________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જુઓ આ છેલ્લી ગાથા છે ને આ ? જીવ–અજીવની. એટલે બહુ સરસ વાત ટુંકામાં (ગાથામાં ) કળશમાં ભર્યું છે બધું એનું સ્પષ્ટ કર્યું છે. આહા ! એમ કીધું ને જુઓને જ્ઞાનરૂપી ક૨વતનો અભ્યાસ ક૨તાં એમ કીધું' ને ભાઈ ! જ્ઞાનની જે પરિણતિ પહેલાં આવી ગયું છે કે જ્ઞાનની પરિણતિ છે એ પ્રગટ છે, રાગ ભલે હોય એનું લક્ષ છોડી દે, કા૨ણકે એ એનામાં નહીં, એનો નથી, હોય છે છતાંય દુઃખરૂપ છે એ માટે એ જીવ નહીં, એ જ્ઞાનની પરિણતિને આમ અંતરમાં વાળતાં, જાણનારની દશાને જાણના૨ ત૨ફ વાળતાં, એને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જાણવામાં આવી ગયો, આવી ગયો એટલે તરત જ, તે જ ક્ષણે નિર્વિકલ્પ અનુભવ થાય, અને તે જ ક્ષણે તે જ્ઞાનની પર્યાય સ્વને પૂર્ણને જ્યાં જાણી, આ આત્મા સમજાયો જણાણો આ આત્મા સમજાયો જણાયો, તે જ સમયની પર્યાયમાં વિશ્વને જાણવાનો પણ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો. આહાહાહા !
જ
૩૪૬
( શ્રોતા:- અનુભવ પહેલાં ખ્યાલ આવી જાય છે. ) એની પર્યાયમાં એટલી તાકાત આવી એ જણાણું, ભલે એ ૫૨ ત૨ફ એનું લક્ષ ન જાય પણ એની પર્યાયમાં તાકાત આખા વિશ્વને જાણવાની ખીલી નીકળી. આહાહા ! આવી વાતું છે. કેમ ? કે જ્ઞાનનો અભ્યાસ કરતાં જ્યાં જ્ઞાયક જણાણો, તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, એટલે કે જ્યારે જ્ઞાતા શાયક જણાણો એ સ્વપ્રકાશક થયો, તેજ ટાણે ૫૨ પ્રકાશક વિશ્વનું પણ જ્ઞાન આવ્યું ભેગું. પછી ભલે વિશ્વના ભાવોને સંક્ષેપથી કે વિસ્તારથી, “નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે.”વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે. કેમકે પોતાને જ્યાં પ્રત્યક્ષ જાણે છે, ત્યારે તે પર્યાયનો સ્વ૫૨પ્રકાશકનો પ્રત્યક્ષ જાણવાનો સ્વભાવ છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું, એક આશય તો એ પ્રમાણે છે. બે આશય છે ને ? આહાહાહા !
*
આ ધર્મકથા છે. બીજો આશય ! જીવ અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદા પડયા પહેલાં, તે કેવળ જુદા એટલે મોક્ષ, એમ, એક ભાવ આ લીધો. જીવ અને અજીવ એટલે રાગાદિ અને ભગવાન આત્મા, અજીવ શબ્દે રાગ, જીવ અને રાગાદિનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદા પડયા પહેલાં, જુદો તો છે, પણ પૂર્ણ પર્યાયમાં જુદા પડયા વિના પહેલાં, જીવનો મોક્ષ થયા પહેલાં, એટલે કે જીવનો મોક્ષ થયા પહેલાં, ત્યાં આવ્યું’તું ને અંદર, પ્રગટપણે જુદાં ન થયા એમ આવ્યું'તું ને અંદર આવ્યું’તું “સ્ફુટમ્ વિઘટન ન એવ પ્રયાતઃ” પ્રત્યક્ષ પ્રગટપણે જુદા ન થયા. એટલે કે કેવળજ્ઞાન ન થયું એમ કહે છે. માળા સંતોની વાણી તો જુઓ એના એકએક શબ્દમાં એક એક પદમાં. આહોહોહો ! શું ગંભીરતા ! શું ભરપૂર ભાવથી ભરેલું, વાચ્ય ને વાચક શબ્દમાં, કહ્યું તું ને ઈ ? પ્રગટપણે જુદા ન પડયા ત્યાં, અત્યંત વિકાસ થતી પ્રગટ ચિન્માત્રશક્તિ વડે વિશ્વને વ્યાપતી પ્રગટ થઈ છે, એટલે કે પૂર્ણ પ્રગટ થયું નથી, કેવળજ્ઞાન એ પહેલાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું. આહાહાહા !
ન
ભાઈ આ કાંઈ વાર્તા નથી, ( શ્રોતાઃ– પ્રયોગ કરવા જેવો છે ) જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં, જ્ઞાનની પરિણતિને શાયક તરફ ઢાળતાં અમુક દશા થતાં, એટલે નિર્વિકલ્પ ધા૨ા જામી અનુભવ થયો જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતાં, વધતાં, વધતાં કેવળજ્ઞાન પ્રગટ