________________
શ્લોક – ૪૫
૩૪૫
કઠેલા જ્ઞાનનો અભ્યાસ કરતા, જ્ઞાનનો એટલે રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ કરતા, અહીં તો ભિન્ન એમેય નથી કહ્યું. જ્ઞાનનો અભ્યાસ કરતા, જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરતજ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. સમ્યગ્દર્શન થયું. આહાહાહા !
રાગ તે અજીવ છે, ભગવાન ચૈતન્યમૂર્તિ તે જીવ છે. એમ અજીવથી ભિન્ન જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં આત્મા શાયકસ્વરૂપ છે એમ સમજાયું તે જ ક્ષણે નિર્વિકલ્પ અનુભવ થાય છે. આમ છે ભાઈ ! હૈં ? ( શ્રોતાઃ- સમજાયોનો મતલબ સ્પષ્ટ પ્રતિભાસમાં આવ્યો ) સમજાયું ને તુરત અનુભવ થયો એમ. આ જ્ઞાયક એમ જાણ્યું તે ક્ષણે જ અનુભવ થયો. શબ્દમાં એમ છે ખરું ને ? પ્રગટપણે જુદા ન થયા એમ કીધું ને ? એટલે, આમ તદ્ન પૂર્ણ જુદા થયા નથી. પણ આહીંયા રાગથી ભિન્ન પડીને જ્ઞાનાનંદમાં અનુભવ થયો, તદ્ન પૂર્ણ પ્રગટ જુદા થયા નથી એક વાત, અને અત્યારે પણ રાગથી ભિન્ન પાડીને જ્યાં જણાણું ત્યાં અનુભવ થયો. સમ્યગ્દર્શન. આહાહા !! આનું નામ સમ્યગ્દર્શન. લ્યો.
જ્ઞાનનો અભ્યાસ કરતાં એમ કીધું ને ? એટલે જ્ઞાન જે દશા છે ને ? એને અંત૨માં વાળતાં એમ,વિકલ્પ તો રહી ગયો બહાર. આવું છે. રસિકભાઈ ! કલકત્તા, ફલકત્તામાં ક્યાંય મળે એવું નથી કયાંય. કઠો અજીતભાઈ ! ( શ્રોતાઃ- વિકલ્પ હોવા છતાં વિકલ્પથી જ જુદું પાડવાનું છે) જુદો જ પડયો છે અહીં તો, જ્ઞાનનો અભ્યાસ જ્ઞાનનો અભ્યાસ કરતાં એમ કીધું છે ને ? જ્યાં જીવ ને અજીવ બંન્ને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. સમ્યગ્દર્શન થયું. આહાહા ! હવે સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વને પ્રકાશે એમ આવ્યું છે ને ? “વિશ્વના સમસ્તભાવોને સંક્ષેપથી અથવા વિસ્તા૨થી જાણે છે એને પૂર્ણ છે એમેય જાણે છે અને ટુંકામાંય જાણે છે. એને ઉપયોગ ભલે આમ કામ ન કરે આમ પણ ઉપયોગનું સ્વરૂપ એવું છે, કે એને આખું વિશ્વ જણાઈ જાય છે. જ્યાં સ્વ જણાણું તેથી તેની પર્યાયમાં ૫૨ જણાઈ જાય એવું એનું સ્વરૂપ છે, એમ કહે છે. ભગવાન આત્મા એની જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પૂર્ણ પૂર્ણ પૂર્ણ ભગવાન છે, એમ જ્યાં જણાણું ત્યારે તે જ પર્યાયમાં આ બાજુ પૂર્ણ છે એ પણ જણાઈ જાય છે. પૂર્ણ એટલે આખું વિશ્વ. સમજાણું કાંઈ ? આહાહા !
જ
જ્ઞાનનો અભ્યાસ કરતાં જ્યાં જીવ અને અજીવ બેય ભિન્ન પડી ગયા એકલો જીવ જ્ઞાયકભાવ ખ્યાલમાં આવ્યો, તે ક્ષણે જ તે નિર્વિકલ્પ અનુભવ થાય છે. અને તેથી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પૂર્ણ પૂર્ણ ૫૨માત્મા પૂર્ણ સ્વરૂપ ભગવાન એવું જ્ઞાન થયું, તેથી તેની પર્યાયમાં આ બાજુનું પૂર્ણ વિશ્વ છે તેનું પણ જ્ઞાન થાય છે, ભલે પરોક્ષ છે. મૂળ કહેવાનો આશય આ છે, કે ભગવાન જ્યાં પૂર્ણ દ્રવ્ય સ્વભાવ, જ્ઞાનનો અભ્યાસ કરતાં જ્યાં જણાય ગયો, જણાણો, તે જ ક્ષણે તેને અનુભવ થાય છે, અને તે જ ક્ષણે તે જ્ઞાનની પર્યાય છે, એ આંહી ‘પૂરા’ને જાણી ત્યાં આમ ‘પૂરા’ને જાણવાનો પર્યાય ત્યાં પ્રગટ થયો છે. (શ્રોતાઃ- અલૌકિક વાતું છે ) હૈં ? આવી વાતું છે. આ મૂળ ચીજ આ છે. હવે તેને પ્રગટયા વિના, જાણ્યા વિના બાકી બધું વ્રત ને તપ ને કરે ને પંચમગુણસ્થાન થઈ જાય, અરે ભગવાન બાપુ ભાઈ તને લાભ નહીં થાય. આહાહા ! ખોટને રસ્તે જતાં લાભ થાય માને પ્રભુ. હૈં ? એમ કે વ્રત ને તપ ને લીધા એટલે પંચમ ગુણસ્થાન થઈ ગયું. હજી સમ્યગ્દર્શન શું ચીજ છે એની તો ખબર ન મળે. આહાહા !