________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩
પ્રસ્તાવના
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी।
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમદેવાધિદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંચય કરી ભરતક્ષેત્રમાં લાવનાર સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વશદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપરમાગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રી સમયસારજી દ્વિતીય શ્રુતસ્કંઘનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે.
શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગત કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ” નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉપર ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી.
આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ કરેલો છે.
વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાય; લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર અંધકાર છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયઃ થયા હતા. પરમાગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસૃષ્ટા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કણાશીલ, ભવોદધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો.
જેમણે આ આચાર્યોના જ્ઞાનહદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રુતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા.
મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ