________________
ગાથા ૫૦ થી ૫૫
૧૫૭
વિદ્યતે]વિધમાન નથી, [ પ્રત્યયા: નો ] પ્રત્યયો (આસ્રવો ) પણ નથી, [ { 7 ] કર્મ પણ નથી [ ] અને [ નોર્મ અપિ ] નોકર્મ પણ [ તસ્ય નાસ્તિ ] તેને નથી;[ નીવચ] જીવને [ વર્ગ: નાસ્તિ ] વર્ગ નથી, [ વર્તુળા ન] વર્ગણા નથી, [ નિવિદ્ સ્પર્ધાનિ ન વ] કોઈ સ્પર્ધકો પણ નથી,[ અધ્યાત્મસ્થાનાનિનો] અધ્યાત્મસ્થાનો પણ નથી [ વ] અને [ અનુમાનસ્થાનાનિ] અનુભાગસ્થાનો પણ [ન પુવ ] નથી; [ નીવચ ] જીવને [ાનિવિત્ યો સ્થાનાનિ] કોઈ યોગસ્થાનો પણ [7 સન્તિ ] નથી [TM ] અથવા [વન્ધસ્થાનાનિ ન ] બંધસ્થાનો પણ નથી, [૪] વળી [ વ્યસ્થાનાનિ ] ઉદયસ્થાનો પણ [ન વ ] નથી, [ નિવિત્ માર્ગળ સ્થાનાનિ ન ] કોઈ માર્ગણાસ્થાનો પણ નથી; [નીવ૬] જીવને [સ્થિતિવન્ધસ્થાનાનિ નો] સ્થિતિબંધસ્થાનો પણ નથી [વા] અથવા [સંવજ્ઞેશસ્થાનાનિ 7] સંકલેશસ્થાનો પણ નથી, [વિશુદ્ધિસ્થાનાનિ ] વિશુદ્ધિસ્થાનો પણ [ન વ] નથી [વા] અથવા [સંયમનધિસ્થાનાનિ] સંયમલબ્ધિસ્થાનો પણ [નો ] નથી; [૬] વળી [ નીવક્ષ્ય ] જીવને [ નીવસ્થાનાનિ] જીવસ્થાનો પણ [ ન વ ] નથી [ વા ] અથવા [ ગુળસ્થાનાનિ ] ગુણસ્થાનો પણ [7 સન્તિ ] નથી;[ યેન તુ ] કા૨ણ કે [ તે સર્વે] આ બધા [ પુન્નતદ્રવ્યસ્ય]પુદ્ગલદ્રવ્યના પરિણામા: ] પરિણામ છે.
-
ટીકા:-જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૧. જે સુરભિ અથવા દુભિ ગંધ છે તે બધીયે જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી ( પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૨. જે કડવો, કષાયેલો, તીખો, ખાટો અથવા મીઠો ૨સ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૩. જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૪. જે સ્પર્ધાદિસામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૫. જે ઔદારિક, વૈક્રિયિક, આહા૨ક, તૈજસ અથવા કાર્યણ શ૨ી૨ છે તે બધુંય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૬. જે સમચતુરમ, ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિક, કુબ્જક, વામન અથવા હુંડક સંસ્થાન છે તે બધુંય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૭. જે વજ્રર્ષભના૨ાચ, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા અથવા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૮. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૯. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય