________________
શ્લોક – ૩૫
૧૪૯ કેવળ એકલો જ્ઞાનસ્વભાવમાત્ર અવિનાશી, એવા આત્માનો, આત્માનો આત્મામાં જ એવા ચૈતન્યસ્વરૂપ પ્રભુ સર્વોત્કૃષ્ટ પરથી ભિન્ન પરિપૂર્ણ પ્રભુ, એમાં અવગાહન કરી આત્માનો આત્મામાં આત્માનો આત્મામાં જ, આનંદસ્વરૂપ ભગવાન આનંદસ્વરૂપમાં જ, આવી વાતું છે.
જીવ-અજીવ અધિકાર છે ને? એ રાગાદિ બધાને અજીવ કીધાં છે, ભગવાન એક જ્ઞાયક સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ વિશ્વની ઉપર એટલે ઉત્કૃષ્ટ તરતો રાગથી ભિન્ન, અધિક ઉત્કૃષ્ટ પ્રભુ એને એક કેવળને આત્મામાં જ “સાક્ષાત્ કલયતુ” પ્રત્યક્ષ અનુભવ કરો, એને પ્રત્યક્ષ ધ્યાન કરો, એને પ્રત્યક્ષ માનો, એને પ્રત્યક્ષ જાણો, કલયતુનો અર્થ છે આ, ધ્યાવો, માણો, જાણો, અનુભવો એ કલયતુનો અર્થ છે આ. આહાહાહા!
ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પ્રભુ ત્રિકાળ અહીં ચિતિ શક્તિ લેવી છે, જ્ઞાન બાહ્ય પ્રગટ છે ને એટલે આખો ચિન્શક્તિ છે એમ બતાવે છે આંહીં. એવો જે પ્રભુ રાગ આદિથી સર્વોત્કૃષ્ટ રીતે ભિન્ન એવા આત્માને આત્મામાં જ ધ્યાનો અનુભવો જાણો, માનો. લ્યો આ સિદ્ધાંતનો આ સાર છે. આહાહાહા !
કલયતુ” અભ્યાસ કરો એટલે કે અનુભવ કરો, એમ છે ને અર્થેય એ છે જુઓ ને અભ્યાસ કરો એટલે સાક્ષાત્ અનુભવ કરો, એમ અભ્યાસનો અર્થ એ, ભગવાન પૂર્ણ પરમાત્મસ્વરૂપ જ છે, ચિલ્શક્તિ સ્વભાવ છે એનાથી (રાગથી) રહિત અભાવ છે. એવા સ્વભાવમાત્ર પ્રભુને આત્માને આવા આત્મા, આત્માને અંતર નિર્મળ પર્યાય દ્વારા અનુભવો, કહો આનું નામ જીવનું જ્ઞાન અને જીવનું ધ્યાન અને જીવને જાણ્યો માન્યો અનુભવ્યો કહેવામાં આવે છે. (શ્રોતાઃ- પરમ સત્ય) (શ્રોતા - ધર્મની શરૂઆત અહીંથી થાય?) અહીંથી આ ધર્મની શરૂઆત થાય છે. આહાહાહા !
બાકી તો રાત્રે રામજીભાઈએ માંડયું નહોતું બધું? વાત સાચી બધી પાપ ને પાપ, પાપ, પાપ. મનસુખભાઈ આખો દિ'પાપ, ભાઈ નથી આવ્યા? અરેરે એ બાયડી, છોકરા કુટુંબ સાટું અને પોતાના પણ શરીરના ભરણપોષણ સાટું આખો દિ' પાપ ને પાપ કરે છે (શ્રોતા:- પેટ શી રીતે ભરવું) પેટ કોણ ભરે? પેટ ભરવાનો ભાવ એ પાપ રાત્રે ભાઈએ બહુ કહ્યું'તું સ્પષ્ટીકરણ હતું પાપનું. લોકોને ખ્યાલ (નથી) બાપુ પાપ આખો દિ' પુણ્ય તો ન મળે પણ પા૫ સાટું આખો દિ' (પુરૂષાર્થ કરે ). એમાં આંહીં તો કહે છે કે એ તો છોડ, પણ કંઈ દયા, દાન, વ્રતનાં શ્રવણ-મનનના રાગ થાય એને પણ છોડ. આહાહાહા! ભાઈ ! તારો આત્મા એ બધા પુણ્ય-પાપના વિકલ્પથી રહિત છે. તું તે છો, તે રાગાદિ તું તે નથી. ભગવાનની ભક્તિ ને જાત્રા ને એ બધો વિકલ્પ અને રાગ છે કહે છે, ભગવાન તો આત્મા એનાથી રહિત છે. શાસ્ત્ર શ્રવણ કરવું, શાસ્ત્ર કહેવું એ બધો વિકલ્પ છે કહે છે, એમ જ છે. એનાથી રહિત પ્રભુ છે, એ ચિન્શક્તિથી રહિત એ પુણ્યભાવ ચીજ છે, રાગાદિ જે દયા આદિ જે સાંભળવું એ ચિલ્શક્તિથી રહિત છે અને ભગવાન એનાથી રહિત છે. સમજાણું કાંઈ? આહાહાહા !
શુભ અશુભ વિકલ્પો જે છે, એ ચિલ્શક્તિ ચૈતન્યસ્વભાવથી રહિત છે એ, અજીવ કીધો છે એને અને ભગવાન આત્મા ચિન્શક્તિમાત્ર છે. એવા ચિન્શક્તિમાત્ર આત્મા, એ આત્માને