________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩
૧૪૮
અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થ:-આ આત્મા ૫૨માર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫.
不不
શ્લોક-૩૫ ઉ૫૨નું પ્રવચન
શ્લોકઃ- આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની–અનુભવની પ્રેરણા કરે છે.
सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु
परमात्मात्मानमात्मन्यनन्तम्।।३५।।
“ચિત્તશક્તિરિક્ત ” ચિત્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી ઉખેડીને, શું કહ્યું ? ચિત્શક્તિથી રહિત ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનશક્તિ છે, જ્ઞાનસ્વભાવ છે એનાથી રહિત, પુણ્ય ને પાપના આદિ ભાવો, એનાથી તે રિક્ત છે, રહિત છે. ચૈતન્યસ્વભાવ શક્તિરૂપ ચૈતન્ય એ એનાથી જે રહિત વસ્તુ છે એનાથી રહિત છે. એનાથી રહિત છે એનાથીય રહિત છે. એ પુણ્ય ને પાપના ભાવ, ચાહે તો ગુણગુણીનો ભેદનો વિકલ્પ હો, એ ચિત્શક્તિથી રહિત છે. જેમાં ચૈતન્યનું સામર્થ્ય રાગ વ્યવહારના રાગાદિમાં પણ નથી, એવા ભાવને મૂળથી છોડીને, “સકળમ્ અપિ” મૂળથી છોડીને સકલ ભાવ ચાહે તો સૂક્ષ્મ પંચમહાવ્રતના વિકલ્પનો રાગ હો, અરે દ્રવ્ય, ગુણ ને પર્યાયના ભેદનો વિકલ્પ હો એ સકલમ્ અપ, એ બધાને મૂળથી છોડીને, અને પ્રગટપણે ‘સ્ફુટમ્’ પ્રત્યક્ષપણે “સ્વં ચિત્–શક્તિમાત્રમ્" પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું “અવગાહ્ય” અવગાહન કર, અંતરમાં પ્રવેશ કર એમ કહે છે. સકલમ્ અપિ વિકલ્પ આદિના ભાવોને છોડીને, મૂળમાંથી છોડીને અને ચિત્શક્તિસ્વભાવ,એનું અવગાહન કર, અનાદિથી રાગમાં જે અવગાહન પ્રવેશ છે એને આંહીં પ્રવેશ કર, આવી વસ્તુ છે.
ભગવાન ચિત્શક્તિમાત્ર વસ્તુ છે, છે ને ચિત્શક્તિમાત્રમ્ ઓલુ ચિત્શક્તિ રહિતમ્ રાગ, દયા, દાન, પુણ્ય, પાપ ચિત્શક્તિ રહિતમ્ અને પોતે ચિત્શક્તિમાત્રમ્ એનું અવગાહન કર ઉંડે દરિયામાં જેમ પ્રવેશે એમ ભગવાન ચિત્શક્તિમાત્ર પ્રભુ એને તળિયે ઉંડે જા, અવગાહન કર. આવી વાત છે.
,,
“અવગાહ્ય” ભવ્ય આત્મા, છે ને છે તો આત્મા શબ્દ, પણ અર્થકારે લાયક આત્મા “વિશ્વસ્ય ઉપ૨િ” સમસ્ત પદાર્થસમૂહુરૂપ લોકના ઉ૫૨ રાગાદિ સમસ્ત પદાર્થના સમૂહ ઉ૫૨થી, લોકના ઉ૫૨ એટલે ઉત્કૃષ્ટ વસ્તુ રાગાદિથી અધિક નામ ભિન્ન સર્વોત્કૃષ્ટ વસ્તુ લોકના ઉ૫૨ સુંદર રીતે, ‘ચારુ' એટલે મનોહર, આનંદસ્વરૂપ પ્રભુ ‘ચરાં’ આનંદમાં પ્રર્વતતા એવો ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદરૂપી ચારુ નામ મનોહર એવા પ્રવર્તતા એવા આ, એક શ્લોકે તો–એક કેવળ અવિનાશી, એક કેવળ અવિનાશી, એકલો આત્મા નિત્યાનંદ પ્રભુ એક