________________
૧૫૧
શ્લોક – ૩૫
કર્યો છે. પૂર્વના સૂરિ આચાર્યોએ કહ્યું તે આ કહેવાય છે. એટલે છે તો પોતે નવસોની સાલમાં નવસોની સાલમાં પોતે, અમૃતચંદ્રાચાર્ય પછી. અને શ્વેતાંબર પંથ નીકળ્યો એ તો બે હજા૨ વર્ષ, હજાર વર્ષે એના પહેલાં, છતાંય પૂર્વના સૂરિઓએ કહ્યું છે, આચાર્યોએ તે હું આ કહું છું, તે ગાથાનો સંગ્રહ મેં કર્યો છે, એમ કહ્યું છે. પરંપરા હવે અંદર લખ્યું છે પોતે આચાર્યે પૂર્વ સૂરિઓએ કહ્યું છે, હું કહું છું એમનહીં, પૂર્વ આચાર્યોએ ગાથા કહી છે તે ગાથાનો મેં સંગ્રહ કર્યો છે, એમ છેલ્લે એમ લખ્યું છે, “પૂર્વ આયરિયં સંગ્રહ” પહેલાં પૂર્વ સૂરિઓએ કહેલું કહું છું એમ હતું, આજે જોયું સવા૨માં. ધર્મના નામે આવીને પણ અભિમાન આવી જાય છે ને ? એટલે એણે એવા પંથ ઘણાં નિકળ્યા એમ લખ્યું છે અંદરથી, મરિચીથી માંડીને લખ્યું છે, મરિચી નહિ? ભરતનો પુત્ર. આહાહાહા ! અમે પણ જાણનારા છીએ, અમે આ ધર્મને બરાબર પરખનારા છીએ એમ અભિમાનમાં આવી અને કંઈક મારગો કાઢયા. આહાહાહા !
આંહીં કહે છે પ્રભુ એ બધું ભૂલી જા હવે, કુંદકુંદાચાર્ય આદિ સંતોએ જે કહ્યું એ ભગવાનનું કહેલું કહ્યું છે. એમણે જે આ આત્મા કહ્યો એ આવો છે. (શ્રોતાઃ- બીજા કહે છે અમારામાં આચાર્યો થયા છે) એ આચાર્યો થયા બધા આ ઉલટા, આકરું કામ છે, શું થાય ? દુઃખ થાય બીજાને લાગે, વસ્તુ તો સ્થિતિ, છે એ છે. આ કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, દિગંબર સંતો કોઈપણ હોય એ તો અંદર ભાવલિંગી સંત છે, એ ભગવાનનું કહેલું, કહે છે ને પોતે અનુભવીને કહે છે. આહાહાહા !
ભાવાર્થ:- “આ આત્મા ૫૨માર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્ય શક્તિમાત્ર છે તેના અનુભવનો અભ્યાસ કરો” જોયું ? આહાહાહા ! વાંચો અને વાંચવાનું વિચારો એ બધું એકકોર વિકલ્પ છે કહે છે. એના અનુભવનો અભ્યાસ કરો, એમાં છે ને પાઠ આવ્યો છે ને સાક્ષાત્, અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે તેના અનુભવનો અભ્યાસ એમ ઉપદેશ છે. આહાહાહા !
66
હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે હવે પછી કહેવાના છે ને તે બધા પુદ્ગલદ્રવ્ય સંબંધી છે” ચાહે તો વિકલ્પ લખવાનો, સાંભળવાનો, વાંચવાનો ઊઠે. અરેરે ! એ પુદ્ગલદ્રવ્યસંબંધી છે. ભગવાન આત્મામાં એ નથી. પુદ્ગલદ્રવ્યસંબંધી છે એ રાગ, દયા, દાનનો વિકલ્પ ગુણ ગુણી ભેદનો વિકલ્પ કહે છે કે એ પુદ્ગલદ્રવ્ય સંબંધી છે. ભગવાન ચૈતન્યના સંબંધવાળો એ નથી. એવો આગળની ગાથાની સૂનિકા છે. હવેની ગાથા આવે છે ને એની આ સૂચનિકા આચાર્ય મહારાજ અમૃતચંદ્રાચાર્ય કહે છે.
OTE