SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ન હોય, શુભભાવ જ હોય (અત્યારે) એમ કહે છે. અરરર! પંચમકાળમાં બીજું ન હોય શુભભાવ જ હોય એમ કહે છે. આત્મામાં શુભભાવ છે જ નહીં, એ શુભભાવ પુગલની સાથે સંબંધ રાખે છે. (શ્રોતાઃઆપ એકલા થઈ ગયા!) એકલા? એકલા કોણ ને એકલા કોણ? ભગવાન અહીં તો છે ઈ છે. શું પણ સંતો-દિગમ્બર મુનિઓ, ગજબ કામ કર્યા, પ્રભુ,કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા પ્રભુએ સંતોએ ! ભાઈ ! તું એમ કહે કે એ શુભરાગથી મને લાભ થાય અને શુભરાગ મારો છે તો પ્રભુ! એ તો પુદ્ગલની પ્રસિધ્ધિ થઈ નાથ ! એમાં તારી પ્રસિધ્ધિ ન આવી–એમાં તારી પ્રસિધ્ધિ નથી થતી એમાં તેં તો રાગને પ્રધાનપદ આપી દીધું છે, રાગ તો પુગલની સાથે સંબંધ રાખે છેતાદામ્ય સંબંધ ત્યાં છે. જ્યાં-જ્યાં કર્મ, ત્યાં-ત્યાં રાગ, ઈ “આત્મઅવલોકન'માં આવ્યું છે, કે ભાઈ જ્યાં સુધી નિમિત્ત છે ત્યાં સુધી રાગ છે. એ શું કામ (કહ્યું છે?) બેનો સંબંધ બતાવવો છે, એવું છે. આત્મ-અવલોકનમાં (છે-કે) જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી રાગ છે. કર્મ ન હોય ત્યાં રાગ નથી. એમ કહીને અનિત્યતા સ્થાપવી છે. અને (રાગ ) પુદગલના સંબંધના લક્ષે થાય છે. માટે, તે આત્માનું સ્વરૂપ નથી. એ આત્મ-અવલોકનમાં છે. એ તો તે દિ'વાંચ્યું'તું જોયું હતું- ચિત્ન કરેલા, ભાઈ લાવ્યો'તો હિંમત ! આહાહા! ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન-અનંત આનંદ– અનંત શાંતિ અનંત વીતરાગતાનો ભંડાર ભગવાન, એમાંથી ભંડારમાંથી નીકળે તો રાગ નીકળે? એમાં છે રાગનો કોઈ ઉત્પત્તિનો ગુણ? એમાં એવો કોઈ ગુણ જ નથીને. એવો જે ભગવાન અનંતગુણનો પિંડપ્રભુ, એનો જ્યાં સ્વીકાર થાય છે ત્યાં તો પર્યાયમાં અનંત આનંદ શાંતિ આદિની પર્યાય ફાટે છે, એ ઉત્પાદવ્યયનો સંબંધ (આત્મ) દ્રવ્ય હારે છે, કે જે ઉત્પાદ ને વ્યય સિદ્ધમાં પણ રહે છે. આહાહાહા ! એક એવું આવ્યું 'તું મગજમાં... પ્રભુ મને અહીં ક્યાં મોકલ્યો તે, એમ આવ્યું 'તું –એનો અર્થ જ પ્રભુ તારા જ્ઞાનમાં હું આવ્યો એમ ક્યાંથી જ્ઞાનમાં આવ્યું-તારા જ્ઞાનમાં એવું આવ્યું પ્રભુ કે હું અહીં આવીશ એ તેં મોકલ્યો, એમ મેં કીધું. ભાઈ ! સમજાણું? હેં! એનો અર્થ છે કે પ્રભુ તારા જ્ઞાનમાં એમ હતું ને કે હું અહીં આવીશ, એ અપેક્ષા ! આવી વાત છે. અમૃતચંદ્રાચાર્યે અમૃત રેડયા છે. આહાહાહા ! આંહી કહે છે પ્રભુ! એક વાર સાંભળ! ચાહે તો જે ભક્તિનો રાગ, પરમાત્માના સ્મરણનો-પંચપરમેષ્ઠિના સ્મરણનો... વળી, એક જણે એમ કહ્યું છે. નામ નથી આપતો. એમ કે ભગવાનનું સ્મરણ છે એમાં કષાય ક્યાં આવ્યો? એમ આવ્યું છે, ખબર નથી (ઍને) એ એમ કહે કે ) નાં કષાય ક્યાં આવ્યો? ભગવાનનું સ્મરણ કરવું! (એમાં કષાય ક્યાં છે?) હવે ઈ સ્મરણ કરવું એ જ વિકલ્પ-રાગ છે. ત્યાંથી ઈસરીથી આવ્યું છે એમાં આવ્યું છે એમ કે ગુણ સ્મરણ કરવા પરમાત્માના ગુણો, પણ એ પરદ્રવ્યના ગુણોનું સ્મરણ કરતાં વિકલ્પ (ઊઠે) છે. ભાઈ ? ત્યાં એમ કહે કે કષાય કયાં આવ્યો? બાપુ એ પોતે કષાય છે, ભાઈ ! અને એ કષાયની ઉત્પત્તિ ને વ્યય પુગલ સાથે સંબંધ રાખે છે. પ્રભુ! ગજબ વાત છે ભાઈ ! એ જ્યારે ભગવાન ત્રણલોકના નાથ (તીર્થકરદેવ) એ આ અર્થો કરતા હશે (આહા!) દિવ્યધ્વનિ દ્વારા અને ગણધરોને ઇન્દ્રો –એકાવતારી જ્યાં, ગણધર એ ભવે મોક્ષ જવાના, ઇન્દ્ર
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy