મ, અને ભેદ એનાથી સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે, સમ્યક્ એટલે સત્ય ભેદવિજ્ઞાન, ખ્યાલમાં આવે કે આ રાગ છે એમ નહીં. આહાહા ! અંતરના શાયકભાવને પકડી અને ૫૨થી ભેદજ્ઞાન કરે તો બુધ ભિન્ન ગઢે, તો જ્ઞાની આત્માને જુદો ગઢે. આહાહા ! સમ્યક્ ભેદ વિજ્ઞાન ભયે બુધ, ધર્મ, જ્ઞાની. ભિન્ન ગàનિજ ભાવનિજ ભાવ, ૫૨મ સ્વભાવભાવ તેને પોતાના સુહાવૈ, દાવ પેચથી નિજને પકડે. શ્રી ગુરુ કે ઉપદેશ સુનૈ શ્રી ગુરુનો આ ઉપદેશ છે એમ કહેવું છે. એને ભેદ પાડીને સ્વભાવને પકડવો એ ઉપદેશ છે. સૌ ભલે દિનપાય. આહાહા ! એવા સ્વકાળને પ્રાપ્ત કરતાં ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈ, તે જગમાહિં મહંત કહાય, તે જગમાં મહાત્મા અથવા મહંત કહેનેમેં આતા હૈ, તે વસે શિવ જાય શિવમાં જાયને મોક્ષ માર્ગમાં ‘સુખી નિત થાયૈ’ મોક્ષ થઈને સુખી નિત થાય. આ જીવ અધિકાર પૂરો થયો.
આ સમયસારની શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર ૫૨માગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકા જીવ–અજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો.
જુઓ ! એક વાત એવી છે કે, આ ત્રિકાળ જ્ઞાન છે ને, તેની વર્તમાન પર્યાય છે ને– અવસ્થા! એમાં આ જે (૫૨) જણાય છે, એ જણાતું નથી, જ્ઞાનની પર્યાય જણાય છે. I કારણ કે જ્ઞાનની પર્યાય અહીં જ્ઞાનમાં છે અને જે શેયો જણાય છે તે જુદાં છે. તેથી તે શેયોનું જે જ્ઞાન થાય છે એ ( ખરેખર તો ) જ્ઞાનનું જ્ઞાન થાય છે. શું કીધું ઇ? જે આ કપડાં ને લૂગડાં ને દાગીના ને ઢીકણાં ને ફીકણાં ને બાયડી ને છોકરાં ને... એનું જે આમ જ્ઞાન થાય છે, તે જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં પોતાથી પોતાનું થાય છે, એનું નહિ. એના સંબંધીનું જ્ઞાન પોતાને, પોતાથી, પોતા વડે, પોતામાં થાય છે, પણ અજ્ઞાનીને એમ લાગે છે કે, એ વસ્તુ છે તેથી મને જ્ઞાન થાય છે. પણ એ વસ્તુમાં આ જ્ઞાન કયાં છે? આહા...! ૫૨ વસ્તુમાં આ જ્ઞાન નથી, છતાં એને એમ લાગે છે કે, ‘આ ૫૨ વસ્તુ દેખું છું ને તેથી જ જણાય છે. તેથી મને જ્ઞાન થાય છે. ગોળ છે (તેને ) જાણું છું માટે ગોળને લઈને ગળપણનું જ્ઞાન થાય છે.’ પણ અહીં પર્યાયમાં ગળપણનું (જે) જ્ઞાન (થયું, તે) ગોળની અપેક્ષા વિના (થયું છે). પોતાને કા૨ણે થવાનો (જ્ઞાનનો ) સ્વભાવ છે તેને અજ્ઞાની ભૂલી જાય છે. આ..હા..હા... ! આજે આખો કલાક ઝીણો આવ્યો !
(સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૮૫)