________________
તત્ત્વાર્થ સૂત્ર આમ પુષ્ટિરૂપ પરિણામને પ્રાપ્ત કરે છે ત્યારે તે દ્રવ્ય જ “વધે છે એમ કહેવાય છે. (૫) “અપક્ષીયતે' “ક્ષીણ થાય છે એ ક્યારે કહેવાય ?
તે જ પરિણામ જ્યારે અપચયવૃત્તિ થાય છે ત્યારે તેને “ક્ષીણ થાય છે' એમ કહેવાય છે. જેમ દુર્બલ બનતો પુરુષ એ “ક્ષીણ થાય છે. એમ કહેવાય છે તેમ અપચયરૂપ જે થવું અર્થાત ઉપચયરૂપ જે પુષ્ટિ તેનાથી વૃત્યન્તર અપચયરૂપ ક્ષીણ થાય તે સાક્ષી કહેવાય છે. આમ પુષ્ટ દ્રવ્ય જ અપચયરૂપ બને છે ત્યારે “ક્ષીણ થાય છે.' એમ કહેવાય છે. (૬) “વિનતિ' વિનાશ પામે છે' એ ક્યારે કહેવાય ?
આવિર્ભત ભવનનું જે તિરોભૂત થવું તે અર્થાત્ પ્રગટ રૂપનું દબાઈ જવું તે “વિનાશ પામે છે' એમ કહેવાય છે. જેમ આપણે કહીએ કે “ઘટ નાશ પામ્યો તેનો અર્થ એ છે કે જે ઘટરૂપે ભવન હતું તે તિરોભૂત થયું, પણ તેની અસ્વભાવરૂપતા નથી અર્થાત્ તે અસ્વભાવરૂપ નથી. માટી કે બીજી અવસ્થારૂપ ભાવ થયો છે. કેમ કે ઘટનો નાશ એટલે કપાલ ભવન. આમ એક પછી એક ક્રમથી ભવનની બીજી વૃત્તિઓ થયા જ કરે છે. ઘટ વિનાશ પામ્યો એટલે કે ઘટના ટુકડા થયા, એ ટુકડાના પાછા ટુકડા થયા. આમ વૃજ્યન્તર પામતા આ ભવન આખરમાં પુદ્ગલરૂપે રહે છે. છેવટે, પરમાણુ સુધી વિભાગ થઈ જાય તો પણ તેનું પુદ્ગલરૂપે ભવન ચાલુ છે તેમ માનવું પડશે. અર્થાત્ પુગલમાંથી પ્રગટ થયેલો ઘટ પુદ્ગલમાં તિરોભૂત થયો છે પણ તેનો નાશ નથી થયો. માત્ર આ તિરોભૂત વૃત્તિને જ લોકો નાશ કહે છે. આ પ્રમાણે ઘટના વિનાશ થવા છતાં તેનો પુદ્ગલ સ્વભાવ કાયમ રહે છે માટે ઘટ વિનાશ પામ્યો તે અસ્વભાવતા નથી અર્થાત્ પુદ્ગલ સ્વભાવ કાયમ છે. આમ આવિર્ભત ભવન તિરોભૂત થાય છે ત્યારે નાશ પામે છે એમ કહેવાય છે.
આ રીતે તે તે આકારો વડે ભવનલક્ષણ દ્રવ્યો જ કહેવાય છે. આ સૂત્ર એક જ છે, બે નથી તેની ચર્ચા
બીજાઓ દ્રવ્યfખ નીવાશ આ રીતે એક સૂત્ર ન કહેતાં “વ્યનિ અને “પીવાએમ બે સૂત્ર ભણે છે–કહે છે. પણ તે યુક્ત નથી. કેમ કે સૂત્રકારને પ્રતિપાદન કરવાની ઇચ્છા જીવોની અસ્તિકાયતા અને દ્રવ્યતા છે. અર્થાત અહીં દ્રવ્ય અને જીવનું નિરૂપણ સૂત્રકારને ઈષ્ટ નથી પણ જીવોની અસ્તિકાયતા અને દ્રવ્યતા ઇષ્ટ છે. માટે બે સૂત્રોની કલ્પના કરવી અયુક્ત છે. જીવોમાં અસ્તિકાયતા અને દ્રવ્યતાનું પ્રતિપાદન કરવું છે તે બંને તો એક સૂત્ર હોય તો પણ “ચ” શબ્દનું ગ્રહણ કર્યું છે. તેના સામર્થ્યથી અવ્યાહત જ છે, સારી રીતે પ્રાપ્ત થઈ જાય છે તો પછી બે સૂત્રનો આદર-આગ્રહ શા માટે ? આમ જીવોની અસ્તિકાયતા અને દ્રવ્યતા એક જ સૂત્રથી સિદ્ધ થઈ જાય છે માટે આ એક જ સૂત્ર છે પણ બે સૂત્ર નથી.
ભાષ્ય:- આ ધર્માદિ ચાર અને જીવો આ પાંચ દ્રવ્યો છે. મતિ અને શ્રુતનો વિષય સર્વ પર્યાયથી રહિત સર્વ દ્રવ્યો છે. (અર્થાત્ અસર્વ પર્યાયો અને સર્વ દ્રવ્યો.) કેવળજ્ઞાનનો વિષય
१. तथा तथा द्रवणात, ते ते कायाश्च द्रव्याणि च, उभयव्यवहारदर्शनात्, श्रीतत्त्वार्थ. हरि० पृ० २१३