________________
અધ્યાય-૫ : સૂત્ર-૨
દ
અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે દ્રવ્ય જ થાય છે એમ કહેવાય છે. (૨) “અસ્તિ' “છે' એ ક્યારે કહેવાય ?
જ્યારે કોઈ પણ પ્રકારના વ્યાપારથી રહિત જે સ્વરૂપાવસ્થા છે, અર્થાત્ પિડનું કોઈ ભવન થતું ન હોય ત્યારે તે “છે” એમ કહેવાય છે. ભવનવૃત્તિ ઉદાસીન હોય છે તેમનું તેમ રહે ત્યારે એમાં કોઈ પણ જાતનો વ્યાપાર થતો નથી તેથી તે દ્રવ્ય “છે' એમ કહેવાય છે.
અહીં “અતિ એ અત્ ધાતુનું વર્તમાનકાલીનરૂપ નથી પણ “તિ' શબ્દનો નિપાત છે. તેથી તેનો “સત્તા' અર્થ કર્યો છે. (૩) “વિરામો' બદલાય છે' એ કયારે કહેવાય ?
અનુવૃત્તિવાળા તિરોભૂત-સત્તારૂપે રહેલા સ્વરૂપનો નાશ થયા વગર બીજા રૂપે થવું તે વિપરિણમન કહેવાય છે. અર્થાત્ અનુવૃત્તિવાળા સત્તારૂપે રહેલા સ્વરૂપનો નાશ થયા વગર રૂપાન્તર થાય છે ત્યારે બદલાય છે... “વિકાર થાય છે' એમ કહેવાય છે.
દા. ત. ક્ષીર દહીં રૂપે પરિણામ પામે છે' “બદલાઈ જાય છે” વિકારાન્તરવૃત્તિથી રહે છે. અર્થાત્ દૂધ દહીંરૂપે રહે છે તે વિપરિણામ છે. દૂધનું દહીં થવું એ તેનો વિકાર છે. દહીંમાં અનુવૃત્તિવાળું સત્તારૂપે રહેલ દૂધ તેનો નાશ નથી થયો પણ રૂપાંતર થયું છે. આમ (૧) વિકારાન્તર વૃત્તિથી રહેવું એ વિપરિણામ છે.
અથવા (૨) વૃત્યન્તર વ્યક્તિરૂપે રહેવું કે (૩) હેતુરૂપે થવું તે વિપરિણામ કહેવાય છે. આમ ત્રણ પ્રકારે વિપરિણામ કહેવાય છે અને ત્રણે વ્યાખ્યામાં આ દષ્ટાંત નીચે મુજબ ઘટી શકે છે.
(૧) વિકારાન્તરથી રહેવું—દૂધ દહીંરૂપે છે. (૨) વૃત્યન્તર વ્યક્તિરૂપે રહેવું-દૂધ દહીંરૂપે થાય છે. (૩) હેતુ રૂપે. રહેવું-દૂધ દહીંનો હેતુ બને છે.
આ રીતે રૂપાંતર થાય છે ત્યારે તે દ્રવ્ય જ “પરિણામ પામે છે. એમ કહેવાય છે. (૪) “વઈ “વધે છે' એ ક્યારે કહેવાય ?
તેનો તે પરિણામ ઉપચય-પુષ્ટિરૂપે થયા કરે ત્યારે “વધે છે” એમ કહેવાય છે. જેમ આપણે કહીએ છીએ કે “અંકુર વધે છે ત્યારે અંકુરનું ઉપચય-પુષ્ટિવાળા પરિણામરૂપે ભવનવૃત્તિ-હોવાપણું વ્યક્ત થાય છે. મતલબ અંકુરમાં જ્યારે પુષ્ટતા થઈ રહી હોય ત્યારે વર્ધર્ત’ આવો પ્રયોગ થાય છે.
૧. (૨) “ક્તિ એ પદ ઉત્પન્ન થયેલાની સ્થિતિ દર્શાવે છે. (૩) વિપરિણ? એ પદથી વસ્તુમાં અન્ય
વિકાર ઉત્પન્ન થવા છતાં તેનો નાશ થતો નથી એ સૂચક કરાયું છે. (૪) વધરે એ પદથી અનેક પદાર્થોના સંયોગથી ઉત્પન્ન થતી વૃદ્ધિ સૂચવાઈ છે. (૫) આપણીસે એ પદથી એથી વિપરીત હકીકતનું પ્રતિપાદન કરાયું છે. (૬) વિનશ્યતિ એ પદથી અપર ભાવ-ભાવાંતર-રૂપાંતરની શરૂઆત દર્શાવાઈ છે.