________________
શ્લોક – ૪૪
૩૪૧ કર્યા વિના એ મળે એવું નથી. આહાહાહા !
જ્યાં જ્ઞાનની પર્યાય, વર્તમાન પ્રગટ છે એનું લક્ષ કરીને અંતર વળે, રાગ ત્યાં છે તેનું લક્ષ છોડી દે એમ કહે છે. સમજાણું કાંઈ? જ્ઞાનની વર્તમાન દશા જે પ્રગટ છે તેનું લક્ષ લઈને અંદરમાં જા, તેના લક્ષણથી અંદરમાં જા, તેથી તને આનંદનો અનુભવ થશે, અને આ રાગ એ તો દુઃખરૂપ છે, આકુળતા છે માટે તે ચૈતન્યના સ્વભાવથી રાગ આકુળતામય માટે ભિન્ન છે, અજીવ સ્વભાવ છે. આહાહા! આવું સ્વરૂપ માણસને આકરું પડે, અભ્યાસ ન કરે અને આ સમ્યગ્દર્શન વિના પાધરા વ્રત લઈ લેવું પાંચમું ગુણસ્થાન થઈ ગયું. શું પ્રભુ થાય? ભાઈ એ વ્રતનો વિકલ્પ છે એ પણ દુઃખરૂપ છે. એ વિકલ્પ દરેક અવસ્થામાં તો નથી, પણ જ્યારે છે ત્યારે પણ તેના ઉપર લક્ષ કરવા જેવું નથી કેમ કે એ દુઃખરૂપ છે. સમજાણું કાંઈ? છે ત્યારે પણ તે દુઃખરૂપ છે માટે તેનું લક્ષ કરવા જેવું નથી. આનંદરૂપ ભગવાન છે આત્મા ત્યાં લક્ષ કરીને અનુભવ કરવા જેવું છે. આવો માર્ગ છે. વીતરાગ સર્વજ્ઞના સંતો આમ જાહેર કરે છે, છબસ્થ પ્રાણી, પંચમકાળમાં આમ જાહેર કરે છે. ભાઈ તું પ્રભુ આત્મા છો, કેમકે આત્મા છે એની પર્યાય તો કાયમ નિર્મળાદિ કાયમ રહે છે. એ રાગરૂપ નથી ભાઈ ! અને એ રાગ છે જ્યારે, ત્યારે પણ એ દુઃખરૂપ છે માટે તું આનંદરૂપ છો એ આનંદના અનુભવની પાસે એ તો દુઃખરૂપ છે. આહાહા !
તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. જે આનંદ સ્વભાવ છે ત્રિકાળી એ જીવ, પણ એનો અનુભવ થાય ત્યારે એને જણાય કે આ જીવ છે. સમજાણું કાંઈ ? એને રાગ ઉપરનું લક્ષ છોડીને એનો અનુભવ થતાં જે પર્યાયમાં સ્વાદ આવે ત્યારે તે જાણે કે ઓહોહો ! આ તો આનંદ સ્વરૂપ જ ભગવાન છે. આવી વાત છે. શું થાય? આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આહાહા !
(શ્રોતા:- નમુના પરથી માલનો ખ્યાલ આવે ) હું ! નમુનો કે રાગ એની દરેક અવસ્થામાં નથી માટે એનો નથી એક વાત, પણ જ્યારે છે ત્યારે દુઃખરૂપ છે અને ભગવાન જે આત્મા છે એ આનંદસ્વરૂપ છે અને એનો અનુભવ થાય એ આનંદરૂપ છે. આહાહા ! સમજાય છે કાંઈ ? આ તો ઉતાવળાના કામ નથી બાપા, આ તો ધીરાના કામ છે. ધીર બુદ્ધિ, ધીર પ્રેરતિ જે જ્ઞાનને બુદ્ધિ અંદરમાં પ્રેરે જાય એને ધીર કહે છે. ધી બુધ્ધિ ૨ પ્રેરે જે જ્ઞાન પર્યાય અંતરમાં જાય તેને ધીર કહે છે. કેવળજ્ઞાનનેય બુદ્ધિ કીધી છે. કેવળજ્ઞાનને બુદ્ધિ કીધી છે. જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન છે ને? એને અહીં બુદ્ધિ શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં આવે છે ઘણે ઠેકાણે ૧૦૦૮ માં તો બહુ આવે છે. જ્ઞાન ધીર આનંદ ધીર. આહાહા !
જ્યારે રાગ છે ત્યારે પણ તેનામાંથી લક્ષ છોડી, કેમકે એ તો દુઃખરૂપ છે અને ભગવાન આત્મામાં દષ્ટિ કર કે જેથી તને તે જ પર્યાયમાં આનંદનો અનુભવ થાય, એ જ જીવ છે. આહાહા!સમજાણું કાંઈ? આટલો ભાવાર્થ આવ્યો ૪૪નો, સિદ્ધાંત તો આને કહીએ કે થોડામાં ઘણું ગાગરમાં સાગર ભર્યો હોય. આહાહા !