________________
ગાથા – ૫૭
૨૨૩
ગાથા - ૫૭ ઉપર પ્રવચન વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવનાં કેમ નથી ? વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-ગુણસ્થાનલબ્ધિના ભેદો એ કેમ જીવના નથી? તેનું કારણ કહો. આહાહા! સંસ્કૃત છે. “વો નીવચ વર્ષાયો નિશ્ચયેન ને સન્તીતિ વે” અમૃતચંદ્રાચાર્ય એની પોતાની છે.
एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो। ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा।।५७।। આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો;
ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. પ૭. ઉપયોગ ગુણથી લીધું. ભાષા દેખી, જ્ઞાયકભાવ એમ નહીં, ઉપયોગ છે જે ત્રિકાળ. આહાહા! ઉપયોગ ગુણથી અધિક તેથી જીવના નહિ ભાવકો.
ટીકાઃ- જેમ જળ મિશ્રિત દૂધનો પાણી અને દૂધ બેય ભેગાં હોય આમ મિશ્રિતપણે, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ પાણી સાથે દૂધને એક ક્ષેત્રે અવગાહ, રહેવું, વ્યાપવું એક ક્ષેત્રે, ઓહોહો ! જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહ, પરસ્પર અવગાહ જોયું? જળ ને દૂધ ને દૂધને જળ પરસ્પર અવગાહ સ્વરૂપ સંબંધ હોવા છતાં સ્વલક્ષણભૂત દૂધપણું ગુણ વડ વ્યાપ્ત હોવાને લીધે પણ દૂધનો જે ગુણ ધોળો સફેદ ને મીઠો એવા ગુણને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે. દૂધ પાણીથી તદ્ન જુદું પ્રતીતમાં આવે છે. જુઓને એ પણ દાખલો, એ તો પાઠમાં જ છે. “ખીરોદય” પાઠમાં છે જુઓ ઓલું પાઠમાં નહોતું દાખલો, આ પાઠ છે આખો. શું કહ્યું? કે દૂધ અને જળ એક જગ્યાએ અવગાહપણે રહેવા છતાં દૂધના લક્ષણો અને જળના લક્ષણો તદ્ન ભિન્ન છે. દૂધ અને જળ એક જગ્યાએ રહેવા છતાં, દૂધનો ગુણ ને જળનો ગુણ એ તદ્દન ભિન્ન છે. આહાહાહા ! ક્યાં લઈ જશે એ જુઓ સાંભળજો.
તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મય સ્વરૂપ સંબંધ છે. અગ્નિ ને ઉષ્ણતાને તે રૂપે સંબંધ છે. તરૂપ તેવો જળ સાથે દૂધનો સંબંધ નહીં હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી, ખરેખર એ જળ દૂધનું નથી. આહાહા !
તેવી રીતે વર્ણગંધ-ગુણસ્થાન-લબ્ધિસ્થાન એવા પરિણામો સાથે એ વર્ણ પુદ્ગલદ્રવ્યના પરિણામો છે, ત્યાં એ કહ્યું'તું ને પુદ્ગલદ્રવ્યના પરિણામથી ભિન્ન છે. એ પુદ્ગલદ્રવ્યના પરિણામ સાથે મિશ્રિત આ આત્માનો, આત્મા અને ભેદ ગુણસ્થાન આદિ એક જગ્યાએ, એક ક્ષેત્રે વ્યાપવાપણે હોવા છતાં, આ આત્માનો ને પુગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહ સ્વરૂપ સંબંધ હોવા છતાં, ભગવાન જ્ઞાયક સ્વભાવ અને આ રાગાદિ, ભેદ આદિ સ્વભાવ એ પરસ્પર અવગાહુ છે, પરસ્પર અવગાહું સંબંધ છે, પરસ્પર સ્વભાવ સંબંધ નથી. આહાહાહા
સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડ, જેમ ઓલા દૂધ ગુણ વડે લીધુ'તું ને દૂધપણું ગુણ વડે, દૂધપણું છે ને? દૂધપણું એટલે એનો ગુણ, એમ આ આત્માનુંપણું, ઉપયોગગુણવડ, જાણક દેખન જે ઉપયોગ ત્રિકાળી એને વર્તમાનના ઉપયોગ ગુણ વડ, વ્યાપ્ત હોવાને લીધે, આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે.