________________
૨૯૦.
સમયસાર સિદ્ધિ ભાગ-૩ હૈં? ( શ્રોતાઃ- ગોમટસારમાં છે) ગોમટસારમાં છે, પણ અહીં તો અહીં છે. આ ગોમટસારનો શબ્દ છે એ અહીં મૂક્યો છે, જયસેન આચાર્યે ગોમ્મસરનો ““મોહ જોગ ભવાઃ” ગુણસ્થાન છે. મોહ અને જોગથી ભેદ રૂપે થયેલા છે, વસ્તુમાં નથી મિથ્યાત્વપણું. ઓહોહોહો... એ જીવદ્રવ્યમાં નથી, એમ તેરમું ગુણસ્થાન અને ૧૪ મું ગુણસ્થાન એ પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃત્તિના ઉદયપૂર્વક થતાં હોઈને સદાય અચેતન હોવાથી, ભગવાન ચૈતન્ય દ્રવ્ય છે જ્ઞાયક ધ્રુવ, દ્રવ્ય છે. એમાં આ વસ્તુ ભેદ નથી, જે બધા ભેદ પડ્યા છે, એ મોહકર્મના ઉદયના નિમિત્તથી ભેદ પડયા છે. સ્વભાવના પ્રગટ થવાથી ભેદ પડયા છે એમ નથી. આહાહાહા !
અહીં એક જ લીધું, જોગ ઓલામાં જોગ લીધો ભેગો, મોહ જોગ, અહીં મોહકર્મની પ્રકૃત્તિના ઉદયપૂર્વક થતાં હોઈને પ્રકૃત્તિના ઉદય એટલે જડ છે, એના નિમિત્તે અહીં ભેદ પડ્યો કહે છે. મિથ્યાત્વ, સાસાદાન, મિશ્ર, અવિરતિ. સમક્તિ, વિરતા વિરતી, શ્રાવક વિરતી, પ્રમત્તપ્રમત્ત વિરતી અને અપ્રમત્ત વિગેરે ભેદ ઠેઠ સજોગી અને અજોગી. એ મોહકર્મની પ્રકૃત્તિ, મોહકર્મની પ્રકૃત્તિ, એનાં ઉદયપૂર્વક થતાં હોઈને સદાય અચેતન હોવાથી, કારણનાં જેવાં જ કાર્ય હોય છે. કારણ પુગલ પ્રકૃત્તિ છે માટે તેના કાર્ય પણ આ બધા તેવા જ છે, એમ કહે છે. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, રાગદ્વેષ, પુણ્ય-પાપ આ લબ્ધિસ્થાન પણ એ કારણનાં જેવા કાર્ય હોય છે, કારણ પ્રકૃત્તિ છે મોહ કર્મની તેના ગુણસ્થાનો તેના ભેદ તે તેના કાર્ય છે કહે છે. આહાહા ભગવાન કારણ સ્વભાવ પ્રભુ, એનું એ કાર્ય નથી. આહાહાહા !
ચૈતન્યઘન, વિજ્ઞાનઘન ધ્રુવ એનું કાર્ય તો નિર્મળ કાર્ય થાય છે, આ બધા ભેદ છે એ તો મલિન અચેતન કાર્ય છે. એ ચૈતન્યની પર્યાય જ અચેતન છે, એમાં જ્ઞાનસ્વભાવ આવ્યો નથી, સજાગપણામાં અજોગપણામાં ક્યાંય જ્ઞાનસ્વભાવ તો આવ્યો નથી. અવિરતી સમ્યગ્દર્શન, અવિરતીભાવ એમાં જ્ઞાન સ્વભાવ આવ્યો નથી, ભગવાન ચૈતન્યજ્યોત છે, શું શ્લોક અને શું ગાથા? કારણના જેવા મોહ, પ્રકૃત્તિ જે પુદ્ગલ કારણ છે એના એ કાર્ય છે માટે, એ પુદગલ છે. આહાહા! આકરી વાત છે ભાઈ.
અહીં તો ત્રિકાળી જીવદ્રવ્ય એમાં તો ઉદયભાવ તો નથી પણ ઉપશમ, ક્ષયોપશમેય એમાં નથી, આંહી તો હજી એ ઉદયભાવના પ્રકારના વર્ણન છે ભેદના. સમજાણું કાંઈ? ભગવાન અંદર ચૈતન્ય પિંડ પ્રભુ આમ ભિન્ન અખંડ,ચૈતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ, ચંદ્ર, શીતળ, ધ્રુવ એવા ભગવાન દ્રવ્યમાં આ નથી, માટે દ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ છે તો આ અચેતન સ્વરૂપ છે. એમ છે. આહાહાહા !
હવે અહીં તો મારે તો વળી ઓલું બીજુ કહેવું છે, કે આવું એને કહ્યું ગુરુએ, એને ખ્યાલમાં આવ્યું, કે આ ગુરુને શાસ્ત્ર આમ કહે છે, કે આ પ્રકૃત્તિના કારણે કાર્ય થાય તે બધા અચેતન છે, એ ચૈતન્ય દ્રવ્યનાં નહીં, એવું એને ખ્યાલમાં આવ્યું બસ એટલું, પણ ખ્યાલમાં આવ્યું વ્યવહારથી આવ્યું છે એ. ગુરુએ કહ્યું અને એને પરલક્ષે થયું એ ખ્યાલમાં વ્યવહારથી આવ્યું છે. ઝીણી વાતો બહુ બાપુ. ઓલા વળી ઝીણી વાત કરીને લ્યો, એમ મશ્કરી કરે છે માળા, ઝીણી ઝીણી કહીને બધું ઉડાવી દેવું છે આ બધું વાસ્તવથી. અરે ભગવાન (ઊડાડે કોણ) પ્રભુ ! તું પ્રભુ છો ભગવાન ! તને આ ન બેસે તો શું કરવાનું. આહાહાહા !