________________
૨૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ કરી. શું એ કીધું? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, સંહનન એ તો બાહ્યની ચીજ. પર્યાપ્તઅપર્યાપ્ત એ પણ બાહ્યની ચીજ એ અંતરમાં છે નહીં. વ્યવહારથી કહેવામાં આવ્યા તેથી વસ્તુ આત્માની નથી. આત્મા તેમય નથી. ઇત્યાદિ સ્વરૂપ જીવ જ્ઞાનસ્વરૂપ છે. એને કહ્યું કે પ્રભુ જીવ જ્ઞાનસ્વરૂપ જેમ ઘડો માટી સ્વરૂપ છે, એમ આ જીવ જ્ઞાનસ્વરૂપ છે. એમ કહ્યું.
હવે એટલું કહ્યું માટે એને જ્ઞાન થઈ ગયું સમજનારને, એમ નથી. એને કહ્યું કે જ્ઞાનસ્વરૂપ છે એનું એને લક્ષ કરાવ્યું, હવે એને ક્યારે અનુભવ થાય? એ તો અંતર જીવદ્રવ્યનો આશ્રય કરે જ્ઞાનમય વસ્તુ તો એને જ્ઞાનમય છે એવો અનુભવ થાય. ગુરુએ, ભગવાને કે આચાર્યોએ કહ્યું કે ઘીનો ઘડો નથી, ઘડો માટીમય છે, એ તો ઠીક, એમ આ પર્યાય અપર્યાપ્ત આદિ સંહનન સંસ્થાન આદિ એ અજીવ છે, એ જીવ નહીં, જીવ તો જ્ઞાનમય છે. એટલું કહ્યું માટે તેને શિષ્યને જ્ઞાનમય જીવ સ્વભાવનો અનુભવ થયો એમ નથી, એમાં એ નીકળે છે ઈ. બાહ્યની વાત છે ને આ તો.
અત્યંતરની હવે આવશે, ગુણસ્થાન રાગાદિ અભ્યતર પણ જીવ સ્વરૂપ નથી. આ તો બાહ્યની વાત કરી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રંગ, રાગ એ પછી આવશે, અહીં તો રંગ, ગંધ, રસ, શરીર, સ્પર્શ, સંહનન, સંસ્થાન, પર્યાય, અપર્યાપ્ત એ બધાં જીવ નથી, જીવ જ્ઞાનસ્વરૂપ છે. એમ આ સંતોએ આચાર્યોએ કહ્યું, છતાં એને જ્ઞાનસ્વરૂપનો ખ્યાલ આવ્યો કે આ જ્ઞાનસ્વરૂપ છે એટલું, પણ એથી એને આત્માનો જ્ઞાનસ્વરૂપનો અનુભવ થયો એમ નથી. આ તો વ્યવહારથી એને સમજાવ્યું કે જ્ઞાનસ્વરૂપ છે આત્મા, ભાઈ. આચાર્યોએ પણ વ્યવહાર વિકલ્પમાં આવીને એને સમજાવ્યું અને સમજનારના ખ્યાલમાં આવ્યું એટલે કે આ જ્ઞાનસ્વરૂપ છે એમ કહે છે. બસ. ઈ લક્ષમાં આવ્યું, કે જ્ઞાનસ્વરૂપ છે. પણ એને જ્ઞાનસ્વરૂપનો અનુભવ કયારે થાય? આહાહાહા ! એ અંતરના જ્ઞાયકસ્વભાવને અવલંબે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનું અહીં વર્ણન છે ને? દ્રવ્ય વસ્તુ, જે દ્રવ્ય વસ્તુ છે, ત્યાં બાહ્ય રંગ-રાગાદિ તો નથી, એ જ્ઞાનસ્વરૂપ છે એમ કહ્યું, પણ એ જ્ઞાનસ્વરૂપ એના ખ્યાલમાં આવ્યું કે હું જ્ઞાનસ્વરૂપ છું એટલું, પણ સાંભળનારને આત્મા જ્ઞાનસ્વરૂપનો અનુભવ થયો નથી. આહાહા ! કહ્યું માટે એને જ્ઞાન થઈ ગયું, અને સાંભળ્યું માટે એને જ્ઞાન થઈ ગયું એમ નથી. આહાહાહા!
એ જ્ઞાયકસ્વભાવ જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ દ્રવ્ય હોં, એ દ્રવ્ય સ્વરૂપની દૃષ્ટિ કરતાં આ તો સાંભળેલું ખ્યાલમાં આવ્યું કે એ તો જ્ઞાનમય છે એટલું. હવે શાસ્ત્ર દિશા દેખાડી અળગા રહે. એમ ગુરુ પણ દિશા દેખાડી અળગા રહે. જ્ઞાનમય છે એમ જ્યારે એ પોતે અંતરમાં જાય. આહાહા ! પર્યાયમાં જ્ઞાનમય છે એમ ખ્યાલ આવ્યો, એ તો વ્યવહાર થયો. ( શ્રોતા:- નિશ્ચય વગર વ્યવહાર) નિશ્ચય નથી એ ઝીણી વાત છે ભાઈ. નિશ્ચય તો શાયક સ્વરૂપ એનો અનુભવ કરે ત્યારે આ જ્ઞાયક સ્વરૂપ છે એવો એને ખ્યાલ આવે, ત્યારે સાચો નિર્ણય (થાય). આહાહા !
આ તો ઓલુ હાલ્યને આ તો ગૌતમ સ્વામીએ વ્યવહારનું કહેલું એ ઉપરથી આ વધારે આવ્યું, ગૌતમ સ્વામીએ વ્યવહારનો આશ્રય લઈને શિષ્યોની પ્રવૃત્તિ વ્યવહાર કરાવે લાભદાયક માટે, એમ છે નહિ. ગૌતમ ગણધરોએ જીવને ચૌદ ભેદસ્થાન દ્વારા એને શિષ્યને સમજાય, એ દ્વારા અનુગ્રહ કરીને કહ્યું, પણ એથી એને ખ્યાલમાં આવ્યું કે આ તો ભેદથી આ કહે છે, પણ