SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૬૮ અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન,વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન-તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી એમ આપોઆપ આવ્યું (-ફલિત થયું, સિદ્ધ થયું ). માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ભાવાર્થ:-શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે-જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી. પ્રશ્ન:-જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે ? પુદ્ગલ છે ? કે અન્ય કાંઈ છે ? ઉત્ત૨:-પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્ગલ જ છે કેમ કે કા૨ણ જેવું જ કાર્ય થાય છે. આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે. ૨૮૯ ગાથા - ૬૮ ઉપર પ્રવચન “હવે પૂછે છે કે વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું, તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી. રાગાદિ, ગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરે, એ જીવ નથી, સાંભળ. मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा। ते कह हवंति जीवा जे णिच्चमचेदणा उत्ता ।।६८ ।। મોહનક૨મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં ? ૬૮. જેમ વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ ને સંહનનને અચેતન કહ્યા, તેવા ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદોને પણ અચેતન કહ્યા. જીવની પર્યાયમાં થાય છે આ બધા ભેદો છતાં તેને જીવદ્રવ્ય ત્રિકાળ છે તે રૂપે નથી માટે તેને અચેતન કહ્યા. ( શ્રોતાઃ– ચેતનની પર્યાય અચેતન ? ) પર્યાય, એ આહીં ચૈતન્ય ત્રિકાળી છે તેનું એ સ્વરૂપ એ નથી. દૃષ્ટિનો જે વિષય કહેવો છે દ્રવ્ય સ્વભાવ, એ દ્રવ્ય છે એ તો કોઈ રીતે આ રીતે થયું નથી. ગુણસ્થાન, માર્ગણાસ્થાન ભેદરૂપે જીવદ્રવ્ય થયું નથી, પર્યાય થઈ, એ અહીં વ્યવહા૨માં નાખી દીધી છે, એ પર્યાય એમાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આ તો અલૌકિક વાતું છે બાપુ. આહાહા ! સમયસાર એટલે. આહાહાહા ! ટીકાઃ- આ મિથ્યાર્દષ્ટિ આદિ ગુણસ્થાનો એ પહેલાં લીધું'તું. વર્ણ ગંધ, રસ, સ્પર્શ, શરીર, સંહનન, સંસ્થાન આદિ એ તો બાહ્ય ચીજ હતી, હવે આ તો અત્યંત૨માં જેના ભેદ છે. સમજાય છે કાંઈ ? મિથ્યાર્દષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃત્તિના. જયસેન આચાર્યની ટીકામાં છે ને ભાઈ “મોહ જોગ ભવાઃ” જયસેન આચાર્યની ટીકામાં છે. ‘‘મોહ જોગ ભવાઃ”
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy