________________
અધ્યાય-૫ સૂત્ર-૨
૩૧ સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. એ પ્રમાણે પહેલા અધ્યા. ૧ | સૂ. ૨૭. ૩૦માં કહ્યું હતું.
ટીકાઃ આ અધ્યાયના પહેલા સૂત્રમાં કહેલ ધર્માદિ ચાર અને જીવ આ પાંચ અસ્તિકાયો છે અને દ્રવ્યો છે. સૂત્રમાં રહેલ “ચથી જીવોમાં “અસ્તિકાય' અને દ્રવ્ય બંનેનો સંબંધ કરાય છે. અર્થાત્ જીવોમાં અસ્તિકાયતા છે અને દ્રવ્યતા પણ છે. આવો વ્યવહાર થાય છે. દ્રવ્યાસ્તિક નયથી દ્રવ્યનું નિરૂપણ
આ દ્રવ્યોની દ્રવ્યતા બે પ્રકારે જણાય છે : (૧) સ્વનિમિત્ત (૨) પરનિમિત્ત. એટલે કે આ દ્રવ્યો છે એ શેનાથી જણાય? શેના દ્વારા દ્રવ્યતાનો નિશ્ચય કરાય? આવા પ્રશ્નનું સમાધાન છે કે તેને ઓળખવા માટે સ્વ અને પર બે નિમિત્ત છે.
(૧) સ્વનિમિત્ત :- જેમાં સ્વધર્મ કારણ બને અર્થાતુ પોતાના સ્વભાવથી ઓળખાય તે સ્વનિમિત્ત છે.
સ્વનિમિત્ત એ સ્વધર્મની વ્યાપ્તિ છે. જેના વડે આ વ્યક્તિ આલંબનપણે તથા ગૃહીત તેવી રીતે ગ્રહણ કરાય છે કે મતલબ સ્વધર્મવ્યાપ્તિ વડે જ દ્રવ્યનો પ્રતિષેધ અને પ્રતીતિ થાય છે, અથવા જેવું દ્રવ્ય છે તેવું જ્ઞાન થાય છે. આ પ્રાપ્તિરૂપ સ્વધર્મની વ્યાપ્તિ એ તાદાભ્યથી રહે છે.
આ બધી વિચારણાથી એક જ નિચોડ આવે છે કે દ્રવ્યનું લક્ષણ એટલે દ્રવ્યની દ્રવ્યતા સ્વભાવમાં અવસ્થાન છે. અર્થાત્ સ્વભાવમાં જે અવસ્થિતિ તે જ દ્રવ્યતા છે. અને આ દ્રવ્યતાની ઓળખમાં સ્વનિમિત્ત બીજું કોઈ નથી પણ પોતાના સ્વભાવમાં રહેવું એ જ છે.
(૨) પરનિમિત્ત જે દ્રવ્યતાના જ્ઞાનમાં બીજું નિમિત્ત પડે, બીજાથી જણાય તે પરનિમિત્ત કહેવાય છે.
૧. અહીં એવો અર્થ લાગે છે કે દ્રવ્યના જેટલા ધર્મો પ્રસિદ્ધ હોય તેટલા બધા ધર્મો જેમાં વ્યાપીને રહે
તે દ્રવ્ય. દા. ત. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ધર્મો છે તો તેના વડે વ્યાપ્ત જે દ્રવ્ય તે જ આત્મા છે. આમ પોતાના બધા ધર્મોની વ્યાપ્તિ એટલે વૃત્તિ વડે જ જે પદાર્થનું જ્ઞાન કરવાનું છે તે દ્રવ્યનું સ્વનિમિત્ત લક્ષણ છે. અને તેથી જ અર્થાતુ પોતાના સ્વલક્ષણથી એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતાં જુદું હોવાથી તેનો પ્રતિષેધ કરી શકાય છે. જેમ કે આત્મામાં જ્ઞાનાદિ છે માટે તે અજીવ નથી. આમ આત્માના સ્વનિમિત્તરૂપ લક્ષણથી તે અપર દ્રવ્યરૂપ નથી તેવો પ્રતિષેધ થયો અને આમ સ્વધર્મની વ્યાપ્તિ વડે સ્વરૂપે ઓળખાણ અને પરરૂપે દ્રવ્યનો પ્રતિષેધ થઈ શકતો હોવાથી બીજા વ્યાપ્ત આત્માને પણ ઓળખાવી શકાય છે કે જ્ઞાનાદિ ધર્મવાળો છે તે જ આત્મા છે, પણ પગલાદિ નથી. અહીં પાઠ આવો હોવો જોઈએ કે સ્વધર્મવ્યારિશ તાજોન વ્યવસ્થાન' કારણ કે આગળ તેમને સ્વધર્મવ્યાપ્તિની વાત કરી છે. વ્યાપ્તિમાં વાત કરી જ નથી. અહીં એ વિચાર કરવાનો છે કે દ્રવ્યાસ્તિક નય દ્રવ્યથી જુદા ધર્મોને માનતો નથી તો તે કેવી રીતે સ્વધર્મની વ્યાપ્તિરૂપે દ્રવ્યનું લક્ષણ માને ? માટે જ સમજાવે છે કે વસ્તુતઃ આ સ્વધર્મની પ્રાપ્તિ એટલે દ્રવ્યનું જ તે રૂપે રહેવું. અર્થાત્ સ્વભાવમાં જ રહેવું તે જ સ્વનિમિત્ત દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્યાસ્તિક
નયના મતે. ૨. ‘થાકસાવથથતા ગૃહ' આ પાઠ રાખીને અને આવો અર્થ કર્યો છે.