________________
શ્લોક – ૪૦
૨૮૫ જ્ઞાનમય છે. “વર્ણાદિમાન જીવ” તે જ્ઞાનમય છે. એ વ્યવહાર બતાવ્યો, વર્ણાદિમય નહીં એ જ્ઞાનમય ભગવાન છે. ભેદ નહીં, રાગનહીં, રંગ નહીં- આ પ્રકારે જીવમાં વર્ણાદિનો વ્યવહાર કરવામાં આવ્યો છે– વર્ણાદિમાન એ તો વ્યવહાર કરવામાં આવ્યો છે. કેમ કે અજ્ઞાની લોકોને વર્ણાદિમાન જીવ જ પ્રસિદ્ધ છે. આ કારણે એ પ્રસિદ્ધ છે. માટે વર્ણાદિમાન કહીને એ જ્ઞાનમય છે એમ વ્યવહાર કહેવામાં આવ્યો. વ્યવહાર કહ્યો માટે એ સત્ય છે ને એથી લાભ છે એવું નથી. પણ જ્ઞાન થાય છે ને, જ્ઞાન થાય છે એ સમજાવવું છે એ વર્ણાદિમાન નહીં, જ્ઞાનમય છે એ (આત્મા-જીવ), વ્યવહારથી જ્ઞાન થયું પણ વ્યવહાર આદરણીય અને અનુસરવા લાયક છે, એવું નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
(
શ્લોક – ૪૦
)
(અનુકુમ) घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्।
जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः।।४०।। શ્લોકાર્થ-[વેત] જો [મૃતવાભિધાને ]િ “ઘીનો ઘડો” એમ કહેતાં પણ [ p: વૃતમય: ૧] ઘડો છે તે ઘીમય નથી (-માટીમય જ છે), [વમિત-ળીનત્યને ]િ તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [બીવી તન્મય:] જીવ છે તે વર્ણાદિમય નથી (જ્ઞાનઘન જ છે).
ભાવાર્થ- ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી “ઘીનો ઘડો” કહેવામાં આવે છે છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાતિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ એ-સ્વરૂપ નથી; વર્ણ, પર્યામિ, ઈન્દ્રિયો ઇત્યાદિ પુગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦.
પ્રવચન નં. ૧૩૮ શ્લોક-૪૦ તથા ગાથા- ૬૮
કારતક વદ-૭ શુક્રવાર તા. ૧૭-૧૧-૭૮ શ્લોકનો ભાવાર્થ છે. આ જ તો ગુજરાતી ચાલશે, હિન્દી ગયા.
ભાવાર્થ – ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ઘીનો ઘડો કહેવામાં આવે છે, છતાં નિશ્ચયથી ઘડો ઘી સ્વરૂપ નથી, ઘી તો ઘી સ્વરૂપ છે, ઘડો તો માટી સ્વરૂપ છે. આ તો દષ્ટાંત તેવી રીતે રંગ, ગંધ, રસ, સ્પર્શ, પર્યાતિ, અપર્યામિ, સંહનન, સંસ્થાન શરીર ઇત્યાદિ એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી, પંચેન્દ્રિય જીવ પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્યજીવ એમ કહેવામાં આવે છે. નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી, એ તો બાહ્ય ચીજની વાત