________________
૨૮૭
શ્લોક – ૪૦
એ ભેદનું જ્ઞાન એને ક્યારે થાય ? કે એ અભેદ દૃષ્ટિ કરે ત્યારે આ ભેદનું જ્ઞાન અનેકાંતનું થાય. આવી વાત છે, મોટો ફેરફાર બહુ ફેરફાર, માળે આવું કરી નાખ્યું છે.
જુઓને વ્યવહા૨ે સમજાવ્યું એટલે વ્યવહારની પ્રવૃત્તિ લાભદાયક છે, એમ ઠરાવ્યું. હૈં ? (શ્રોતાઃ- એનાથી કાંઈ લાભ થતો હશે કે નહીં ) લાભ કાંઈ નહિ એને ફકત ખ્યાલમાં આવે એટલી વાત. અહીં જાવું છે એટલું ખ્યાલમાં આવે છે. હાલવું છે ઈ તો એને પછી પોતાને. ઝીણી વાત છે ભાઈ. આંહી તો લીધું હવે બાહ્ય, હવે અડસઠમાં અત્યંતરની વાત લે છે, શું કીધું ? ૨૯ બોલમાં કેટલાંક બાહ્ય છે ને કેટલાક અત્યંતર છે. જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, સંહનન, સંસ્થાન એ બધા બાહ્ય છે, એ તો આત્માની પર્યાયમાં પણ નથી, એથી એને ભિન્ન કહ્યો, હવે એને જીવદ્રવ્ય વસ્તુ જે અખંડ છે, તે અત્યંતરના રાગ-દ્વેષ, ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદ એનાથી રહિત છે, અત્યંત૨ના ભેદથી પણ રહિત છે. આહાહા ! સમજાણું કાંઈ ? તેથી છેલ્લી
ગાથા.
‘ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી...’ શું કહે છે ? હું તો એક જાણનાર વિશેષ (ઉપયોગાત્મક ) અને દેખનાર–સામાન્ય (ઉપયોગાત્મક સ્વરૂપ છું ) મારું સ્વરૂપ દર્શન અને જ્ઞાન (સ્વરૂપ છે ). દર્શન કોઈ ચીજને ભેદ પાડીને જોતું નથી, ( માટે સામાન્ય ઉપયોગાત્મક છે ). જ્ઞાન દરેકને ભેદ પાડીને જોવે માટે વિશેષ ( ઉપયોગાત્મક છે ). ( પહેલાં જે ) નવ વિશેષ ( કહ્યાં તે ) જુદાં અને આ જ્ઞાન ( છે ). વિશેષ જુદું. ( અહીંયા ) જ્ઞાન વિશેષ ( કહ્યું તે ) ધ્રુવ ( છે ) અને ( પહેલાં ) નવ તત્ત્વ ( કહ્યાં ) તે પર્યાયના વિશેષ ( છે ) તે અનિત્ય અને અવ ( છે ).
એ કહે છે જુઓ ! ‘...ચિન્માત્ર હોવાથી સામાન્ય...' સામાન્ય એટલે દર્શન આ સમકિતની વાત નથી. (દર્શન એટલે ) દર્શનનો વિષય એવો છે કે, કોઈને (પણ ) ભેદ પાડયા વિના દેખે. આખી દુનિયાની સત્તા છે એ સત્તાને ભેદ પાડયા વિના દેખે તેને ‘સામાન્ય' કહીએ. એ સામાન્ય (ની વ્યાખ્યા થઈ ) અને વિશેષ ( એટલે ) જ્ઞાન. ( જ્ઞાન ) દરેક ચીજને ભિન્ન પાડીને (જાણે છે). આ જીવ છે, આ અજીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ વિકાર છે આ અવિકાર છે એમ ભેદ પાડીને જે જાણે તેને ‘વિશેષ’ જ્ઞાન કહીએ. ( પહેલાં કહ્યાં એ ) નવ તત્ત્વનું વિશેષ જુદું અને આ વિશેષ જુદું. આહા..હા... ! સમજાય છે કાંઈ ?
(સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૨૯૦ )