________________
૧૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જ, એની નિર્મળ પર્યાય દ્વારા એને અનુભવ કર, નિર્મળ પર્યાય દ્વારા એનું ધ્યાન કર, એને માન, એને જાણ, એને અનુભવ કર. આહાહા ! “કલયતુ” વાતે ગજબ કરી છે. આમ અભ્યાસનો અર્થ ઈ છે, અભ્યાસ એટલે આ આવો છે, આવો છે એમ નહિ. આહાહાહા ! જ્યાં ચિન્શક્તિ સંપન્ન પ્રભુ! ક્યાં બહારથી આ બધું અંદર એમાં નથી અને રાગાદિ આ બધુ ધંધા ને બહાર બૈરી છોકરા એમાં તારી ચિલ્શક્તિ એમાં નથી, એ બધા તારી ચિલ્શક્તિથી રહિત છે. આહાહાહા ! અને તું ચિન્શક્તિ સહિત છું. આહાહાહા ! આ શરીર માટીનું પિંડ ધોળું આ રૂપાળા ને કાળા ને ઘઉંવર્ણાને એ બધા જડ માટી છે, એ બધા ચિન્શક્તિથી રહિત છે આ. આહાહાહા ! (શ્રોતા:છે તો મારાને?) મારા હોય તો જુદા પડે નહિ. એના નથી માટે જુદા પડી જાય છે. આહાહા!
બે વાત એકદમ લીધી, કે ભગવાન ચૈતન્ય શક્તિ સ્વભાવ માત્ર વસ્તુ અને રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ને કામ ક્રોધ આદિના ભાવ અને તેના ફળ તરીકે શરીર આદિ અનુકૂળ પ્રતિકૂળ આદિ ચીજો, અનુકૂળ પ્રતિકૂળ છે નહિ કોઈ, એ તો છે શેય પણ એને એમ લાગે કે આ ઠીક નથી ને આ ઠીક છે, એ બધી ચીજોથી પ્રભુ તું તો રહિત છો ને? એ બધી ચીજો તારી ચિન્શક્તિથી રહિત છે. રાગ અને દયા, દાન, વ્રતનો વિકલ્પ ઊઠે એ પણ ચિ7ક્તિથી રહિત છે અને તું તેનાથી રહિત છો. અને તું રહિત છો, છો કોણ? “જ્ઞાન શક્તિ” જ્ઞાનની પ્રધાનતાથી વર્ણન છે, છે તો અનંતગુણ પણ જ્યાં જ્ઞાન અસાધારણ સ્વભાવ છે, કે જે સ્વપરને પ્રકાશે છે, બીજા બધા ગુણો પોતાની હૈયાતિ રાખે છે, પણ તે પોતે પોતાને જાણતા નથી. આ એક ચિન્શક્તિગુણ પોતે પોતાને જાણે ને પોતે પરને જાણે એવો અસાધારણ જે સ્વભાવભાવ તેવા ચિન્શક્તિમાત્ર પ્રભુ તું છો. “માત્ર” કીધું છે ને? ચિન્શક્તિમાત્ર, છે? અને ઓલામાં ચિલ્શક્તિ રિક્ત એને એમ કહ્યું કે “સકલમ્ અપિ” મૂળથી છોડીને તારા ચિસ્વભાવ, જ્ઞાનસ્વભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, સર્વસ્વ સ્વભાવ, સર્વ-સ્વ-સ્વભાવ, ચિત્ જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ એવા જ્ઞાનસ્વભાવથી શરીર, વાણી, મન, કર્મ સ્ત્રીકુટુંબ પરિવાર, દેવગુરુશાસ્ત્ર અને રાગ પુણ્ય પાપના ભાવ એ બધી ચિ7ક્તિથી તો બધી રહિત છે ઈ ચીજ. અને એ બધાથી રહિત તું ચિન્શક્તિમાત્ર છો. આહાહા!
આવી ફૂરસદ ક્યાં લેવી? વરસ બેસે પછી એય ચોપડા લખે હવે નવું વરસ એવું સારું જાય, સુખે સુખે જાય બસ આમ, પૈસા પેદા થાય, પાપમાં જિંદગી જાય, અરર! આંહીં એમ કે લાભ થાય એનો અર્થ શું હતો પાપનો થાય. લાભ સવાયા, પાપનો લાભ સવાયા, સવાયા આ ભવમાં એમ કે મળે પૈસા, સુખી થાવ, સુખી થાવ, સુખી એટલે શું પણ? ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ તેનો અનુભવ કરે ત્યાં સુખી થવાનો પંથ છે. આમ આત્માનો અવિનાશી આત્માનો એકરૂપ કેવળ આત્માનો આત્મામાં જ એકરૂપતાની વીતરાગદશામાં એનો અભ્યાસ અનુભવ કરો. આવું છે સ્વરૂપ, લોકોએ કંઈકને કંઈક કરી નાખ્યું એટલે લોકોને, (શ્રોતા – આપે તો સહેલું બનાવ્યું છે) વસ્તુ તો આ સીધી છે. આહાહાહા !
ભાવાર્થ:- “આ આત્મા” ચેતનજી ગયા લાગે છે, છે? ઠીક, એ તો ઓલું યાદ આવ્યું નરકનું એ આચાર્યે ભાઈ પોતે લખ્યું છે, દેવસેન આચાર્યે પોતે લખ્યું છે કે આ જે ગાથાઓ છે એ પૂર્વના આચાર્યોની છે એનો સંગ્રહ મેં કર્યો છે. મારું નથી, પૂર્વના આચાર્યો છે એનો સંગ્રહ