________________
શ્લોક - ૪૫
૩૪૩ ભાવાર્થ-જીવ-અજીવ અધિકારમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બને એક થઈને પ્રવેશ કરે છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષે સમ્યજ્ઞાન વડે તે જીવ-અજીવ બનેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું.
જીવ-અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ મૂઢ ન આતમ પાવૈ, સમ્યક ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવેં; શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગુમાવૈ.
તે જગમાંહિ મહંત કહાય વર્સે શિવ જાય સુખી નિત થાવૈ. આમ શ્રી સમયસારની (શ્રીમભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવઅજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો.
શ્લોક - ૪૫ ઉપર પ્રવચન હવે ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતા દ્રવ્ય, શું કીધું છે? ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા એટલે રાગનું લક્ષ છોડીને અંતરમાં લક્ષ જવાનો અભ્યાસ કરતા ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા એ રાગ આકુળતા છે, એ રાગ દરેક અવસ્થામાં નથી માટે તેનાથી ભિન્ન પડતા એના ભિન્નનો અભ્યાસ કરતાં, ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ આત્મદ્રવ્ય પોતે પ્રગટ થાય છે. ભગવાન આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે. શક્તિરૂપે અનંત ગુણનો ધામ ભગવાન, પણ એને વિકલ્પ જે રાગાદિ એનાથી ભિન્ન અભ્યાસ કરતા, કેમ કે ચૈતન્યદ્રવ્ય રાગથી ભિન્ન છે તેથી રાગથી ભિન્ન અભ્યાસ કરતા, ભેદજ્ઞાનનો અભ્યાસ કરતા, છે? ત્યારે પ્રભુ પ્રગટ થાય છે. શક્તિમાં જે છે, એ ભેદજ્ઞાન દ્વારા પર્યાયમાં પ્રગટ થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? એ શ્લોક કહે છે, એમ કળશમાં મહિમા કરી, એમ કળશમાં મહિમા કરી આ અધિકાર પૂરો કરે છે.
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।। આહા ! આ પ્રમાણે “જ્ઞાન-ક્રકચ કલના પાટન” જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ, જ્ઞાનની પર્યાયને અંતરમાં રાગથી ભિન્ન કરવાનો અભ્યાસ. આ પ્રમાણે જ્ઞાન ક્રકચ જ્ઞાનરૂપી કરવતનો કલના, કલના પાટન, કલના એટલે વારંવાર અભ્યાસ, કલના એટલે અભ્યાસ પાટન એટલે વારંવાર જ્ઞાનરૂપી કરવતનો, જ્ઞાન છે ને, પછી ક્રકચ એટલે કરવત. રાગ અને જ્ઞાન સ્વભાવ વચ્ચે ભેદ પાડવાની કરવત જ્ઞાન છે. પ્રજ્ઞાછીણી કીધી'તીને, કહેશેને આગળ. જેમ કરવતથી બે લાકડાના ટુકડા થઈ જાય છે, એમ રાગથી જ્ઞાન સ્વભાવને ભિન્ન કરતાં, બેય ભિન્ન