________________
૧૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩
(
શ્લોક - ૩૬
હવે ચિન્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છે -
(અનુષ્ટ્રમ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्।
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।३६ ।। શ્લોકાર્થઃ- [રિત-શરૂિ-વ્યાપ્ત-સર્વસ્વ-સાર:] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો [શયમ ની:] આ જીવ [ફયાન] એટલો જ માત્ર છે; [ શત:
તિરિn:] આ ચિન્શક્તિથી શૂન્ય [ની માવડ] જે આ ભાવો છે [સર્વે મ]િ તે બધાય[પતિ :] પુદ્ગલજન્ય છે-પુદ્ગલના જ છે. ૩૬.
શ્લોક – ૩૬ ઉપરનું પ્રવચન चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्।
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगलिका अमी।।३६ ।। “ચૈતન્યશક્તિથી વ્યાસ” ભગવાન તો જાણક જાણક જાણક જાણક જાણકનો દરિયો, જાણક સ્વભાવથી વ્યાસ નામ સહિત જેનો સર્વસ્વ સાર છે, સર્વસ્વ-સર્વસ્વ પૂર્ણ સ્વનો સાર એ છે. ચૈતન્યશક્તિથી વ્યાપ્ત છે પ્રભુ, રાગથી નહિ, શરીરથી નહિ, મનથી નહિ. હવે આવું આકરું પડે લોકો, બહિરે હાલી નીકળ્યા. ચૈતન્યશક્તિથી વ્યાસ સહિત, વ્યાપ્ત છે ને? આમ તો વ્યાપ્ય વ્યાપક આવતું નથી? આત્મા વ્યાપક અને રાગ વ્યાપ્ય છે, આત્મા વ્યાપક ને આનંદની પર્યાય વ્યાપ્ય છે. વિકાર તરીકે રાગની પર્યાય વ્યાપ્ય છે, નિર્વિકાર તરીકે નિર્વિકારી પર્યાય વ્યાપ્ય છે, વ્યાપક દ્રવ્ય છે. અહીં તો આખો ચૈતન્યશક્તિ વ્યાપ્ત છે. ચૈતન્ય શક્તિથી જેનું વ્યાસપણું એટલે સર્વસ્વ હોવાપણું, જેનો સર્વસ્વ સાર છે. આ કાંઈ પંડિતાઈની આ ચીજ નથી. ઓહોહો ! તિર્યંચ પશુ પણ, ચૈતન્યસર્વસ્વસાર છે એનો પશુ પણ અનુભવ કરે. આહાહાહા!
એવો જે ભગવાન સર્વસ્વ બધું પોતાનું ચૈતન્ય સ્વરૂપ તે તેનો સાર છે. એવો આ જીવ એટલો જ માત્ર છે, “ઈયા” એટલો જ માત્ર છે, “અતઃ અતિરિક્તાઃ” આ ચિન્શક્તિથી શૂન્ય, જાણક સ્વભાવના સામર્થ્યથી શૂન્ય, જાણક સ્વભાવનો ધ્રુવ પ્રવાહ એનાથી શૂન્ય “અમી ભાવાઃ” અમી ભાવાઃ આ ભાવા અસ્તિત્વ સિદ્ધ કરી, જે આ ભાવો છે આ ભાવો છે, આમ જાણે છે. રાગાદિ વિકલ્પ આદિ શરીર, વાણી બધા છે, એ ભાવો છે તે બધાય પુદ્ગલજન્ય છે. પૌદ્ગલિકા ' કહ્યાને? એ બધા જડથી ઉત્પન્ન થયા એથી પાછા કોઈ એમ કહે કે જડ કર્મ છે એને લઈને આ રોગ થાય છે એમ આંહીં કહેવું નથી. અહીં તો રાગ તો થાય છે એનામાં પણ નિમિત્ત જડ છે. તેને લક્ષે થાય છે માટે તેના છે. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઉપદેશ હવે.