________________
: -
રસ છે.
૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે અરસ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિધમાન નથી માટે અરૂપ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૫. (તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી માટે અરૂપ છે. ૬. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી માટે અગંધ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે અગંધ છે. ૨. પરમાર્થે પુગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધવેદનાપરિણામને પામીને ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૫. (તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે. પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી ગંધના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે ગંધરૂપે પરિણમતો નથી માટે અગંધ છે. ૬. આમ છ પ્રકારે ગંધના નિષેધથી તે અગંધ છે.
એ રીતે, જીવ ખરેખર પુગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શગુણ વિદ્યમાન નથી માટે અસ્પર્શ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શગુણ નથી માટે અસ્પર્શ છે. ૨. પરમાર્થે પુગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદના પરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૫. (તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે સ્પર્શરૂપે પરિણમતો નથી માટે