________________
ગાથા – ૬૭
૨૮૩ વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને “વર્ણાદિમાન જીવ” જ પ્રસિદ્ધ છે.
ગાથા – ૬૭ ઉપર પ્રવચન હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છે. :
पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव। देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।।६७।। પર્યાપ્ત અણપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી
કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી (ઓહોહો !) શાસ્ત્રમાં તો આ કહ્યું!
ટીકા:- બાદર જીવ, સૂક્ષ્મ જીવ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચોઇન્દ્રિય અને પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત એ શરીરની સંજ્ઞાઓને–એ તો શરીરના નામ છે. એ આત્માના નહીં. એ શરીરની સંજ્ઞાઓને સૂત્રમાં જીવસંજ્ઞારૂપથી કહ્યું છે. આહાહા! શું કહ્યું? (ફરમાવો!) કે બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરઇન્દ્રિય, પંચેન્દ્રિય, જે એ કહ્યું એ તો શરીરની સંજ્ઞાઓને સૂત્રમાં કહ્યું, જીવસંજ્ઞારૂપથી શરીરના નામથી જીવને નામ કહ્યા તે પરની પ્રસિદ્ધિને લીધે કારણે, કયું કારણ કહ્યું? કે એ પ્રસિદ્ધિ છે એકેન્દ્રિય (જીવ), બેઇન્દ્રિય (જીવ), બાદર (જીવ) પર્યાપ્ત (જીવ) એ ઘીના ઘડા'ની જેમ વ્યવહાર છે. જેમ ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, ઘી પ્રસિદ્ધ નથી, (એમ) “ઘીના ઘડા” ની જેમ વ્યવહાર છે. કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે. પ્રયોજનાર્થ નહીં. જાણવા માટે પણ એમાં પ્રયોજન કંઈ પણ છે નહીં.
ઘીનો ઘડો” કેમ? ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, ઘી પ્રસિદ્ધ છે? ખબર નથી. ઘીનો ઘડો (એની ખબર છે) એવી રીતે શરીરનું નામ જીવના નામથી પ્રસિદ્ધ છે. એ માટે કહ્યું, વસ્તુ એવી નથી ! હજી તો એક જીવને કેવો કહેવો છે એની અહીંયા પહેલાં તત્ત્વની વાત છે. ઘીના ઘડાની જેમ કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ એનાથી પ્રયોજન વસ્તુ (સમજાતી) નથી.
એ જ વાતને સ્પષ્ટ કરે છે, એમ કેમ કહ્યું? જીવના નામને શરીરના નામથી કેમ કહ્યા? પર્યાપ્ત, અપર્યાપ્ત (આદિ તો ) એ શરીરની સંજ્ઞા (નામ) છે, એને જીવના નામથી કેમ કહ્યા? કે જગત એને પ્રસિદ્ધ (પણે જ) એને જુએ છે. એને દેખે છે એટલા માટે કહ્યું? જગત “ઘીના ઘડા” ને દેખે છે, ઘી (એમાં ભિન્ન છે) એમ દેખતા નથી. (જુઓને લોકો કહે છે ને !) પાણીનો ઘડો, ઘીનો ઘડો, દૂધનો ઘડોએ પ્રસિદ્ધ છે ને અજ્ઞાનીઓને! એવી રીતે લોકો માને છે) બાદર જીવ, પર્યાપ્ત જીવ, (એકેન્દ્રિયજીવ આદિ) એ પ્રસિદ્ધ છે. બહારમાં એ પ્રસિદ્ધ છે એમ કે એ ચીજ પ્રસિદ્ધ છે એમ કે એ ચીજ પ્રસિદ્ધ થઈ.
જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો” જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે