SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ગાથા – ૬૨ એક ભવ પછી, એને પણ જ્યાં વિસ્મય થતું હશે! એ કેવી વસ્તુ હશે? આહાહા ! એ આંહીં કહે છે, જે પુગલદ્રવ્યનું લક્ષણ છે એ દ્રવ્યોનું અસાધારણ છે ને, આવો જેનો અભિપ્રાય છે તેના મનમાં અન્ય બાકીના દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપ કે જે પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે રાગાદિ તેનો જીવ વડે –જીવ સાથે અંગીકાર કરવામાં આવ્યો એ પુગલના સ્વભાવની સાથે જીવની સાથે અંગીકાર કર્યો, એમાં જીવ- પુલના અવિશેષજીવને પુદ્ગલની ભિન્નતાં રહી નહીં, એકરૂપનો પ્રસંગ આવી ગયો. એ શુભરાગથી આત્માને ધર્મ થાય છે એમ માન્યતા કરવાવાળાએ પુગલને આત્મા માન્યો, તેથી તેને જીવનો અવશ્ય અભાવ થઈ જાય છે. એ રાગના વિકલ્પ જે છે, એ આત્માની સાથે સંબંધ રાખે છે એવું જો માને તો ઈ તો (રાગ) પુદ્ગલનું -અજીવનું લક્ષણ છે એને તો અજીવની સાથે તાદામ્ય (સંબંધ) ને અજીવનું લક્ષણ છે એ તો, કેમ કે રાગ પોતે અજીવ છે એ જીવસ્વરૂપ નહીં. અને જીવસ્વરૂપ નથી એનો સંબંધ (જીવથી) પોતાનાથી માને તો આત્મા પુગલ થઈ ગયો, જીવ તો ભિન્ન રહ્યો નહીં. (તેથી) જીવનો અવશ્ય અભાવ થાય છે. આ લ્યો! બહુ સરસ ટીકા આવી. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૩૬ ગાથા ૬૨ થી ૬૪ તા. ૧૫-૧૧-૭૮ બુધવાર કારતક વદ-૧ ગાથા – ૬૨ નો ભાવાર્થ અને ગાથા – ૬૩ – ૬૪. (શું કહે છે?) જેમ વર્ણાદિ ભાવ-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શુભ-અશુભ ભાવ, એ પુદ્ગલદ્રવ્યની સાથે તાદાભ્યસ્વરૂપે છે, રાગ આવે-આવે છે–દયા, દાન, વ્રત, આદિના વિકલ્પભાવ, એ પુદ્ગલદ્રવ્યની સાથે તાદાભ્યસ્વરૂપ છે, આત્માની સાથે તાદાભ્ય નહીં. આકરી વાત ! જીવઅજીવ અધિકાર છે ને! જીવસ્વભાવ તો અભેદ-અખંડ, આનંદ-પૂર્ણ આનંદસ્વરૂપ આદિ અભેદ, એમાં જે આ રાગ-ભેદ આદિ છે એ બધા પુદ્ગલની સાથે સંબંધ રાખે છે- અહીં સ્વભાવની દષ્ટિ બતાવવી છે. તેમ જીવ સાથે પણ તાદામ્યસ્વરૂપે હોય-એ દયા–દાન-રાગ આદિના ભાવ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે, જીવની સાથે (તાદાભ્ય) સંબંધ રાખે તો જીવ પુગલમાં કોઈ પણ ભેદ ન રહે! એ રાગ અહીંયા અજીવને અચેતન ગણવામાં આવેલ છે. ચૈતન્ય ભગવાન આત્મા શુદ્ધસ્વભાવમાં રાગ છે જ નહીં, રાગનો સંબંધ પુદ્ગલની સાથે લઈને, આપણો (પોતાનો) સ્વભાવ (આત્માનો) અભેદ ભિન્ન કરી દીધો (છે). આહાહાહા ! ઝીણી વાત છે. એ અહીંયા રાગ અને વર્ણ ગંધથી માંડીને રાગ-શુભરાગ એનો પુગલની સાથે તાદામ્ય સંબંધ છે (જો) જીવની સાથે પણ તાદાભ્ય (સંબંધ) હોય તો (તો) જીવ-પુદ્ગલમાં કોઈ ભેદ ન રહ્યો, એવું થવાથી જીવનો જ અભાવ થઈ જાય ! રાગ-અચેતન-શુભરાગ છે એ જો આત્મા સાથે તાદાભ્ય કહો તો આત્મા અચેતન થઈ જાય ! આહાહા ! આવી વાત છે! ભગવાન આત્મા ચૈતન્ય -ઝળહળ-જ્યોતિ-પ્રકાશની મૂર્તિ-પ્રભુ તો અંદર શાયક ચૈતન્ય જ્યોત ભગવાન (છે) એ રાગની સાથે તાદામ્ય હોયતો આત્મા અચેતન થઈ જાય ! આહાહા ! અહીં તો કહે છે, શરીર -કર્મ આદિ પુદ્ગલ અચેતન છે, એમ જ રાગ-શુભ એ અચેતન
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy