________________
૨૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભગવાન આત્મા એ ગુણસ્થાનના ભેદો, લબ્ધિસ્થાનના ભેદો એનાથી ભિન્ન, અધિકપણે પ્રતીત થાય છે. ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ થતાં, વર્તમાન ઉપયોગને, ત્રિકાળી ઉપયોગ સાથે સંબંધ કરતાં તે ઉપયોગ અધિક છે. એ જીવનો સ્વભાવ, અને ભેદ છે તે પુગલનો સ્વભાવ જીવનો નહીં. એક જગ્યાએ રહ્યા એટલું કહ્યું, પણ એક ભાવ સ્વરૂપે નહીં એમ. જેમ દૂધ ને જળ એક જગ્યાએ રહ્યા છતાં એના બેયના ભાવ સ્વરૂપે નહીં, એમ ભગવાન જ્ઞાન સ્વભાવભાવે અને ભેદ આદિ પુગલ આદિ પુગલના સ્વભાવભાવે એક ક્ષેત્રે રહ્યા છતાં, ભાવ ભિન્ન છે. આત્મા સર્વ દ્રવ્યથી અધિકપણે પ્રતીત થાય છે તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્ય સ્વરૂપ સંબંધ છે એવો ગુણસ્થાન, ભેદ, વર્ણાદિક લબ્ધિસ્થાન એનો (અને) આત્માનો સંબંધ નહીં હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુલ પરિણામો આત્માના નથી. એ ગુણસ્થાન આદિ જીવના નથી, લબ્ધિસ્થાન આદિ જીવના નથી. વિશેષ કહેશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
ભગવાન ! તારી વાત છે ને, નાથ ! તારા અંતરની વાત છે ને, પ્રભુ! આ..હા..હા...! એ ભગવાન (છે) છતાં કેમ હાથ આવતો નથી (તો કહે છે કે) તેના તરફનું લક્ષ નથી પણ તેની પર્યાયમાં શેય જે પૈસા, આબરૂ, કીર્તિ, લક્ષ્મી, શરીર, પુણ્ય અને પાપના પરિણામ, તેના ઉપર લક્ષ જતાં તે શેયાકાર એટલે જે જાણવાયોગ્ય ચીજ છે તેને આકારે જ્ઞાન થઈ જાય છે અને એને આકારે જ્ઞાન થતાં જ્ઞાનસ્વભાવનો આકાર છૂટી જાય છે. તેથી તે શેયાકાર જ્ઞાન તે અજ્ઞાન છે. આહા...હા...! આવી વાતું છે, બાપુ! આહા..હા....!
ભગવાનઆત્મા સ્વજોય છે. તેની વર્તમાન જ્ઞાનદશાને સ્વયમાં વાળતાં, પરના શેયાકારની જ્ઞાનની પર્યાયનું લક્ષ છોડી દઈ, અંતર જ્ઞાનસ્વભાવમાં આવતાં એને જ્ઞાનનો જે અનુભવ થાય, એ સામાન્યનો અનુભવ (છે). એટલે શેયના આકાર વિનાનો, એકલા જ્ઞાનના આકારનો અનુભવ, તે સામાન્યનો અનુભવ (છે). તેને જૈનધર્મ કહે છે. આ.હા..હા....! કઈ જાતનો આ ઉપદેશ! (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૭૬ )))