SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૩૬ ૧૫૩ આવા જે ભાવ, એ પુદ્ગલનાં જ છે. એમાંથી પછી કોઈ એમ કાઢે કે વિકાર તો કર્મથી જ પુદ્ગલથી જ થાય છે, આત્માથી નહિ, એમ આંહીં કહેવું નથી, એને આશ્રયે થાય છે માટે એના છે, આત્માના નથી, નીકળી જાય માટે તેના નથી, એ અપેક્ષાએ કહ્યું. આહાહા ! સમજાણું કાંઈ ? અનંત અનંત ચોર્યાસીની પાટ અવતાર પડયા એમાંથી નીકળવાનો આ એક રસ્તો છે. જેનું સર્વસ્વ સાર છે, જેમ શીશમમાં સાર નથી હોતો ? શીશમના લાકડામાં વચલો સાર ચીકણોચીકણો એમ આ ભગવાન રાગાદિના વચમાં ભિન્ન સર્વસ્વ ચૈતન્યસાર વસ્તુ છે. બહુ અંદર કઠણ હોય છે, વચલો કઠણ ચીકણો, જોયું છે ને ? ઉપલા ભાગ કરતા એ વચલો ભાગ કઠણ ચીકણો પછી એને કાઢી નાખે ખાલી કરે તલવાર રાખવા કે એવા સાટું અંદર ગોળ બહુ ચીકણો હોય છે. શું કીધું ઈ ? એ શીશમનો એ સાર કહેવાય એમ આ ભગવાનનો સાર રાગાદિ વિકલ્પઆદિ જે વિકા૨થી અંદર ભિન્ન અંદ૨ સર્વસ્વસાર ચૈતન્ય પિંડ છે. આહાહા ! અરે આઠ વર્ષના બાળક પણ આ અનુભવે અને કેવળજ્ઞાન પામે એ કાંઈ ચીજ કાંઈ બીજાની નથી કે ન પામે. છે તેને મેળવવો છે એમાં. આહાહાહા ! શું શ્લોકો ! ઓહોહો ! સંતોની વાણી દિગંબર સંતોની વાણી એની પાસે બીજા ભરે પાણી, એવી ચીજ છે. એક ચૈતન્ય સર્વસ્વ પ્રભુ, જેમ એ શીશમનો સાર હોય છે, એમ આ ભગવાન અંદર આ બધા રાગ ને પુણ્ય ને શ૨ી૨ આદિથી ભિન્ન ચૈતન્ય સર્વસ્વસાર છે, ચૈતન્યનો કંદ, રસકંદ છે પ્રભુ. એનાથી ભિન્ન છે, એ બધા પુદ્ગલ છે. દયા, દાન, વ્રત, ભક્તિ જાત્રાનો ભાવ પણ આંહીં તો પુદ્ગલ છે, એમ કહે છે. પુદ્ગલજન્ય છે. ‘પૌદ્ગલિકા’નો અર્થ કર્યો, પુદ્ગલજન્ય છે, એનો જ અર્થ કર્યો પુદ્ગલનાં જ છે. એનો જ અર્થ કર્યો, પુદ્ગલનાં જ છે. આહાહાહા ! એવા ભાવોનું વ્યાખ્યાન છ ગાથાથી કરે છે. મુમુક્ષુ :- ‘અલિંગગ્રહણ'ના ૨૦ મા બોલમાં અને આમાં શું ફેર છે? સમાધાન :- ત્યાં વીસમા બોલમાં આત્માનું વેદન તે આત્મા છે, એટલું, પણ ત્યાં દ્રવ્ય છે. અહીં એ દ્રવ્ય અનુભૂતિમાં છે પણ પર્યાય તે શુદ્ઘનય છે. દ્રવ્યનો અનુભવ તે શુદ્ઘનય છે અને શુદ્ઘનયને અહીંયા આત્મા કહીએ. ત્યાં જે વેદનને આત્મા કીધું છે, અહીં અનુભૂતિને આત્મા કીધો છે. મુમુક્ષુ :– અનુભૂતિ અને વેદનમાં શું ફેર છે ? : સમાધાન :- એક જ વાત છે. ઇ શું કહ્યું ? ‘પ્રવચનસાર’માં ૧૭૨ ગાથામાં ‘અલિંગગ્રહણ’ના ૨૦ બોલ છે. એમાં એક વીસમો બોલ એવો લીધો છે કે, આત્મા ત્રિકાળી દ્રવ્ય છે તેને એનું વેદન અડતું નથી. વેદન તો પર્યાયનું છે. અનુભૂતિ એ પર્યાયનું વેદન છે. આનંદનું વેદન એ પર્યાયનું છે. એ પર્યાયનું વેદન તે દ્રવ્યને અડતું : નથી. કેમકે દ્રવ્ય તે ધ્રુવ છે. ભલે ધ્રુવને લક્ષે અનુભૂતિ થઈ, પણ અનુભૂતિ તે દ્રવ્યને અડતી નથી. થોડું ઝીણું પડે, બાપુ ! વસ્તુ એવી ઝીણી છે. આહા..હા...! સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના ગાથા ૧૧ના પ્રવચન પાના નં. ૯૩ ·
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy