________________
તત્ત્વાર્થ સૂત્ર
‘ચક્ષુથી ગ્રાહ્ય રૂપ છે’. આમાં ચક્ષુથી ગ્રાહ્ય એ પરિમિત્ત છે. આવી રીતે રસાદિમાં પણ યોજના કરી લેવી. કેમ કે દ્રવ્ય જ રૂપાદિપણે વ્યપદેશ થાય છે, વ્યવહારનો વિષય બને છે અને ગત્યાદિ ઉપગ્રહકારીપણે પણ તે દ્રવ્ય જ વ્યવહારનો વિષય બને છે. કેમ કે ચતુર્ગાહ્ય રૂપ છે તેથી દ્રવ્યનો રૂપાદિપણે વ્યપદેશ થાય છે તેમાં ચક્ષુર્ગાહ્ય એ વિશેષણની અપેક્ષા છે, અને આ ચક્ષુર્ગાહ્ય એ વિશેષણ દ્રવ્યથી પર બહારનું છે. આમ દ્રવ્યતાની ઓળખાણમાં ચક્ષુગ્રાહ્ય આ નિમિત્ત પર છે.
હર
એવી રીતે દ્રવ્ય જ્યારે ગત્યાદિ ઉપગ્રહકારીપણે વ્યપદેશ પામે છે ત્યારે પણ વિશેષણની અપેક્ષા રાખે છે. તેથી ગતિઆદિમાં ઉપકારીરૂપે દ્રવ્યતાની ઓળખાણમાં બીજું નિમિત્ત પડે છે. તેથી જે બીજું નિમિત્ત પડે છે તે પર છે. આમ ગતિ આદિમાં ઉપકારીપણે દ્રવ્યનો વ્યપદેશ થાય છે તે પરિનમિત્તથી થાય છે.
દા. ત. એક જ દેવદત્તમાં પિતૃત્વ, પુત્રત્વ, ભ્રાતૃત્વ, ભાગિનેયત્વ માતૃત્વ આદિનો સંબંધ છે તેથી તે ધર્મરૂપે દેવદત્ત પિતા, પુત્ર, ભાઈ, ભાણેજ, મામા આદિરૂપે કહેવાય છે. આમ દેવદત્ત પિતા છે એમ કહેવાય છે તે પોતાના પુત્રની અપેક્ષાએ એટલે દેવદત્તમાં પિતાપણું પુત્રના નિમિત્તે છે. આ પુત્ર એ દેવદત્તથી પર છે. માટે દેવદત્ત પિતા કહેવાય છે તે પરનિમિત્તથી છે. આ જ રીતે દેવદત્ત પુત્ર કહેવાય છે. તે પોતાના પિતાના નિમિત્તે, ભાઈ કહેવાય છે ભાઈના નિમિત્તે. મામા કહેવાય છે ભાણેજના નિમિત્તે. આમ એક જ દેવદત્તમાં પુત્ર, પિતાદિ પરનિમિત્તથી પિતા, પુત્ર આદિનો વ્યવહાર થાય છે તેવી જ રીતે દ્રવ્યમાં પણ રૂપાદિનો સંબંધ તેથી ચક્ષુથી ગ્રાહ્ય આદિ પરનિમિત્તથી રૂપ, રસાદિનો વ્યવહાર થાય છે. આ રીતે વિશેષણની અપેક્ષાવાળું દ્રવ્ય જ ગતિ આદિમાં ઉપગ્રાહી તરીકે વ્યવહાર કરાય છે.
આમ દ્રવ્યોનું જ્ઞાન, દ્રવ્યતાની ઓળખ સ્વનિમિત્ત અને પનિમિત્તથી થાય છે.
પ્રશ્ન :- ભાષ્યકાર મ. તો ‘આ ધર્માદિ ચાર અને જીવ આ પાંચ દ્રવ્યો છે'. આટલી જ વાત કરી છે તો તમે આ સ્વનિમિત્ત', પરનિમિત્તથી દ્રવ્ય ઓળખાય છે. આ નિરૂપણ કેવી રીતે કરો છો ?
ઉત્તર ઃ- ભાષ્યકાર મ. ‘આ પાંચ દ્રવ્યો છે'. આના પછી તરત દિ....' કરીને જે પંક્તિ મૂકી છે તે આ સ્વનિમિત્ત અને પરનિમિત્તના ઉપલક્ષણને બતાવવાના અભિપ્રાયથી જ મૂકી છે.
૧.
રૂપાદિ વસ્તુગત્યા તો ચક્ષુગ્રાહ્ય છે પણ કેવળજ્ઞાનીને પદાર્થોનું ગ્રહણ ઇન્દ્રિયથી હોય નહિ તેથી તેમને તે દ્રવ્યની દ્રવ્યતા સ્વનિમિત્તથી ગૃહીત છે. ધર્માસ્તિકાય આદિ અતીન્દ્રિય હોવાથી આપણે તેનું ગત્યાદિ ઉપકારપણે અનુમાન કરવું પડે છે. આમ ધર્માદિ દ્રવ્ય આપણને અનુમાનરૂપ પર નિમિત્ત ગ્રાહ્ય બને છે જ્યારે કેવળજ્ઞાનીને ધર્માસ્તિકાયમાં રહેલ ગતિ ઉપકારક પર્યાયપણે તે દ્રવ્ય ગતિ ઉપકારમાં પ્રવૃત્ત હોય કે નહિ તો પણ જણાય છે માટે તેમના માટે દ્રવ્યની દ્રવ્યતા સ્વનિમિત્તથી ગ્રાહ્ય થવાની. તેથી જ કહ્યું કે દ્રવ્યનું દ્રવ્યપણું એટલે દ્રવ્ય જેવું છે તેવું હોવાપણું તેમને સ્વનિમિત્તથી લક્ષિત થતું જ ગ્રહણ થઈ જાય છે.