________________
૩૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પડી જાય છે. આવી વાત જ્ઞાનરૂપી કરવતનો કલના નામ અનુભવ કરતાં, અભ્યાસ કરતાં, અનુભવ કરતાં ‘પાટનં’ એટલે વારંવાર, જ્ઞાનની પર્યાયને અંતરમાં રાગથી ભિન્ન કરતાં કરતાં, નચાવીને એટલે કે પરિણમાવી ને ભગવાન આત્માની રાગથી ભિન્ન દશાને પરિણમાવીને જ્યાં જીવ અને અજીવ બન્ને, જ્યાં જીવ અને અજીવ બન્ને પ્રગટપણે જુદાં ન થયા, એટલે પૂર્ણ ન થયા, એમ જુદા પ્રગટ ન થયા એમ છે. પ્રગટપણે જુદા એટલે કેવળ જ્ઞાનપણે જુદા ન થયા એ કહેશે. અર્થમાં ત્યાં તો “જ્ઞાતૃદ્રવ્ય પ્રસભ વિકસત વ્યક્ત ચિત્માત્રશકત્યા” બે અર્થ ક૨શે. અત્યંત વિકાસ થતી પોતાની પ્રગટ ચિન્માત્ર શકિત વડે વિશ્વને વ્યાપી એટલે જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણતી પર્યાય પ્રગટ થાય છે. આહાહાહાહા !
સમ્યગ્દર્શનમાં પણ જે જ્ઞાન થયું એ વિશ્વને પ્રકાશતું જ્ઞાન પ્રગટ થાય છે, પોતાનું તો પ્રકાશ્યું પણ શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ એ વિશ્વ આખું છે લોકાલોક તે પ્રકાશ નામ જણાય છે. ભલે ઉપયોગપણે એને ખ્યાલમાં ન આવે પણ એના જ્ઞાનની પર્યાયનું વિશ્વને સમસ્તને જાણવું એવું પ્રગટ થઈ જાય છે. અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે, વિશ્વને પ્રગટ થતી ચિન્માત્રશક્તિ હોં, ચિન્માત્રશક્તિ તો ત્રિકાળ છે પણ એમાંથી પ્રગટ થતી, અત્યંત ચિન્માત્રશક્તિ વડે વિશ્વને વ્યાપીને પોતાની મેળે એટલે સ્વયમ્ જ તે ‘અતિસામ્’ અતિ વેગથી જ્ઞાન સ્વભાવને રાગથી ભિન્ન પાડતા, જે જ્ઞાન સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો, એ અતિ વેગથી વિશ્વને જાણે એવો એનો સ્વભાવ છે, એટલે કે એક સમયમાં જાણે એવો એનો સ્વભાવ છે. એક તો રાગથી ભિન્ન પડીને જ્ઞાનસ્વરૂપ પ્રકાશી નિકળ્યું અને બીજું રાગથી ભિન્ન કરીને પૂર્ણ પ્રકાશી નીકળ્યું. એકએક ગાથા એકએક કળશ અલૌકિક છે. અમૃતચંદ્રાચાર્યે અમૃત, અમૃત વર્ષાવ્યા છે.
આ કળશનો આશય બે રીતે છે. જોયું ? ઉ૫૨ કઠેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં એટલે ? રાગ જે પર્યાયમાં છે તેનું લક્ષ છોડીને, જે તે ટાણે જ્ઞાનની પર્યાય છે તેને જ્ઞાયક તરફ વાળતાં અભ્યાસ કરતાં આમ રાગથી ભિન્ન પડયો ને પર્યાય દ્રવ્યમાં ઢળે છે. એ જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા, કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, એમ કહે છે પહેલું તો. રાગથી ભેદજ્ઞાન સ્વભાવને ભિન્ન પાડતા પાડતા જ્યાં આત્મા સમજાયો, આત્માનું ભાન થયું કે તુરત જ નિર્વિકલ્પ અનુભવ થયો. તે ક્ષણે જ નિર્વિકલ્પ અનુભવ થાય છે. આહાહા!
( શ્રોતાઃ – ભિન્ન પાડતા પાડતા એ તો સવિકલ્પ ભેદજ્ઞાન છે ને પાડતા પાડતા !) નહીં ભેદ પાડતા પાડતા સવિકલ્પ નહીં રાગથી ભિન્ન પાડતા. વિકલ્પ નહીં એ તો પણ ભેદનો વિકલ્પ પણ આ પાડું છે એ વિકલ્પ એમ અત્યારે અહીં ન લેવો, અહીંયા તો રાગથી જ્ઞાન તરફને ભેદ પાડતા બસ. આમેય એ ભેદજ્ઞાન વિકલ્પ છે એ આવે છે એ અપેક્ષા બીજે આમ બે પાડતા રાગ
અને આમ ભેદ પડે એટલું પણ, અહીં તો આ બાજુમાં ઢળતાં. સમજાણું કાંઈ ? આવો માર્ગ જેના ફળ વર્તમાનમાં શાંતિ અને આનંદ અને જેના પૂર્ણ ફળમાં ૫૨મ આનંદ ને પૂર્ણ શાંતિ એવા ભેદજ્ઞાનની વાતું શું કરવી ? અરે આ ચીજ ન મળે અને એ વિના આ વ્રત ને તપ ને અપવાસ કર્યાં ને થઈ ગયા પાંચમાં ગુણસ્થાને, ભાઈ એ ચીજ જે છે, રાગથી ભિન્ન છે ને ? ઉ૫૨