________________
૨૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે, તો એમાં ચેતન સ્વભાવનો કોઈ અંશ નથી, એ કારણે રાગને અચેતન (કહીને) પુદગલની સાથે તદરૂપ-તાદાભ્ય (સંબંધ) કહ્યો. આ વ્યવહાર રત્નત્રયનો રાગ (પુગલ છે. ) ગજબ વાત છે ભાઈ ! કેમ કે રાગમાં ચૈતન્યપણાનો અભાવ છે.) જ્ઞાનપ્રકાશનો પૂંજ પ્રભુ (આત્મા) એક બાજુ ભગવાન ચૈતન્ય-પ્રકાશ બિરાજમાન છે, એની સાથે રાગનો- અચેતનનો સંબંધ થઈ જાય તો ભગવાન (આત્મા) અચેતન થઈ જાય, (સમયસાર) છઠ્ઠી ગાથામાં એ કહ્યું કે જ્ઞાયકસ્વભાવ ચૈતન્ય જ્યોત વસ્તુ એ જો શુભાશુભભાવરૂપ થાય તો જડ થઈ જાય, જુઓ! ત્યાં એ કહ્યું, કેમ કે એ તો ચૈતન્ય-જ્ઞાનરસ, સ્વપરપ્રકાશક-સ્વભાવનો રસકંદ-ઝળહળ જ્યોતિ એ ચૈતન્ય છે અને (જે) રાગ છે-વ્યવહાર રત્નત્રયનો (શુભ) રાગ એ અચેતન છે. બોંતેર ગાથામાં ય (આગ્નવોને ) જડ કહ્યાં, છઠ્ઠી ગાથામાં એ જ કહ્યું કે જે જ્ઞાયક છે એ શુભાશુભભાવ ( રૂપ) થઈ જાય તો જડ થઈ જાય! આહાહા! આવી વાત છે.
(આત્મા રાગ સાથે તન્મય હો તો) જડ થઈ જાય એમ દેખાડવું છે. છે ને! ચૈતન્ય પ્રકાશની મૂર્તિ પ્રભુ (માં) રાગ કેમ હોય ? એમ કહે છે. રાગની પર્યાય, જડની સાથે સંબંધ રાખે છે, છે તો રાગની પર્યાય પોતાનામાં ચારિત્રગુણની વિપરીત પણ સ્વભાવની દૃષ્ટિથી દેખવાથી ત્રિકાળી ચૈતન્યજ્યોતિ-ઝળહળ-જ્યોતિ-પરમાત્મ સ્વરૂપ ધ્રુવ પ્રવાહ ધ્રુવની ધારા ચૈતન્યધારા જોવાથી, રાગ તો અચેતન છે. આવી વાત છે
એ રાગ જેમ પુદ્ગલની સાથે તરૂપ (તાદામ્ય છે) એમ જો આત્માની સાથે તદરૂપ હોય તો આત્મા અચેતન થઈ જાય. આહાહા! સમજાણું કાંઈ? ઝીણી વાત ભાઈ ! જૈનદર્શન, જૈન પરમેશ્વર એની વાત તો બહુ સૂક્ષ્મ છે! કેમ કે ચૈતન્ય ઝળહળ જ્યોતિ પ્રકાશ ચૈતન્યના નૂરનું પૂર (અભેદ આત્મા) એમાં રાગનો સદ્ભાવ થઈ જાય તો આત્મા અચેતન થઈ જાયએ તો ચૈતન્યની પ્રકાશની મૂર્તિ છે. સમજાણું કાંઈ?
એ દયા–દાન-વ્રત-ભક્તિ (આદિના શુભભાવ) રાગ, એ પુદ્ગલની સાથે તાદાભ્ય ( સંબંધ) છે. ગજબ પ્રભુ! કેમ કે એમાં (રાગભાવમાં) ચૈતન્યપણું નથી, એ કારણે એ અચેતનની સાથે તાદામ્ય સંબંધ, ચૈતન્ય પ્રકાશનું પૂર પ્રભુ ( એ ચેતન) એની સાથે જો રાગ (અચેતન) નો તાદાભ્ય (સંબંધ) હો તો ચેતન પોતે સ્વયં અચેતન થઈ જાય ! આવી વાત
ક્યાં?
(આહા!) ચૈતન્યજ્યોત, પ્રકાશની મૂર્તિ પ્રભુ! સ્વપરપ્રકાશકની મૂર્તિ આત્મા તો ત્રિકાળ રાગને પ્રકાશે–જાણે પણ રાગરૂપ ન થઈ જાય ! ઘણું પરથી ઉદાસ થવું જોઈએ, કહે છે, એ અચેતન રાગ અને પુગલ એક થઈને તાદામ્ય સંબંધ છે, તો એનાથી ઉદાસ થઈ જાય. પ્રભુ! તારી ચીજ (એ રાગ) નથી, છે (અભેદ) ત્યાં તારું આસન લગાવી દે! જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યમૂર્તિ (અભેદ) માં! જ્યાં ચૈતન્ય ઝળહળ જ્યોતિ, સ્વપરપ્રકાશકનું પૂર પ્રભુ ધ્રુવપૂર, ચૈતન્યના નૂરના તેજના પૂર પ્રભુ એ પોતે છે. એની સાથે રાગનો તાદાભ્ય સંબંધ કરી દે (માની લે) તો જીવ, અજીવ થઈ જાય- અચેતન થઈ જાય. આહાહા ! આકરી વાત છે. પ્રભુ! જીવનો જ અભાવ થઈ જાય ! તો મહાદોષ આવે.